Home » Lifestyle » Health » Steps, benefits and precautions of halasana

રોજ માત્ર 5 મિનિટ કરો આ 1 કામ, મોટા રોગો અને બીમારીઓ થઈ જશે દૂર

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 04:46 PM

દરરોજ માત્ર 5 મિનિટ કરો હલાસન, પછી જુઓ અસર

 • Steps, benefits and precautions of halasana
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આસનો દ્વારા આપણે અનેક રોગો સામે રક્ષણ મેળવી શકીએ છી. બસ જરૂર છે તો આસનોના મહત્વને સમજીને તેને રોજિંદા જીવનમાં સામેલ કરવાની. આસનો કરવાથી મન સ્થિર, આરોગ્ય બળવાન અને શરીરમાં સ્ફૂર્તિ લાવી શકાય છે. આસનો કરવા માટે ન તો તમારે ક્યાંય જવાની જરૂર પડે છે અને ન તો પૈસા ખર્ચવાની જરૂર પડે છે. આસનો તમે ઘરે જ સરળતાથી કરી શકો છો. કેટલાંક આસનો અમુક લોકોને ફાયદાકારક થાય છે જ્યારે કેટલાંક આસનો ટાળવા પણ પડે છે. જેથી કોઈ અનુભવી ગુરૂનું માર્ગદર્શન લઈ તમારી સમસ્યા પ્રમાણે અને તમને અનુકૂળ આવે એવા આસનો રોજ કરી શકો છો. જેમાં આજે અમે તમને હલાસન કરવાના શ્રેષ્ઠ ફાયદા જણાવીશું. આ આસન કરવામાં સરળ છે અને તેના લાભ પણ અઢળક છે. તો ચાલો જાણી લો.  આગળ વાંચો હલાસન આસનની વિધિ, તેના ફાયદા, સાવધાની વગેરે વિશે.
 • Steps, benefits and precautions of halasana
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ફાયદા

   

  -શરીર બળવાન અને તેજસ્વી બને છે

   

  - યૌન ઉર્જાઓ વધારવા માટે આ આસનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પુરૂષો અને મહિલાઓની યૌન ગ્રંથિયોને મજબૂત અને સક્રિય બનાવે છે. 

   

  -કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડાની નબળાઈ વગેરે સમસ્યાઓમાં હલાસન બહુ જ લાભપ્રદ સિદ્ધ થાય છે.

   

  -બરોળ અને લીવર આ આસનથી સારાં થાય છે.

   

  -જે લોકોને થાઈરોઈડની સમસ્યાઓ હોય એવા લોકો માટે આ આસન લાભકારક સિદ્ધ થાય છે. આ આસનથી થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે છે.

   

  -જે લોકોને સરખી રીતે ઉંઘ નથી આવતી એવા લોકો માટે આ આસન બહુ જ ફાયદાકારક હોય છે કારણ કે આ આસન કરવાથી સારી ઉંઘ આવે છે. 

   

  -સ્ત્રીઓ પણ આ આસન કરી શકે છે, સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે આ આસન બહુ ફાયદાકારક હોય છે. જેથી સ્ત્રીઓએ પણ રોજ આ આસન કરવું જોઈએ.  

   

  - કરોડરજ્જૂને મજબૂત બનાવે છે, સાથે જ આ આસન કરવાછી વૃધ્ધાવસ્થાના જલ્દી આવતી નથી. 

   

  -આ આસન નિયમિત કરવાથી અંગવિકાર, અસમયે વૃધ્ધાવસ્થા, દમ, કફ, રક્તવિકાર વગેરે દૂર થાય છે. માથાનો દુ:ખાવો દૂર થાય છે. 

   

  સાવધાની

   

  જેમને અંગો અકળાઈ જવાની સમસ્યા રહેતી હોય તેમણે આ આસન કરવામાં સાવધાની રાખવી. આ આસન કરોડરજ્જુને બિલકુલ આંચકો ન આવે તેમ ઉતાવળ વગર કરવું નહીંતર નુકસાન થવાનો સંભવ છે.

  મેદસ્વી, નબળા હૃદયવાળા, તેમજ બ્લડપ્રેશરવાળા વ્યક્તિઓએ આ આસન ન કરવું અથવા અનુભવીની સલાહ લીધા પછી જ કરવું. 

   

  આગળ વાંચો આ આસન કરવાની સરળ રીત વિશે.

 • Steps, benefits and precautions of halasana

   

  સૌપ્રથમ સીધી સૂઈ જાવ. બંને હાથ શરીરની પાસે જમીન પર અને બંને પગ સીધા લાંબા રાખો.


  ત્યારબાદ સર્વાંગાસનની માફક સૌપ્રથમ બંને પગને જમીનથી ૩૦ અંશને ખૂણે, પછી ૬૦ અંશને ખૂણે અને છેવટે કાટખૂણે વાળો. 

  હવે બરડા સુધીના ભાગને જમીનથી ઊંચો લઈ જઈ, તસવીરમાં બતાવ્યા પ્રમાણે પગને વાળી અંગૂઠા જમીનને અડે તેમ ધીરે ધીરે માથા તરફ લઈ જાવ.

   

  જાંઘનો ભાગ માથા પર આવે ત્યાં સુધી પગ વધુને વધુ પાછળ લઈ જવાથી હળના જેવી આકૃતિ થશે. માથાનો અને ખભાનો પાછલો ભાગ અંગૂઠા અને હાથ જમીનને અડેલા રહેશે. 

   

  આસનની પૂર્ણ સ્થિતિમાં શરીરનું પૂરેપૂરું વજન કરોડરજ્જુના શરૂઆતના ભાગ પર આવશે.

  આ સ્થિતિમાં જેટલો સમય રહેવાય તેટલું રહો અને પછી ધીમેથી મૂળ સ્થિતિમાં આવો. શરૂઆતમાં આસનનો સમય દસ-પંદર સેકંડ જેટલો રહેશે. અભ્યાસથી આ આસનમાં ત્રણથી પાંચ મિનિટ સુધી રહી શકાય. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ