Home » Lifestyle » Health » sneeze can be dangerous How to Stop Sneezing

છીંક રોકવાથી થાય છે ગંભીર નુક્સાન, જાણો અટકાવવા શું કરવું

Divyabhaskar.com | Updated - Jan 17, 2018, 07:13 PM

છીંકને પરાણે રોકવાનો પ્રયાસ કરો છો તો તે તમારા જીવન માટે ઘાતક સાબિત થઇ શકે છે

 • sneeze can be dangerous How to Stop Sneezing
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ કોઇ જાહેર સ્થળ હોય કે પછી કોઇ પાર્ટીમાં હોઇએ ત્યારે સ્વાભાવિકપણે છીંક આવતી હોય તો તેને રોકવાનો પ્રયાસ અનેક લોકો દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ તાજેતરમાં એક વિચિત્ર કિસ્સો બન્યા બાદ ડોક્ટર્સનું કહેવું છેકે જો પરાણે છીંકને રોકવામાં આવે તો તે શરીર માટે ઘાતક સાબિત થઇ શકે છે, છીંક રોકવાથી મોત પણ નીપજી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના હેલ્થ સાયન્સ સેન્ટરના હેડ અને નેક સર્જન ડો. જી યાંગ જિયાંગ કહે છેકે આ વિચિત્ર પરંતુ સત્ય છે કે એક છીંક તમારા શરીરને શારીરિક રીતે એટલું નુક્સાન પહોંચાડી શકે છે કે તેની અસર ગળામાં ગોળી વાગી હોય તેટલી થાય છે. એટલું જ નહીં, જો પરાણે છીંક રોકવામાં આવે તો ફેફસાંને ખાસું નુક્સાન પહોંચી શકે છે.

  છીંક રોકવા જતાં યુવાને ગુમાવ્યો અવાજ

  છીંક આવે ત્યારે જો તમે તમારું નાંક અને મોઢું બંધ કરીને છીંકને પરાણે રોકવાનો પ્રયાસ કરો છો તો તે તમારા જીવન માટે ઘાતક સાબિત થઇ શકે છે. ડોક્ટરે આ સંબંધમાં ચેતવણી આપી છે. એક વ્યક્તિએ તાજેતરમાં છીંક રોકવાના કરતબ બતાવવાનો પ્રયાસ કરતા તેને ઇજા પહોંચી હતી. તેણે પોતાનું નાક અને મોઢું બંધ કરીને છીંક રોકવાનો પ્રયાસ કરવા જતાં યુવકને ગળામાં ઝનઝનાહટ ઉભી થઇ અને પછી તેનું ગળું સુઝી ગયું. બાદમાં તેને કંઇપણ ખાવામાં કે ગળવામાં દુખાવો થવા લાગ્યો અને થોડીક વારમાં તેનો અવાજ જતો રહ્યો. બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટીની હોસ્પિટલમાં ડોક્ટર્સે તેની સારવાર કર્યા બાદ તેને થોડી રાહત મળી.

  હવાનું પ્રેસર રોકવું ખતરનાક


  જ્યારે આપણે છીંકતા હોઇએ છીએ ત્યારે હવા 80 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આપણા શરીરમાંથી બહાર આવે છે. જો તમે હવાનું પ્રેશર રોકવાનો પ્રયાસ કરો તો છીંક સાથે નીકળતી હવા ફેંફસામાં રહી જાય છે અને શરીરને નુક્સાન પહોંચાડે છે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો છીંકને અટકાવવા માટે શું કરવું

 • sneeze can be dangerous How to Stop Sneezing
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ખટાશવાળાં ફળ

  ખટાશવાળાં ફળ જેવા કે લીંબુ, નારંગી, સંતરુ, દ્રાક્ષ વિગેરેમાં પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં ઇમ્યુન સિસ્ટમને બિલ્ડ કરવામાં મદદરૂપ થાય છે. જે શરદી અને છીંકના બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધરાવે છે. 

 • sneeze can be dangerous How to Stop Sneezing
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  આમળા


  આમળામાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટી વિપુલ માત્રામાં હોય છે, જે શરીરમાં ઇમ્યુન સિસ્ટમને બિલ્ડ કરે છે. આમળાને તમે જ્યૂસ અને તાજા ફળ તરીકે ખાઇ શકો છો. દિવસમાં બે કે ત્રણ વખત ખાવાથી છીંક રોકી શકાય છે.

 • sneeze can be dangerous How to Stop Sneezing
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  કાળી એલચી

  કાળી એલચીમાં અનેક સ્વાસ્થ્ય સંબંધી બેનિફિટ્સ છે, ભારતમાં તેનો સામાન્ય રીતે તમામ ભોજનમાં ઉપયોગ થતો હોય છે. દિવસમાં બેથી ત્રણ વખત કાળી એલચી ચાવવામાં આવે તો પણ છીંકને રોકી શકાય છે. 

 • sneeze can be dangerous How to Stop Sneezing
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  આદુ

  આદુમાં એન્ટિ સેપ્ટિક પ્રોપર્ટી હોય છે જે શરદી સામે રક્ષણ આપે છે. મધ સાથે આદુ ભેળવીને ખાવાથી તથા ગરમ પાણીમાં નાંખીને પીવાથી પણ છીંકમાં રાહત થાય છે.

 • sneeze can be dangerous How to Stop Sneezing

  તુલસી

  તુલસીમાં પણ ઘણા હેલ્થ બેનિફિટ છૂપાયેલા છે. તુલસીના પત્તામાં પાવરફુલ એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. ગરમ પાણીમાં તલુસીના પત્તા નાખીને પીવાથી છીંકમાં રાહત થશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ