મેડિકલ ઇનોવેશન 2019 / બજારમાં ડેન્ગ્યુની દવા અને વેક્સીન મળશે, HIV વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરુ

divyabhaskar.com

Jan 02, 2019, 04:43 PM IST
Medical and Innovation 2019 Soon medicine and vaccine will be available for dengue
X
Medical and Innovation 2019 Soon medicine and vaccine will be available for dengue

  • સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સ (SSRAS)એ 7 ઔષધીય છોડની મદદથી ડેન્ગ્યુની દવા તૈયાર કરી
  • દેશના 60% લોકો 'અહિંસા' મટનના ઉપયોગ માટે તૈયાર હોવાનો દાવો 

હેલ્થ ડેસ્ક: મેડિકલ ક્ષેત્રે 2019 નવી આશાઓ લઈને આવી રહ્યું છે કારણકે ટૂંક સમયમાં બજારમાં ડેન્ગ્યુની દવા અને વેક્સીન આવી જશે. કેન્સર ટ્રીટમેન્ટ માટે 500 કરોડ રૂપિયાનું થેરાપી મશીન પણ આ વર્ષે જ દેશમાં ચેન્નાઇ ખાતે આવી શકે છે. સુપર કમ્પ્યુટરના લીધે સારવારમાં ઝડપ આવશે. 
1

બજારમાં ડેન્ગ્યુની દવા અને વેક્સીન આવશે

બજારમાં ડેન્ગ્યુની દવા અને વેક્સીન આવશે
સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સ (SSRAS)એ 7 ઔષધીય છોડની મદદથી ડેન્ગ્યુની દવા તૈયાર કરી છે. ફ્રેન્ચ કંપની સનોફીએ ડેન્ગ્યુ વેક્સીન પણ તૈયાર કરી લીધી. આ બંને 2019માં બજારમાં હશે. દેશમાં 9 વર્ષમાં ડેન્ગ્યુના સવા લાખ દર્દીઓ વધ્યા.
 
2

HIV વેક્સીનની હ્યુમન ટ્રાયલ

HIV વેક્સીનની હ્યુમન ટ્રાયલ
HIVથી બચાવતી વેક્સીનની 2019માં હ્યુમન ટ્રાયલ શરુ થશે. અત્યાર સુધી જાનવરો પર વેક્સીનની ટ્રાયલ કરાઈ છે, જે સફળ રહી. હવે જો અમેરિકામાં જૂન-જુલાઈમાં થનારી હ્યુમન ટ્રાયલ સફળ થાય તો પહેલી HIV વેક્સીન વિકસિત થઇ શકશે.
 
3

લેબમાં તૈયાર થતું 'અહિંસા' મટન બજારમાં આવશે

લેબમાં તૈયાર થતું 'અહિંસા' મટન બજારમાં આવશે
લેબમાં તૈયાર કરવામાં આવતું 'અહિંસા' મટન આ વર્ષે ભારતીય બજારમાં આવી શકે. તેને લેબમાં કોશિકાઓ વિકસિત કરીને તૈયાર કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના જણાવ્યા મુજબ, દેશના 60% લોકો 'અહિંસા' મટનના ઉપયોગ માટે તૈયાર છે. હાલ તેનું અમેરિકા અને ઇઝરાયેલમાં સારું વેચાણ છે.
 
4

દેશમાં વેક્સીન પ્રોગ્રામમાં HPV વેક્સીન જોડાશે

દેશમાં વેક્સીન પ્રોગ્રામમાં HPV વેક્સીન જોડાશે
સર્વિકલ કેન્સરને રોકવા HPV વેક્સીનને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સમાવાશે. 9થી 13 વર્ષની બાળકીઓનું રસીકરણ થશે. દેશમાં સ્તન કેન્સર પછી સૌથી વધુ મહિલાઓ સર્વિકલ કેન્સરથી પીડિત છે. 
 
5

કેન્સરની સારવાર માટે 500 કરોડ રૂપિયાનું થેરેપી મશીન

કેન્સરની સારવાર માટે 500 કરોડ રૂપિયાનું થેરેપી મશીન
કેન્સર દર્દીઓની સારવાર માટે દેશમાં લગભગ 500 કરોડ રૂપિયાનું પ્રોટોન થેરેપી મશીન આવશે. ચેન્નાઇની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં લાગનારું આ મશીનથી કેન્સર સેલને ખતમ કરવા ટાર્ગેટેડ થેરેપી આપવામાં આવશે. તેનાથી સેલ્સને નુકસાન નહીં થાય. 
 
6

સુપર કમ્પ્યુટરથી બીમારીઓની સારવાર સરળ બનશે

સુપર કમ્પ્યુટરથી બીમારીઓની સારવાર સરળ બનશે
જીવિત વ્યક્તિના મગજની જેમ કામ કરતુ સુપર કમ્પ્યુટર સ્પિનનેકર મેડિકલ ઉપયોગમાં લવાશે. તેની મદદથી ડોક્ટર્સ માટે પાર્કિસન, અલ્ઝાઇમર જેવી બીમારીઓને ડિટેકટ કરવી સરળ બનશે. અત્યાર સુધી આ બીમારીઓ 3થી 5 વર્ષની ઉંમરમાં ડિટેકટ થઇ શકતી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી