વાળ વચ્ચેથી તૂટી જાય છે અને પાતળા થઈ ગયા છે? તો એકવાર કરો આ 5 ઉપાય

વાળ નબળાં થઈ તૂટવા અને ખરવાની પ્રોબ્લેમનો અંત આવી જશે, ઘરે જ કરો આ 5 ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 04, 2018, 02:48 PM
Say No To Hair Breakage With 5 Simple Home Remedies

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણાં લોકો અને મોટાભાગની છોકરીઓ અને મહિલાઓના વાળ વચ્ચેથી તૂટી જાય છે અને પુષ્કળ ખરે છે. તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. જેમાંથી એક મોટું કારણ છે વાળમાંથી મોઈશ્ચર ખતમ થઈ જાય ત્યારે વાળ બેજાન અને નબળાં થઈને વચ્ચેથી તૂટવા લાગે છે. જેથી તમારા વાળ વચ્ચેથી ન તૂટે અને ખરવાના બંધ થઈ જાય તેના માટે આજે અમે તમને 5 બેસ્ટ ઘરેલૂ ઉપાય જણાવીશું.

આગળ વાંચો વાળ વચ્ચેથી ન તૂટે અને ખરવાના બંધ કરવાના 5 અસરદાર ઉપાયો.

Say No To Hair Breakage With 5 Simple Home Remedies

આર્ગન ઓઈલ

વાળ વચ્ચેથી તૂટવાથી બચાવવા માટે અને નેચરલ શાઈન માટે આર્ગન ઓઈલ ખૂબ જ ઉપયોગી છે. વાળને કલર કરવાથી થતાં નુકસાનને ઓછું કરવામાં પણ આ ઓઈલ બેસ્ટ છે. ઉપયોગ માટે આ ઓઈલથી સ્કેલ્પમાં 10 મિનિટ મસાજ કરો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

Say No To Hair Breakage With 5 Simple Home Remedies

કેસ્ટર (દીવેલ) ઓઈલ

આ ઓઈલ વાળને ભરપૂર પોષણ આપે છે અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેનાથી વાળ વચ્ચેથી તૂટતા નથી. ઉપયોગ માટે કેસ્ટર ઓઈલ અને નારિયેળ તેલને સમાન માત્રામાં લઈ મિક્ષ કરી સ્કેલ્પમાં મસાજ કરો. પછી 1 કલાક બાદ વાળ ધોઈ લો.

Say No To Hair Breakage With 5 Simple Home Remedies

ગ્રીન ટી

ગ્રીન ટીમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. સાથે જ તેમાં એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ પણ હોય છે. વાળને વચ્ચેથી તૂટતા બચાવવા માટે નારિયેળ તેલમાં ગ્રીન ટીનો પાઉડર મિક્ષ કરીને વાળ અને સ્કેલ્પમાં લગાવી 10 મિનિટ બાદ શેમ્પૂ કરી લો. 

Say No To Hair Breakage With 5 Simple Home Remedies

ઈંડાનો માસ્ક

વાળ માટે ઈંડુ બેસ્ટ કંડીશનર તરીકે કામ કરે છે. આ વાળને તૂટતા બચાવે છે અને સાથે જ બેમુખવાળા વાળની પ્રોબ્લેમ પણ દૂર કરે છે. તેના ઉપયોગ માટે 1 ઈંડામાં લીબુંનો રસ, મધ અને ઓલિવ ઓઈલ મિક્ષ કરીને વાળ માટે હેયર માસ્ક બનાવીને લગાવો અને 30 મિનિટ બાદ વાળ ધોઈ લો.

Say No To Hair Breakage With 5 Simple Home Remedies

લસણ

લસણમાં સલ્ફર હોય છે. જે વાળમાં કેરોટીન નામના ન્યૂટ્રિઅન્ટ્સને જાળવી રાખવામાં મદદ કરે છે. જેથી 4-5 લસણની કળીને સહેજ વાટીને નારિયેળ તેલ, ઓલિવ ઓઈલમાં પલાળીને થોડાં કલાક રાખી મૂકો પછી વાળમાં આ ઓઈલ લગાવો. 

X
Say No To Hair Breakage With 5 Simple Home Remedies
Say No To Hair Breakage With 5 Simple Home Remedies
Say No To Hair Breakage With 5 Simple Home Remedies
Say No To Hair Breakage With 5 Simple Home Remedies
Say No To Hair Breakage With 5 Simple Home Remedies
Say No To Hair Breakage With 5 Simple Home Remedies
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App