Home » Lifestyle » Health » study found Swimming in the sea may incraese health risk

Sea swimming સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, થાય છે આવી બીમારી

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:19 PM

સંશોધન પ્રમાણે દરિયાના પાણીમાં સ્વિમિંગ કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે

  • study found Swimming in the sea may incraese health risk
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સંશોધન ઇકોલોજી અને હાડ્રોલોજીના સેન્ટર તથા યુનિવર્સિટી ઓફ એક્સ્ટેર મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે

    યુટિલિટી ડેસ્કઃ કુદરતી નજારો ધરાવતા વિવિધ બીચ પર આપણે રજાઓ ગાળવા માટે જતા હોઇએ છીએ, જે દરમિયાન આપણે દરિયામાં ન્હાવાની મજા માણીએ છીએ. પરંતુ તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન પ્રમાણે દરિયાના પાણીમાં સ્વિમિંગ કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. જેમાં કાન, સ્ટમક સહિતની બીમારીઓ અંગે જણાવવામાં આવ્યું છે.

    આ સંશોધન ઇકોલોજી અને હાડ્રોલોજીના સેન્ટર તથા યુનિવર્સિટી ઓફ એક્સ્ટેર મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું કે, દરિયામાં સ્વિમિંગ કરવાથી કાનમાં દુખાવો થવાની શક્યતા 77 ટકા વધી જાય છે, જ્યારે ગેસ્ટ્રોઇનટેસ્ટિનલ ઇલનેસમાં 29 ટકાનો વધારો થાય છે. સ્વિમિંગ ઉપરાંત વોટર સ્પોર્ટ્સ અને સર્ફિંગ કરવાથી પણ આ પ્રકારની બીમારીઓ થઇ શકે છે. સંશોધકોનું કહેવું છે કે ઔદ્યોગિક વિસ્તારના વેસ્ટ, કારખાના અને ગટરના પાણી અને ખેતરોમાંથી વહીને આવેલા પાણી દરિયાના પાણી સાથે મિશ્રિત થવાથી દરિયાનું પાણી ગંદુ થઇ ગયું છે. અનેક દેશોમાં દરિયાનું પાણી શુદ્ધ કરવાની યોજના ચાલી રહી છે, પરંતુ તેના પણ વિશેષ કામ કરવાની જરૂર છે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • study found Swimming in the sea may incraese health risk
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કરાયું સંશોધન

    યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કરાયું સંશોધન

    સંશોધકો દ્વારા દરિયામાં ન્હાવાને લઇને થતી બીમારીઓ અંગે 19 જેટલા અભ્યાસ કર્યા. જેમાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક અને નોર્વે જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને 120,000 કરતા પણ વધુ લોકોના પરિણામોને એનલાઇઝ કરવામાં આવ્યા હતા. 

  • study found Swimming in the sea may incraese health risk
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લાંબો સમય દરિયાના પાણીમાં ગાળતા પહેલા બે વાર વિચારવું જોઇએ

    લાંબો સમય દરિયાના પાણીમાં ગાળતા પહેલા બે વાર વિચારવું જોઇએ

    ડો. એન્ન લિઓનાર્ડનું કહેવું છે,‘ યુકે સહિતના દેશોના લોકો સમદ્ર કાંઠે પોતાનો સારો એવો સમય પસાર કરતા હોય છે, જેમને થોડુંક હેલ્થ રિસ્ક રહેલું છે. અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દરિયામાં વધુ સમય ગાળવાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ, કાન સંબંધિત બીમારી, ડાયેરિયા અને પેટ સંબંધિત અન્ય બીમારી થઇ શકે છે.’ જે લોકો દરિયાના પાણીમાં ન્હાતા નથી તેની સરખાણીએ જે લોકો દરિયાના પાણીમાં વધારે સમય ગાળે છે, તેમને 86 ટકા વધુ બીમારીઓ જોવા મળી હતી. જે એ દિશામાં સંકેત કરે છે કે દરિયાના પાણીમાં ઉંડી ડુબકી લગાવતી વખતે તકેદારી રાખવી જોઇએ અને લાંબો સમય દરિયાના પાણીમાં ગાળતા પહેલા બે વાર વિચારવું જોઇએ. 

  • study found Swimming in the sea may incraese health risk
    બેનિફિટની સાથે સાઇડ ઇફેક્ટ પણ છે

    બેનિફિટની સાથે સાઇડ ઇફેક્ટ પણ છે

    ડો. વિલ ગેઝનું કહેવું છે, ‘અમે લોકોને દરિયાના પાણીમાં જતા અટકાવવા માગતા નથી, દરિયામા નહાવાથી ફિઝિકલ ફિટનેસ જળવાય છે, પરંતુ અમે લોકોને એ વાતથી પણ સચેત કરવા માગીએ છીએ કે લાંબો સમય સુધી દરિયામાં ન્હાવાથી સ્વાસ્થ્ય સંબંધી જોખમ રહેલા છે. જોકે ઉમર અને હેલ્થ કન્ડિશન પ્રમાણે પણ દરિયાનું પાણી આપણા શરીરને અસર કરતું હોય છે. કેટલાક કેસોમાં એવું પણ બન્યું છે કે દરિયાના પાણીથી બીમાર થયેલા લોકો કોઇપણ પ્રકારની મેડિકલ ટ્રિટમેન્ટ વગર સાજા થઇ ગયા હતા.’

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ