Home » Lifestyle » Health » Cardiac Arrest vs. Heart Attack

શ્રીદેવીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત, હાર્ટ એટેક કરતા પણ ખતરનાક છે આ રોગ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 11:47 AM

કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને લાંબા સમય સુધી ટ્રીટમેન્ટની જરૂર હોય છે. આ અચાનક જ ક્યારેય પણ ગંભીર રૂપ લઈ શકે છે.

 • Cardiac Arrest vs. Heart Attack
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ શનિવારે રાતે બોલિવૂડની એક્ટ્રેસ શ્રીદેવીનું અચાનક કાર્ડિયાક એટેકથી મોત થયું હોવાનું માનવામાં આવે છે. આજે શ્રીદેવીના પાર્થિવ શરીરને દુબઈથી મુંબઈ લાવવામાં આવશે. શ્રીદેવી પહેલા પણ અનેક બોલિવૂડ સેલિબ્રિટીનું હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ચૂક્યું છે. એવામાં એ જાણવું ખૂબ જરૂરી છે કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટમાં શું તફાવત છે. સામાન્ય રીતે લોકો વિચારે છે કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ એક જ વાત છે, પરંતુ બંનેમાં તફાવત છે.

  બધી જ હાર્ટ ડિસીઝ એક સરખી નથી હોતી. આ બ્લડ વેસલ્સને હાર્ટ અથવા બ્રેન, હાર્ટ મસલ્સ, વાલ્વ અને શરીરના અન્ય ભાગને પ્રભાવિત કરે છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝને લાંબા સમય સુધી ટ્રીટમેન્ટની જરૂર હોય છે. આ અચાનક જ ક્યારેય પણ ગંભીર રૂપ લઈ શકે છે.

  હાર્ટ એટેકથી અલગ છે કાર્ડિયાક એરેસ્ટ

  હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંનેના કારણો એક હોય શકે છે. પરંતુ આ બંને અલગ-અલગ સ્થિતિ છે. હાર્ટ એટેક આવવો અથવા હાર્ટનું કામ કરવું બંધ થઈ જવું, સાંભળવામાં ભલે એક જેવા લાગે, પણ મેડિકલ સાયન્સમાં બંનેના અર્થ એકદમ અલગ છે. વાસ્તવમાં હાર્ટ એક માંસપેશી છે જેને બીજી માંસપેશીની જેમ ઓક્સીજન અને બ્લડ સર્ક્યુલેશનની જરૂર હોય છે અને આ કામ આર્ટરીઝના માધ્યમથી થાય છે. જ્યારે આર્ટરીઝ બ્લોક થઈ જાય છે એટલે કે બ્લડની સપ્લાય કોઈ કારણસર ડિસ્ટર્બ થાય છે અથવા પ્રભાવિત થાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. આ સ્થિતિમાં હાર્ટ શરીરના અન્ય ભાગમાં બ્લડ સપ્લાય કરતું રહે છે.

  આગળ વાંચો, કાર્ડિયાક એરેસ્ટ શું છે?...

 • Cardiac Arrest vs. Heart Attack
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જે ડિવાઇસથી ઈલેક્ટ્રિક શોક આપવામાં આવે છે તેને ડિફિબ્રિલેટર કહેવામાં આવે છે.

  કાર્ડિયાક એરેસ્ટ શું છે?

   

  કાર્ડિયાક એરેસ્ટમાં હાર્ટ અચાનકથી શરીરમાં બ્લડ પમ્પ કરવાનું બંધ કરી દે છે. એવામાં તે વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે. શ્વાસ લેવાનું બંધ કરી દે છે અથવા સામાન્ય રીતે શ્વાસ નથી લઈ શકતો. આ સ્થિતિમાં જો સમય રહેતા સારવાર ન મળે તો તાત્કાલિક મોત પણ થઈ શકે છે. તેમાં હૃદય માત્ર ધબકારા લેવાનું બંધ કરી દે છે. હાર્ટ એટેકમાં વ્યક્તિનું હૃદય ધબકારા લેતું હોય છે ભલે તેને આર્ટરીઝથી બ્લડ સર્ક્યુલેશન ન મળી રહ્યું હોય. જ્યારે કાર્ડિયાક એરેસ્ટમાં હાર્ટ બીટના બંધ થયા પછી દર્દીને કૃત્રિમ યંત્રોથી હાર્ટને ફરીથી ચાલુ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે.

   

  કાર્ડિયાક એરેસ્ટનો ઇલાજ છે ઈલેક્ટ્રિક શોક

   

  જો કોઈ વ્યક્તિ કાર્ડિયાક એરેસ્ટથી પીડિત છે તો તેને ઈલેક્ટ્રિક શોક જ બચાવી શકે છે. જે ડિવાઇસથી ઈલેક્ટ્રિક શોક આપવામાં આવે છે તેને ડિફિબ્રિલેટર કહેવામાં આવે છે અને કાર્ડિયાક એરેસ્ટના દર્દીની આ છેલ્લી ઉમ્મીદ હોય છે.

   

  આગળ વાંચો, કાર્ડિયાક એરેસ્ટના લક્ષણો...

 • Cardiac Arrest vs. Heart Attack
  કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન દર્દી અચાનક બેભાન થઈ જાય છે. તે શારીરિક રૂપથી કોઈ પ્રતિક્રિયા નથી આપી શકતું.

  કાર્ડિયાક એરેસ્ટના લક્ષણ

   

  - છાતીમાં દુઃખાવો થવો

  - શ્વાસ લેવામાં તકલીફ થવી

  - બહુ નબળાઈ લાગવી

  - ચક્કર આવવા

  - ગભરામણ થવી

   

  કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન દર્દી અચાનક બેભાન થઈ જાય છે. તે શારીરિક રૂપથી કોઈ પ્રતિક્રિયા નથી આપી શકતું. તેના શ્વાસ પણ અચાનક બંધ થઈ જાય છે. વાસ્તવમાં કાર્ડિયાક એરેસ્ટમાં હૃદય ધબકારા લેવાનું બંધ કરી દે છે એટલે તેના પલ્સ ડાઉન થવા લાગે છે. ધીમે-ધીમે શરીરના તમામ અંગો સુધી બ્લડ પહોંચવાનું બંધ થઈ જાય છે અને તેનાથી દર્દીનું મોત પણ થઈ શકે છે.

   

  જો કોઈ વ્યક્તિને પહેલા હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોર થયું હોય તો આવી સ્થિતિમાં કાર્ડિયાક એરેસ્ટની શક્યતા વધી જાય છે. આ બ્લડ વેસલ્સમાં કોલેસ્ટ્રોલના જમા થવાથી થાય છે. જો તમારા માતા અથવા પિતાના પક્ષમાં આ બીમારીથી પીડિત ઈતિહાસ છે તો તમારે તેના પ્રત્યે સાવચેત રહેવું જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ