• Home
  • Lifestyle
  • Health
  • ગુણકારી છે શક્કર ટેટી, પણ આવી રીતે ખાવાથી થઇ શકે છે નુકસાન|Sugar melons damage will have been eating

ગુણકારી છે શક્કર ટેટી, પણ આવી રીતે ખાવાથી થઇ શકે છે નુકસાન

કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે આનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઇએ

divyabhaskar.com | Updated - May 25, 2018, 07:44 PM
ગુણકારી છે શક્કર ટેટી, પણ આવી રીતે ખાવાથી થઇ શકે છે નુકસાન|Sugar melons damage will have been eating

યુટિલિટી ડેસ્ક: ગરમીની સીઝનમાં આવતી શક્કરટેટી ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન થઇ શકે છે. શક્કર ટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95 ટકા પાણી રહે છે, આના સિવાય આને 100 ગ્રામ ખોરાકમાં લઈશું તો તેમાંથી 0.8 ગ્રામ પ્રોટીન મળશે. આમાં રહેલું પોટૅશિયમ તાણને દૂર કરે છે.


આમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે. કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે આનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઇએ. આમાં રહેલું બીટા કૈરોટીન વિટામિનનું એક રૂપ છે, જે આંખો માટે સારું છે. આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે, અને કેલરી વધારે રહેતી નથી. સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. ચામડીને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામીન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે, જે વાગેલાના ઘા પર જલ્દી રૂઝ લાવે છે. સાથે ચામડીમાં મજબૂતી આવે છે.


છત્તા પણ આનાથી બચો

- આને ખોરાકમાં લીધા પછી તરત જ પાણી ન પીવું જોઇએ, કારણ કે ડાયેરિયા થઇ શકે છે.

- સવારે ખાલી પેટે આનો ખોરાકમાં ઉપયોગ ન કરવો જોઇએ, કારણ કે તે પેટમાં પિત વધારીને એસીડીટી કરી શકે છે.

X
ગુણકારી છે શક્કર ટેટી, પણ આવી રીતે ખાવાથી થઇ શકે છે નુકસાન|Sugar melons damage will have been eating
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App