-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 12:38 PM IST
શું છે માન્યતા -
શરૂઆતમાં, સાગો સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિ છે. કારણ કે તે પામનાં છોડમાંથી બનાવવામાં આવે છે અને તેનાં મૂળનાં પલ્પમાંથી મળી આવે છે. પરંતુ બજારમાં મળતા સાબુદાણાના ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયામાં તેમાં અન્ય વસ્તુઓની ભેળસેળ થઈ જાય છે.
આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..
શું છે માન્યતા -
ફેક્ટરીઓમાં, સાબુ પામનાં મૂળના પલ્પમાંથી સાગો બનાવવા માટે, મોટા અન ખૂલ્લા ખાડાઓમાં મહિનાઓ સુધી રાખવામાં આવે છે. હવે સાબુદાણાને માંસાહારી કહેનારનાં મતે આ ખુલ્લાં ખાડામાં ઘણા જીવ-જંતુઓ પડતાં હોય છે, તેમજ આ પલ્પને સડાવવાની પ્રક્રિયામાં સફેદ માઇક્રોબ જેવાં જંતુઓ પેદા થવાનું ચાલુ થાય છે.
આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..
શું છે માન્યતા -
ત્યારબાદ આ પલ્પને તમામ સુક્ષ્મજીવો અને જંતુઓથી અલગ કર્યા વગર પગથી પીંજીને બાદમાં માવાને મશીનો દ્વારા નાંનાં દાણા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. જેથી તે માંસાહારી કહેવાય એમ કેટલાંક લોકો દ્વારા દલીલ કરવામાં આવે છે.
આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..
શું છે સત્ય -
આમ, જો તમે સારી બ્રાન્ડેડ કંપનીમાં બનેલાં સાબુદાણા ખરીદશો તો તમારે એ વાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે આ સાબુદાણા માંસાહારી તો નહિ હોય ને?
શું છે સત્ય -
સાબુદાણા એ સાગો નામનાં ઝાડનાં મૂળમાંથી બનતી સંપૂર્ણ શાકાહારી વસ્તુ છે. હાલમાં આ મૂળમાંથી સાબુદાણા બનાવવાની તામિલનાડુ સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં ફેક્ટરીઓ આવેલી છે. જ્યાં સાગોનાં મૂળની લુગદીમાંથી જ્યારે સાબુદાણા બને છે, ત્યારે આધુનિક મશીનો દ્વારા તેને સંપૂર્ણ રિફાઈન કરીને કચરો કાઢી નાંખવામાં આવે છે, ત્યાર બાદ જ તેને નાના દાણાનું સ્વરૂપ અપાય છે.માટે તે સંપૂર્ણ શુદ્ધ અને શાકાહારી જ હોય છે.
આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..