તમારી આંખો પણ થઇ જાય છે આવી, તો અપનાવો આ 10 ઉપાય

આંખો લાલ થવી એ તે દેખાય છે તેના કરતા વધારે ખતરનાક બીમારી છે

divyabhaskar.com | Updated - Feb 17, 2018, 04:26 PM
Red Eyes problem use this 10 Home Remedies

યુટિલિટી ડેસ્કઃ જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણને આપણી આંખ લાલ જોવા મળે છે. આંખો લાલ થવી એ તે દેખાય છે તેના કરતા વધારે ખતરનાક બીમારી છે. આમ થવાનું કારણ બ્લડ વેસલ્સ પર સોજો પણ હોઇ શકે છે. ઘણીવાર આંખમાં કંઇક પડ્યું હોય કે લાંબો સમય સુધી આંખોને આરામ આપવામાં ન આવ્યો હોય ત્યારે પણ આંખો લાલ થઇ જતી હોય છે. આજે અમે આ બીમારીથી છૂટકારો મેળવવા માટેની 10 હોમ રિમેડી અંગે જણાવી રહ્યાં છીએ. જેનો ઉપયોગ કરવામાંથી આંખોને ટાઢક રહેશે અને આંખોમાં જમા થયેલી લાલાશ પણ દૂર થઇ શકે છે. તો આવો આ 10 હોમ રિમેડી અંગે જાણીએ.

આ 10 ઉપાય કરવાથી લાલ આંખો થશે વ્હાઇટ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

Red Eyes problem use this 10 Home Remedies

ગુલાબ જળ

15 મિનિટ સુધી ગુલાબ જળને ફ્રીજમાં રાખ્યા બાદ ગુલાબ જળથી આંખો ધોવામાં આવે તો લાલ આંખનું ઇન્ફેક્શન ઓછું થાય છે.આ ક્રિયા દિવસમાં બેથી ત્રણ વાર કરવી જોઇએ. 

Red Eyes problem use this 10 Home Remedies

વધુ પાણી પીવું

ડિહાઇડ્રેશનના કારણે આંખો સુકી થઇ જાય છે જેના કારણે આંખોમાં લાલાશ છવાઇ જાય છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી આંખોમાં ભીનાશ ઝળવાઇ રહે છે.

Red Eyes problem use this 10 Home Remedies

મિલ્ક અને હની

મિલ્ક અને હનીમાં રહેલી એન્ટિબેક્ટેરિયલ અને સ્મૂથ પ્રોપર્ટી આંખોમાં જોવા મળતી લાલાશને દૂર કરી શકે છે. મિલ્ક અને હનીના મિશ્રણના 3 ડ્રોપ દિવસ દરિમયાન આંખમાં નાંખવા જોઇએ.

Red Eyes problem use this 10 Home Remedies

આંખોને ઠંડાપાણીથી ધોવી

આંખોમાં લાલાશ જોવા મળે તો આંખોને ઠંડાપાણીથી ધોવી જોઇએ. આમ કરવાથી આંખોને ટાઢક રહેશે અને આંખો સ્મૂથ બનશે તથા લાલાશ ઓછી થશે.

Red Eyes problem use this 10 Home Remedies

ચિલ્ડ સ્પૂન

ચાર મેટલ સ્પૂનને એક બરફના પાણી ભરેલા ગ્લાસમાં રાખો, સ્પૂન ચિલ્ડ થઇ ગયા બાદ એમાંથી કોઇ એક સ્પૂનને લઇને આંખો પર મુકો અને જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી રહેવા દો.

Red Eyes problem use this 10 Home Remedies

એલોયવિરા જ્યૂસ

એલોયવિરા જ્યૂસને ઠંડાપાણી સાથે મિક્સ કરો. એક કોટનના કપડાં વડે એ જ્યૂસને આંખો પલ લગાવો, તેનાથી સ્કિન સ્મૂથ થશે અને આંખની લાલાશ દૂર થશે.

Red Eyes problem use this 10 Home Remedies

દિવેલનું તેલ

મોટાભાગના આઇ ડ્રોપમાં દિવેલના તેલનો ઉપયોગ થાય છે. દિવેલના તેલના ટીપાંનો ડ્રોપ તરીકે ઉપયોગ કરવામાં આવે તો પણ તે આંખો માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Red Eyes problem use this 10 Home Remedies

સફરજનના રસનો વિનેગાર

સફરજનના રસમાંથી બનેલો વિનેગારમાં મેલિક એસિડ હોય છે, જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડે છે. દિવસમાં ત્રણ વખતે આ વિનેગાર અને પાણીના મિશ્રણને આંખો પર લગાવવાથી ફાયદો થશે.

Red Eyes problem use this 10 Home Remedies

બટેકા

એક બટેકું લો અને તેના નાના કટકાં કરીને તેને આંખો પણ લગાવો. આમ કરવાથી આંખોને અનેક ફાયદા થશે, આંખોની આસપાસની કાળાશ દૂર થશે અને આંખોમાંથી લાલાશ ઘટી જશે.

Red Eyes problem use this 10 Home Remedies

કોલ્ડ બ્રેડ

આ એક અનોખો ઉપાય છે. કોલ્ડ બ્રેડના કટકાંને તમારી આંખો પર મુકો તેનાથી ઇન્ફ્લામેશન, ઇચનેસ અને રેડનેસમાં ઘટાડો થશે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App