ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» મહેંદીમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, ખરતા વાળ થશે બંધ અને બનશે કાળા । Apply This Pack For One Month: You Will Get Good Hair

  મહેંદીમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, ખરતા વાળ થશે બંધ અને બનશે કાળા

  Divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 05:49 PM IST

  વાળ ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ, ડલ હેર જેવી પ્રોબ્લેમની સારવાર માટે આયુર્વેદ છે બેસ્ટ
  • મહેંદીમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, ખરતા વાળ થશે બંધ અને બનશે કાળા
   મહેંદીમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, ખરતા વાળ થશે બંધ અને બનશે કાળા

   હેલ્થ ડેસ્કઃ ભોપાલના આયુર્વેદ એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે વાળની પ્રોબ્લેમ્સની જેટલી સારી સારવાર આયુર્વેદમાં ઉપલબ્ધ છે એટલી બીજે ક્યાંય નથી. વાળ ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ, ડલ હેર જેવી પ્રોબ્લેમની સારવાર આયુર્વેદમાં ઉપલબ્ધ છે. તેના માટે તમારે ઘરમાં એક પેક બનાવવાનું રહેશે. જે વીકમાં એક વખત લગાવવાનું છે. આ પેકને એક મહિના સુધી લગાવવાથી જ તમારી તમામ પ્રોબ્લેમ્સ દૂર થવાની શરૂઆત થઈ જશે. ચાલો જાણીએ આ પેકને કેવી રીતે બનાવવાનું છે અને કેવી રીતે લગાવવાનું છે. જો તમારા વાળ સફેદ છે તો કાળા થવાના શરૂ થઈ જશે અને જો કાળા છે તો સફેદ નહીં થાય.

   આ પેક બનાવવા માટે તમારે સૌથી પહેલા એક લોખંડની કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવાનું છે. લોખંડની કડાઈમાં આ પેકની અસર વધુ થાય છે. જો લોખંડની કડાઈ ન હોય તો તમે કોઈ બીજા વાસણનો ઉપયોગ કરી શકો છો.

   સ્ટેપ - 1

   પાણી જ્યારે ગરમ થઈ જાય તો તેમાં 2 ચમચી આમળાનો પાઉડર નાખો. તેના પછી તેને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ઠંડું થવા દો.

   સ્ટેપ - 2

   હવે તેમાં 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ કંડીશનિંગનું કામ કરે છે. તેના પછી તમારે તેમાં 2 ચમચી ભૃંગરાજ પાઉડર મિક્સ કરવાનો છે. આ પાઉડર વાળને કાળા કરવાની સાથે જ અન્ય પ્રોબ્લેમ્સને પણ દૂર કરશે.

   સ્ટેપ - 3

   તેના પછી તમારે આ પેકમાં 2 ચમચી શિકાકાઇ પાઉડર મિક્સ કરવાનો છે. આ પાઉડર વાળને ખરતા અટકાવે છે સાથે જ ડેન્ડ્રફ અને ખંજવાળ જેવી પ્રોબ્લેમ્સને દૂર કરે છે.

   સ્ટેપ - 4

   તેના પછી તમારે આ પેકમાં 2 ચમચી હિબિસકસ પાઉડર નાખવાનો રહેશે. આ પાઉડર વાળને મજબૂત બનાવવાની સાથે જ તેને શાઇન આપે છે. હવે પેક બનીને તૈયાર છે. જો તમારી પાસે ટાઇમ હોય તો તેને આખી રાત રહેવા દો. પરંતુ સમયનો અભાવ હોય તો તેને એક કલાક માટે રાખી મૂકો પછી ઉપયોગમાં લો.

   કેવી રીતે લગાવશો?

   આ પેકને તમારે વાળ ધોયા પછી ઉપયોગમાં લેવાનો છે. પેકને જ્યારે લગાવો ત્યારે વાળ જરા પણ ઓઇલી ન હોવા જોઈએ. પેકને એક કલાક માટે વાળમાં લગાવી રાખો. તેને વાળના મૂળમાં સરખી રીતે લગાવવાનું છે. 1 કલાક પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. પેક ધોયા પછી શેમ્પૂ નથી કરવાનું. નહીં તો તેની અસર ખતમ થઈ જશે. રાતના વાળમાં તેલની માલિશ કરો અને આગલા દિવસે શેમ્પૂથી વાળ ધોઈ લો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહેંદીમાં મિક્સ કરો આ 4 વસ્તુઓ, ખરતા વાળ થશે બંધ અને બનશે કાળા । Apply This Pack For One Month: You Will Get Good Hair
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `