દાંતમાં દુખાવો, ગેસ, અનિદ્રા સહિત 5 પ્રોબ્લેમ્સ દૂર કરશે આ 5 ઘરેલૂ નુસખાઓ

કેટલાક જુનવાણી ઉપાયો ઘરમાં જ કરી લેવાથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે, જાણો તમે પણ 5 નુસખા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 06:37 PM
Some common problems home remedies

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણાં ઘરમાં ઘણાં એવા નુસખાઓ હાજર હોય છે જેને અપનાવીને દવાઓ ખાવાથી બચી શકાય છે. આ નુસખાઓ આપણી દાદી-નાનીના સમયના હોય છે. જેથી આજ લેખમાં અમે તમને 5 નુસખા જણાવીશું, જે તમારી 5 સમસ્યાને દૂર કરશે.


-જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને સમાન માત્રામાં મિક્સ કરી તેને રૂથી દર્દવાળા ભાગ પર લગાવવાથી આરામ મળે છે.


-ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ અને અપચાની તકલીફ થતી નથી.


-સરસિયાના તેલમાં થોડો અજમો અને લસણની 4-5 કળીઓ સાંતળીને આ તેલથી શરીરની માલિશ કરવાથી શરીરનો દુખાવો દૂર થાય છે.


-રોજ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં સાકર અને એલચી મિક્સ કરી પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.


-વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઊલટીમાં રાહત થાય છે.

X
Some common problems home remedies
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App