તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટીમ બાથ લેતા પહેલા ભરપૂર પાણી પીવો અને પહેરો લાઇટ કપડાં, વજન ઘટાડવાથી લઈને સ્કિન સંબંધી સમસ્યાઓ માટે છે બેસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્કઃ આજની ફાસ્ટ લાઇફમાં શરીરમાં થાક લાગવો અને સ્કિન સરખી રીતે સાફ ન થવી સામાન્ય વાત છે. આ તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સ્ટીમ બાથ બેસ્ટ ઓપ્શન છે. આ આપણાં છિદ્રોને ખોલીને ટોક્સિન્સ બહાર કાઢે છે. બ્લડ સર્ક્યુલેશન વધારે છે, સુંદરતા વધારવામાં મદદ કરે છે.

 

સ્ટીમ બાથ લેતા પહેલા કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ જેમ કે સ્ટીમ બાથ લેતા પહેલા કંઈ ન ખાઓ, વધુ પ્રમાણમાં પાણી પીવો. સ્ટીમ બાથ પહેલા શાવર લો, લાઇટ કપડાં પહેરો અને જેટલો સમય કહેવામાં આવ્યું હોય એટલો જ સમય સ્ટીમ બાથ લો. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મયુર પટેલ જણાવી રહ્યા છે સ્ટીમ બાથ લેવાના ફાયદા વિશે.

 

- સ્ટીમ બાથ લેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે તથા શરીરને ભરપૂર ઓક્સિજન મળે છે.

 

- સ્ટીમ બાથ છિદ્રોને ખોલીને શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને બહાર કાઢે છે અને સ્કિન સોફ્સ તથા શાઇનિંગ બનાવે છે. તેમજ સ્કિનમાં થતી અનેક બીમારીઓથી બચાવ કરે છે.

 

- સ્ટીમ બાથ લેવાથી શરીરમાં જમા થયેલું ફેટ ઘટે છે. તેમજ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

 

- શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા મળે છે, વધુ તાપમાનથી શરીરમાં રહેવા બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે.

 

- શિયાળામાં સ્ટીમ બાથ લેવાથી શરદી-ઉધરસમાં પણ આરામ મળે છે.

 

- સ્કિનમાં પિંપલ્સ નથી થતા અને સ્કિનની ડ્રાયનેસ પણ ઓછી થાય છે. તેમજ સ્કિન સોફ્ટ થઈ જાય છે.

 

 

આ પણ વાંચોઃ- ઓઇલી હેરને સપ્તાહમાં 3 અને ડ્રાય હેરને 2 વખત ધોવો, ડ્રાયરના ઉપયોગમાં રાખો 10 ઇંચનું અંતર, અન્ય ટિપ્સ