Divya Bhaskar

Home » Lifestyle » Health » study say Turmeric may help boost memory

હળદરના સેવનથી 30 ટકા ફાસ્ટ દોડવા લાગે છે બ્રેઇન, ડિપ્રેશનને કરે છે દૂર

Divyabhaskar.com | Updated - Jan 25, 2018, 01:27 PM

અલ્જાઇમર અને ડિપ્રેશન જેવા રોગોને પણ કન્ટ્રોલ કરવામાં હળદર કારગર સાબિત થાય છે

  • study say Turmeric may help boost memory
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ભારતમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં સૌથી વધારે ઉપયોગ હળદરનો થાય છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે હળદર આપણને અનેક રીતે ઉપયોગી છે. હળદર આપણી યાદશક્તિ વધારે છે, તેમજ અલ્જાઇમર અને ડિપ્રેશન જેવા રોગોને પણ કન્ટ્રોલ કરવામાં હળદર કારગર સાબિત થાય છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યો છે.

    યાદ શક્તિમાં 30 ટકાનો થાય છે વધારો

    એક અમેરિકન સંશોધક દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છેકે મસ્તિષ્કમાં અમુક ખાસ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીન મસ્તિષ્કની અંદર સૂજન પેદા કરે છે અને તેનાથી યાદદાસ્ત કમજોર પડી જાય છે. સંશોધકનું કહેવું છેકે હળદરમાં રહેલું કુરકુમિન આ પ્રોટીનને બનતું અટકાવે છે. જેનાથી તમારી યાદશક્તિ 30 ટકા સુધી વધી જાય છે. તમને જણાવી દઇએ કે આ પ્રોટીન ડિમેન્શિયા અને ગંભીર તણાવ પેદા કરવાનું પણ કામ કરે છે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો.... કુરકુમિન બ્રેઇનને તેજ બનાવે છે

  • study say Turmeric may help boost memory
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કુરકુમિન બ્રેઇનને તેજ બનાવે છે
     

    આ સંશોધનમાં એ વાત પણ પ્રકાશમાં આવી કે મેમરીમાં સુધારો લાવવાની સાથોસાથ કુરકુમિન બ્રેઇનને પણ તેજ બનાવે છે. જેનાથી તમારી એકાગ્રતા વધુ સારી થાય છે. રિસર્ચ સાથે જોડાયેલા કેલિફોર્નિયા વિશ્વ વિદ્યાલયના ડોક્ટર ગેરી સ્મોલનું કહેવું છેકે, જે પરિણામો બહાર આવ્યા તેના પરથી કહી શકાય કે કુરકુમિનથી મગજની વિચારશક્તિ, સમજ શક્તિ સમયની સાથે વધુ સારી બનાવે છે. આ ઉપરાંત હળદરનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી ગઠિયા, કેન્સર અને હૃદય રોગ પર પણ પહેલાંથી નિયંત્રણ લાવી શકાય છે. 

    આગળની સ્લાઇડ્સમાં વાંચો....18 મહિના સુધી કરવામાં આવ્યું રિસર્ચ

  • study say Turmeric may help boost memory
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    18 મહિના સુધી કરવામાં આવ્યું રિસર્ચ

     

    આ રિસર્ચમાં 40 જેટાલા લોકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં 50થી 90 વર્ષ હતી. જેમાંથી કેટલાક લોકોને 18 મહિના સુધી દિવસમાં બે વાર હળદરમાં રહેતા તત્વ કરકુમિનનું સેવન કરાવવામાં આવ્યું હતું અને બાકી લોકોને એટલા જ સમય માટે બ્રેઇન તેજ કરે તેવી દવા આપવામા આવી. 18 મહિના બાદ તમામના ટેસ્ટ કરવામાં આવ્યા. કેટલાકને પ્રશ્નો કરવામાં આવ્યા અને કેટલાકના બ્રેઇન પણ સ્કેન કરવામાં આવ્યા. ત્યારબાદ જે પરિણામો આવ્યા તે ચોંકાવનારા હતા. 

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો....સામે આવ્યા ચોંકાવનારા પરિણામો

  • study say Turmeric may help boost memory

    સામે આવ્યા ચોંકાવનારા પરિણામો
     

    સંશોધનકર્તાઓ અનુસાર 18 મહિના સુધી કુરકુમિનનું સેવન કરનારા લોકોના મગજમાં 28 ટકા સુધીનો વિકાસ જોવા મળ્યો જ્યારે એ લોકો કે જેમને કુરકુમિન આપવામાં આવ્યું ન હતું તે સ્વસ્થ હોવા છતાં પણ ભૂલી જવાની બીમારીના શિકાર થઇ રહ્યાં હતા. રિસર્ચથી નિષ્કર્ષમાં સંશોધનકર્તાઓએ જણાવ્યું કે હળદરનું નિયમિત સેવન કરવાથી વર્ષો સુધી માનસિક રોગથી બચી શકાય છે. આ રિસર્ચ અમેરિકન જનરલ ઓફ ગેરિયાટ્રિક સાઇકિયાટ્રીમાં સામેલ કરવામાં આવ્યું છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending