Home » Lifestyle » Health » here are the Facts of the sweat and know related things with them

Fact: પરસેવો પાડવાથી ફેટ બર્ન થતી નથી, જાણો શું છે પરસેવો?

Divyabhaskar.com | Updated - Jan 09, 2018, 11:19 AM

વજન અને ફેટ ઓછું કરવા માટે પરસેવો વહાવવો એ યોગ્ય નથી. ખરેખર તો પરસેવો તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે

  • here are the Facts of the sweat and know related things with them
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકોને લાગે છે કે શરીરમાંથી પરસેવો જેટલો વધારે વહે તેટલું વજન અને ફેટ ઘટે. પણ આ સાચું નથી. પરસેવો વહેવાને ફેટ ઓછી કરવા સાથે કોઇ સંબંધ નથી. ફિટનેસ વર્લ્ડમાં આવા મિથ પ્રસરેલા જોવા મળે છે. મોટાભાગના લોકો કસરત કરવાની સાથે વજન ઘટાડવાની પણ અનેક કોશિશ કરે છે. એવા કામને પ્રાધાન્ય આપે છે જેનાથી પરસેવો વળે. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે પરસેવો પાડવાથી ફેટ ઓછી થતી નથી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ તે ખરેખર શું છે પરસેવો અને ફેટના ઘટવાનો સંબંધ...

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શું છે પરસેવો?...

  • here are the Facts of the sweat and know related things with them
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જાણો શું છે પરસેવો?

     

    વજન અને ફેટ ઓછું કરવા માટે પરસેવો વહાવવો એ યોગ્ય નથી. ખરેખર તો પરસેવો તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. જ્યારે શરીરનું તાપમાન 98.6 ડિગ્રી સુધી પહોંચે છે તો સ્વેટ ગ્લેડ સક્રિય બને છે. તેનાથી પરસેવો થાય છે. આ સિવાય મસ્તિષ્ક પણ તેને નિયંત્રિત કરીને સંતુલિત બનાવે છે. શરીરથી વહેતો પરસેવો ખરેખર તો પાણી છે જેમાં મીઠું મિક્સ હોય છે. સાથે તેમાં પ્રોટીન અને શુગરના વેસ્ટ પ્રોડક્ટ પણ મિક્સ હોય છે. તેમાં ફેટ જેવી કોઇ ચીજ નથી જે વહીને બહાર નીકળી રહી હોય.

  • here are the Facts of the sweat and know related things with them
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પરસેવો પાડવો એટલે કેલેરી બર્ન કરવું નહીં

     

    પરસેવો વહેવાથી સ્કિનમાં બળતરા થાય છે. સાથે શરીરના તાપમાનને ઓછું અને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેમાં પરસેવો મદદ કરે છે. તેનાથી વધારે નહીં. શરીરનો આકાર જેટલો વધારે હશે તેટલો વધારે પરસેવો પડશે. જે લોકો ફિટ છે તેમને પણ ઘણો વધારે પરસેવો થતો રહે છે. કેમકે તેઓ સતત શારિરીક રીતે સક્રિય રહે છે. આ કારણે તેના સ્વેટ મેકેનિઝમ એક્ટિવ મોડમાં રહે છે. તેની સાથે એ પણ સ્પ્ષ્ટ છે કે તેમાં કેલેરી બર્ન થતી નથી.

  • here are the Facts of the sweat and know related things with them

    વજન ઘટાડવું એટલે કે સ્થૂળતા ઘટાડવી

     

    મોટાભાગના લોકો માને છે કે વજન ઓછું કરવાથી સ્થીળતા ઘટે છે. જ્યારે આ બંને અલગ ચીજો છે. તમે હેલ્થ કોન્શિયસ છો તો તેના બારીક ફરકને સમજી લેવું જરૂરી છે. વેટ લોસ એટલે વજન ઘટાડવું આ યોગ્ય નથી. વજન ઓછું કરવાનો હેતુ તમારા પાણીનું પ્રમાણ એટલે પરસેવો, ફેટ, મસલ લોસ, બોન ડેંસિટી. વજન ઓછું કરવામાં તમારા શરીરના દરેક ભાગને તમારે ઓછો કરવાનો રહે છે. વજન ઘટાડવામાં માત્ર ફેટ ઓછી કરવાની નથી. તે તમારા શરીરમાં તાકાતનું કામ કરે છે. ફેટનું પ્રમાણ વધે તો તે તમારા માટે નુકસાન કરનારી હોઇ શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ