ડાયાબિટીસના દર્દીઓને દાંત અને પેઢાંની તકલીફો વધુ થાય છે, બચવા આટલું કરો

ડાયાબિટીસ હોય તો દાંતની સવિશેષ કાળજી રાખવી જોઈએ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 13, 2018, 10:00 AM
Side effects of diabetes in teeth and gums

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દાંતની તકલીફ શુગરના દર્દીઓમાં સામાન્ય છે, પરંતુ ટાઇપ-1ની સરખામણીએ ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે. સાથે જ વૃદ્ધાવસ્થામાં કુદરતી રીતે પેઢાં નબળાં થઈ જાય છે. ડાયાબિટીસની અસર દાંત અને પેઢાંને થાય છે. ડાયાબિટીસના 35 ટકા દર્દીઓએ દાંત અને પેઢાંની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેઢાં અને તેની આસપાસનાં હાડકાં પર દાંતની મજબૂતીનો આધાર છે, પરંતુ શુગર લેવલ વધુ હોય તો પેઢાંમાં ચેપની શક્યતા વધી જાય છે. કારણ કે ડાયાબિટીસને કારણે પેઢાંમાં રક્તસંચાર ઘટી જાય છે.

હાઈ બ્લડ શુગરને કારણે મોં સુકાઈ જાય કે પેઢાંને લગતા રોગો થઈ શકે છે. જેને કારણે મોંમાં લાળ ઓછી બને છે, જે દાંતની મજબૂતી અને પાચનતંત્ર માટે જરૂરી છે. લા‌ળ ઓછી બનવાથી દાંતમાં બેક્ટેરિયા અને પ્લાકની સમસ્યામાં વધારો થાય છે, પરંતુ શુગરના સ્તરને અંકુશમાં રાખીને દાંતની યોગ્ય સંભાળ લેવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે.

આગળ વાંચો ડાયાબિટીસમાં દાંતના રોગોથી બચવા શું કરવું જોઈએ.

Side effects of diabetes in teeth and gums

વારંવાર મોં સુકાઈ જાય અને લાળ ન બનતી હોય તો

 

કીટાણુઓ સામે લડવા અને શ્વાસની દુર્ગંધથી બચવા માટે લા‌ળ જરૂરી છે. તેમાં રહેલ પ્રોટીન અને મિનરલ્સ દાંત પરના આવરણની રક્ષા કરે છે અને દાંત તેમજ પેઢાંના રોગથી બચાવે છે. ડાયાબિટીસને કારણે દર્દીઓમાં મોં સુકાઈ જવાને કારણે લા‌ળ ઓછી બનવા લાગે છે. તેનાથી બચવા માટે અડધાથી એક કલાક વચ્ચે પાણી પૂરતા પ્રમાણમાં પીતા રહો. સાથે જ શુગર ફ્રી કેન્ડી કે ચ્યુઇંગ ગમ ચાવી શકાય.

 

આ ભૂલો અવારનવાર થતી હોય છે

 

પેઇનકિલર :

 

કેટલીક વખત દાંતમાં પીડાની સમસ્યા હોય તો દર્દીને મેડિકલ સ્ટોરથી દવા લઈને અવગણના કરીએ છીએ. જ્યારે નાનકડો ચેપ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે દાંતની તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લેવી.

 

આહારમાં ફાઇબરની ઊણપ:

 

શુગર લેવલને અંકુશમાં રાખવા અને દાંતની સમસ્યાથી બચવા માટે આહારમાં ફાઇબર વધુ હોવું જોઈએ.

Side effects of diabetes in teeth and gums

ડાયાબિટીસને કારણે આ 2 પ્રકારની તકલીફો થઈ શકે છે

 

1 જિંજિવાઇટિસ પ્રાથમિક છે: આ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. ડાયાબિટીસને કારણે બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. જો મોંમાં છારી હોય તો પેઢાંની આસપાસ સડો થઈ શકે છે. પેઢાંમાં ખંજવાળ આવી શકે છે, જેને કારણે સોજો અને લોહી આવવા લાગે છે.

 

2 પેરિયોડોન્ટાઇટિસની ગંભીર સમસ્યા: આ જિંજિવાઇટિસનું ગંભીર સ્વરૂપ છે, જે મુલાયમ રેસા અને હાડકાંના સપોર્ટને ખતમ કરે છે. આ ઇન્ફેક્શન પેઢાંની અંદરનું આવરણ અને હડપચીને દાંતથી દૂર કરે છે, જેને કારણે દાંત પડવાની શક્યતા વધી જાય છે.

Side effects of diabetes in teeth and gums

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

 

- કેટલીક દર્દ નિવારક, બ્લડપ્રેશર, ડિપ્રેશન વગેરે માટે લેવામાં આ‌વતી દવાઓને કારણે મોં સુકાવાની ફરિયાદ રહે છે, માટે કોઈપણ દવા લીધા બાદ મોં સુકાઈ જવાની સમસ્યા થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.

 

- કેટલાક લોકો બ્રશ એક ટાઇમ કરે છે કે સરખી રીતે કરતા નથી. તેને કારણે દાંતમાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. સવારે જાગીને અને રાત્રે સૂતા પહેલાં ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટથી બ્રશ કરવું જોઈએ. કોઈ એન્ટિસેપ્ટિક માઉથવોશથી દિવસમાં એક વખત મોં સાફ કરવું જોઈએ.

 

- જે રીતે શુગર વધુ હોવાથી દાંતમાં ચેપનું જોખમ વધી જાય છે. એ જ રીતે દાંત કે શરીરના કોઈ અંગમાં થયેલું ઇન્ફેક્શન ઇન્સ્યુલિનના લેવલને વધારી દે છે.

X
Side effects of diabetes in teeth and gums
Side effects of diabetes in teeth and gums
Side effects of diabetes in teeth and gums
Side effects of diabetes in teeth and gums
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App