તમારી આ 5 આદતો જ બને છે કિડની ફેલ્યોરનું કારણ, આજે જ સુધારી લેજો

કિડનીનું કામ હોય છે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર નીકાળવા. ઝેરી પદાર્થ જો શરીરમાં ન રહે તો લોહી પણ સાફ રહે છે.

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 12:54 PM
ઝેરી પદાર્થ જો શરીરમાં ન રહે તો લોહી પણ સાફ રહે છે અને પાચનક્રિયા પણ યોગ્ય રીતે કામ કરે છે.
ઝેરી પદાર્થ જો શરીરમાં ન રહે તો લોહી પણ સાફ રહે છે અને પાચનક્રિયા પણ યોગ્ય રીતે કામ કરે છે.

યૂટિલિટી ડેસ્કઃ કિડનીનું કામ હોય છે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર નીકાળવા. ઝેરી પદાર્થ જો શરીરમાં ન રહે તો લોહી પણ સાફ રહે છે અને પાચનક્રિયા પણ યોગ્ય રીતે કામ કરે છે. પરંતુ આપણે આપણી ખાવા-પીવાની ખરાબ આધતોના કારણે કિડનીને ખૂબ નુકસાન પહોંચાડીએ છીએ અને પછી અનેક રોગોથી પીડાય જઈએ છીએ. આજે અમે ખાનપાન દરમિયાન કઈ વાતોનું ખ્યાન રાખવું જોઈએ તેના વિશે જણાવી રહ્યા છીએ.

સોફ્ટ ડ્રિંક્સ અને સોડા

સોફ્ટ ડ્રિંક્સ કે પછી સોડા બંને કિડનીના દુશ્મન હોય છે. વાસ્તવમાં સોફ્ટ ડ્રિંક્સમાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે જેના સતત ઉપયોગથી શરીરને તેની આદત થઈ જાય છે. તેની આડઅસરના કારણે મેદસ્વિતા, ડાયબિટીસ, કિડની સ્ટોન જેવી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

આગળ જાણો, અન્ય કઈ વાતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ...

આપણાં શરીરને એક મર્યાદિત માત્રામાં મીઠાંની જરૂર હોય છે. જરૂર કરતા વધુ મીઠું ખાવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
આપણાં શરીરને એક મર્યાદિત માત્રામાં મીઠાંની જરૂર હોય છે. જરૂર કરતા વધુ મીઠું ખાવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

મીઠું

 

આપણાં શરીરને એક મર્યાદિત માત્રામાં મીઠાંની જરૂર હોય છે. જરૂર કરતા વધુ મીઠું ખાવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. વધુ મીઠું ખાવાના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેનાથી તમને કિડનીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં ભોજનમાં વધુ મીઠાંનો ઉપયોગ કરવાથી લિવરમાં એક લિક્વિડ બને છે જેના કારણે લિવરમાં સોજા આવી જાય છે અને કિડની પણ પ્રભાવિત થાય છે. એક સામાન્ય વ્યક્તિને એક દિવસમાં આશરે 5 ગ્રામ મીઠાંની જરૂર પડે છે.

 

વધુ ગળ્યું છે ખતરનાક

 

ખાંડથી મળતા ગ્લૂકોઝ અને ફ્રક્ટોઝ શરીરમાં જરૂરી હોય છે. પરંતુ જો તમે ખાંડનું વધુ સેવર કરો છો તો આ તમારા બ્લડ શુગર લેવલને વધારી દે છે. આ આપણાં લિવર અને કિડનીને પણ ખરાબ કરી શકે છે.

કિડની યૂરિનના માધ્યમથી શરીરને ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે એટલે તેને યોગ્ય કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.
કિડની યૂરિનના માધ્યમથી શરીરને ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે એટલે તેને યોગ્ય કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.

ઓછું પાણી પીવું

 

કિડનીનું કામ શરીરના ઝેરી પદાર્થોને બાહર નીકાળી લોહીને શુદ્ધ કરવાનું છે. કિડની યૂરિનના માધ્યમથી શરીરને ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે એટલે તેને યોગ્ય કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. ઓછું પાણી પીવાથી આ ઝેરી તત્વો યૂરિનની નળીમાં જમા થવા લાગે છે અને ગંભીર રોગનું કારણ બને છે. આ સિવાય ઓછું પાણી પીવાથી કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે.

 

યૂરિન રોકી રાખવાની આદત

 

કિડનીના રોગનું સૌથી મોટું કારણ યૂરિન રોકવું છે. યૂરિન લાંબા સમય સુધી રોકવાથી તમને કિડનીમાં સ્ટોન થવાની શક્યતા તો રહે જ છે. તેમજ કિડની ફેલ થઈ જવાની પણ શક્યતા થઈ શકે છે. લાંબા સમય સુધી યૂરિન રોકવાના કારણે કિડનીમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

X
ઝેરી પદાર્થ જો શરીરમાં ન રહે તો લોહી પણ સાફ રહે છે અને પાચનક્રિયા પણ યોગ્ય રીતે કામ કરે છે.ઝેરી પદાર્થ જો શરીરમાં ન રહે તો લોહી પણ સાફ રહે છે અને પાચનક્રિયા પણ યોગ્ય રીતે કામ કરે છે.
આપણાં શરીરને એક મર્યાદિત માત્રામાં મીઠાંની જરૂર હોય છે. જરૂર કરતા વધુ મીઠું ખાવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.આપણાં શરીરને એક મર્યાદિત માત્રામાં મીઠાંની જરૂર હોય છે. જરૂર કરતા વધુ મીઠું ખાવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
કિડની યૂરિનના માધ્યમથી શરીરને ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે એટલે તેને યોગ્ય કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.કિડની યૂરિનના માધ્યમથી શરીરને ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે એટલે તેને યોગ્ય કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App