'તારક મહેતા'ના 'ડૉ હાથી'નું મોતઃ હાર્ટ એટેક આવે તો પાણી પીવાની ભૂલ ન કરવી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડો. હંસરાજ હાથીનો રોલ નિભાવતા એક્ટર કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે.

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 06:04 PM
Taarak Mehta Ka Ooltah Chashmah Actor Kavi Kumar Azad Dead

હેલ્થ ડેસ્કઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડો. હંસરાજ હાથીનો રોલ નિભાવતા એક્ટર કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈના મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી તેમનું નિધન થયું છે.

BLK હાર્ટ સેન્ટર, નવી દિલ્હીના સીનિયર કાર્ડિયોલોજિસ્ટ ડો. અજય કૌલનું કહેવું છે કે હાર્ટ એટેક આવવા પર જેટલા જલ્દી દર્દીને મેડિકલ હેલ્પ મળી જાય એટલું સારું રહે છે. એટલે ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ પહોંચવાના પ્રયાસ કરવા જોઈએ. જોકે, ઘણી વખત એટેક આવવા પર દર્દી એકલો હોય છે, તે સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખીને ખતરાને ઘણાંઅંશે ટાળી શકાય છે.

ડોક્ટરનો નંબર સ્પીડ ડાયલમાં સેવ કરો


જો દર્દી એકલો હોય અને હાર્ટ એટેક આવી જાય, તો તેને કોઈની મદદ નથી મળી શકતી. એવામાં જો દર્દી થોડી સમજદારી અને ધીરજથી કામ લે તો તેનો જીવ બચાવી શકાય છે. હાર્ટ પેશેન્ટ પોતાના ડોક્ટર અથવા નજીકના સંબંધીનો નંબર કાયમ સ્પીડ ડાયલમાં સેવ રાખે, જેથી ઇમરજન્સીના સમયે તરત મદદ માંગવામાં સરળતા રહે. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે, ત્યાં સુધી આ 10 વાતો પર અમલ કરીને પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે.

હાર્ટ એટેક આવવા પર આ રીતે બચી શકે છે જીવ


- જમીન પર સીધા સૂઈને આરામ કરો અને વધુ હલો નહીં.
- પગ થોડા ઊંચા રાખો. તેનાથી પગમાં બ્લડની સપ્લાય હાર્ટની તરફ થશે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે.

- ધીમે-ધીમે ઊંડા શ્વાસ લો. તેનાથી બોડીને પૂરતી ઓક્સીજન મળશે.
- તરત કપડાં ઢીલા કરી લો. તેનાથી ગભરામણ નહીં થાય.
- સોરબિટ્રેટની એક ગોળી જીભ નીચે રાખી શકો છો.

- સોરબિટ્રેટ ન હોય તો ડિસ્પ્રિનની એક ગોળી પણ ખાઇ શકો છો.
- દવાઓ સિવાય બીજું કંઈ ન ખાવું.
- વોમિટિંગ થાય તો એક તરફ ફરીને વોમિટ કરો, જેથી વોમિટ લંગ્સમાં ન ભરાય.
- પાણી અથવા કોઈ પણ ડ્રિંક પીવાની ભૂલ ન કરો. તેનાથી વોમિટ થઈ શકે છે, જેનાથી પ્રોબ્લેમ વધશે.
- તમારી આજુબાજુ રહેતા કોઈ પણ પરિચિત અથવા ડોક્ટરને ફોન કરીને ઇન્ફોર્મ કરો.

આ પણ વાંચોઃ- ખાવાનું બંધ કર્યા વિના 4 દિવસમાં જ ઘટાડો 3 કિલો વજન, આ છે ડાયટ પ્લાન

X
Taarak Mehta Ka Ooltah Chashmah Actor Kavi Kumar Azad Dead
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App