સોનાક્ષીએ આ 4 એક્સરસાઈઝથી ઘટાડ્યું 30 કિલો વજન, જાણો તેના ડાયટ વિશે

સોનાક્ષીએ આવી ડાયટ અને કસરત ફોલો કરીને ઘટાડ્યું વજન, તમે પણ કરો ફોલો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 24, 2018, 11:52 AM
Sonakshi Sinha Weight Loss Secrets, Diet & Workout Plan

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ થોડાં સમય પહેલાં જ સોનાક્ષી સિંહાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. જેમાં તેનું ગજબનું ટ્રાન્સફોર્મેશન દેખાય રહ્યું છે. સોનાક્ષી છેલ્લા ઘણાં સમયથી વેટ લોસની પ્રોસેસથી વજન ઘટાડ્યું છે. તેના માટે સોનાક્ષીને સ્ટ્રિક્ટ ડાયટની સાથે એક્સરસાઈઝ પણ ફોલો કરી છે. અત્યાર સુધી તે 35 કિલો વજન ઘટાડી ચૂકી છે. દબંગમાં આવતા પહેલાં તેનું વજન 90 કિલો હતું.


તેણે ડાયટ પ્લાન અને એક્સરસાઈઝ રૂટિન ફોલો કરીને વજન ઘટાડ્યું છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે હાર્ડ વર્કઆઉટ અને ડાયટ પ્લાનને ફોલો કરીને આટલું વજન ઉતાર્યું છે અને બોડીને શેપમાં લાવી શકી છે.


જંક ફૂ઼ડની દિવાની હતી


સોનાક્ષી સિંહાને જંક ફૂડ ખાવું ખૂબ જ પસંદ હતું. આ જ તેના વેટ ગેનનું કારણ હતું. તેને જીમ જવું પણ પસંદ ન હતું. આ જ કારણોથી તેનું વેટ વધી ગયું હતું.


સોનાક્ષી આવી એક્સરસાઈઝ કરે છે


સોનાક્ષીએ હેડસ્ટેન્ડ રોઈન્ગ, પિલાટે, સ્કિપિંગ અને બેટલ રોપ્સ કરીને વજન ઘટાડ્યું છે. તેણે જણાવ્યું કે તેને કાર્ડિયો એક્સરસાઈઝ અને પિલાટે બહુ જ પસંદ છે. જેનાથી તેનું વજન સતત ઘટતું જઈ રહ્યું છે.


કમ્પલીટ બોડી એક્સરસાઈઝ કરે છે


સોનાક્ષી મુજબ તે કોઈ એક બોડી પાર્ટનું વજન ઘટાડવા કરતાં આખા શરીર માટેની કસરતો કરે છે. જેમાં કેટલાક બોડી પાર્ટ્સ ટોન્ડ થવામાં વધુ સમય લાગે છે. પણ હમેશાં આખા શરીરની જ કસરતો કરવી જોઈએ.


ક્યારેક બહારનું પણ ખાય છે


સોનાક્ષી કહે છે કે તે ક્યારેક-ક્યારેક ઘરની બહારનું પણ ખાવાનું ખાય છે. પણ આવું દર બીજા દિવસે નથી થતું. જ્યારે મને કંઈક ખાવાનું મન થાય છે ત્યારે તેને જરૂર ખાઈ લઉં છું. જો તમે 4-5 સપ્તાહ હેલ્ધી ખાવાનું ખાઓ અને વચ્ચે કોઈ દિવસ ડાયટ સિવાયનું કંઈક ખાવાનું મન થાય તો કંઈ વાંધો નથી.


આગળ વાંચો સોનાક્ષીના ડાયટ પ્લાન વિશે.

Sonakshi Sinha Weight Loss Secrets, Diet & Workout Plan

સોનાક્ષી કહે છે કે તે ડાયટમાં ઘરનું જ ખાવાનું ખાય છે. તે એવી ડાયટ ફોલો કરે છે જેને સરળતાથી અપનાવી શકાય. 


બ્રેકફાસ્ટમાં ઓટ્સ અને ઈંડા ખાય છે.


લંચમાં દાળ અને ગ્રેવીવાળું શાક ખાય છે. સાથે જ ચિકન અથવા ફિશ બંનેમાંથી કોઈ 1 ખાય છે. 


ડિનરમાં એવા ફૂડ ખાય છે જેમાં કાર્બ ઓછી માત્રામાં હોય. 

X
Sonakshi Sinha Weight Loss Secrets, Diet & Workout Plan
Sonakshi Sinha Weight Loss Secrets, Diet & Workout Plan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App