Home » Lifestyle » Health » Reasons of Constipation and kitchen remedies for Constipation

કબજિયાત થવાના 10 કારણો જાણી આ 10 ઘરેલૂ ઉપાયથી હમેશાં માટે મેળવો છૂટકારો

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 02:29 PM

કબજિયાતને દૂર કરવા પહેલાં તેના કારણો જાણો અને દવાઓ નહીં પણ ઘરેલૂ ઉપચાર અપનાવો

 • Reasons of Constipation and kitchen remedies for Constipation
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને અને હળવાશ અનુભવો છો. જો કે, આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જે ક્યારેક ભોજનની ખોટી આદતોને કારણે પણ થાય છે. કબજીયાતના કારણે તમે ઓફિસની જરૂરી મિટિંગ પણ મિસ કરી શકો છો. આથી આજે અમે તમને કબજીયાત થવાના કારણો, અને તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ. જેનાથી ગમે તેવી કબજીયાત હોય તમને ચોક્કસથી રાહત મળશે અને આ માટેની સામગ્રી તમને તમારા રસોડામાં જ સરળતાથી મળી રહેશે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કબજિયાત થવાના કારણો શું છે.

  કબજીયાત થવાના કારણો-

  1. ભોજનમાં ફાયબરનો અભાવ

  2. શરીરમાં પાણીની અછત

  3. ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ન કરવી

  4. કેટલીક દવાઓનું સેવન કરવું

  5. મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર
  6. થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું

  7. કેલ્શિયમ અને પોટેશિયમની અછત

  8. ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ
  9. ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી

  10. યોગ્ય સમયે ભોજન ન લેવાથી

  કબજીયાતની સમસ્યાને કાયમી દૂર કરવા માટેની ખાસ ટિપ્સ વાંચો આગળ.

 • Reasons of Constipation and kitchen remedies for Constipation
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  અળસીના બી-
   
  અળસીના બીમાં ફાયબરની માત્રા વધારે હોય છે. આથી આ બી કબજીયાત જેવી બિમારીમાં રાહત આપે છે. સારા રિઝલ્ટ માટે અળસીના બી તમે સવારમાં કોર્નફ્લેક્સ સાથે ભેળવીને લઈ શકો છો અથવા તો એક મુઠ્ઠી અળસીના બી તમે ગરમ પાણીની સાથે સવારમાં ખાય શકો છો. ફાયબર તમારા ડાયેટમાં ચોક્કસથી હોવા જોઈએ. આનાથી તમે કબજીયાત જેવી મુશ્કેલીઓથી દૂર રહી શકો છો. અળસીના બી કબજીયાતની સાથે-સાથે ડાયાબિટિસ, હ્રદય રોગ, સ્થૂળતા અને કેન્સર જેવા ખતરા સામે પણ તમને મદદરૂપ થઈ શકે છે.

   

  અંજીર-
   
  અંજીર પાકેલું હોય કે સૂકું, જુલાબ માટે ઉત્તમ ઔષધી તરીકે કામ કરે છે કારણ કે, તેમાં ફાયબરની માત્રા વધારે હોય છે. કબજીયાતથી રાહત મેળવવા માટે એક ગ્લાસ દૂધમાં 2 અંજીરના ટુકડાં ઉમેરીને તેને ઉકાળો અને આ દૂધને રાતે સૂતા પહેલા પી લો. એ વાતનું ધ્યાન રાખવું કે, દૂધ ગરમ જ પીવું. અંજીરનું સેવન મેડિકલ શોપમાં મળનારી કબજીયાત દૂર કરવાના સીરપ કરતા વધારે અસરદાર હોય છે. જેથી તમે આ આડઅસર વિનાના નેચરલ ઉપાય વડે ફાયબર મેળવી શકો છો અને ફાયબરની મદદથી તમને કબજિયાતની સમસ્યામાં ઝડપથી રાહત મળશે. 

 • Reasons of Constipation and kitchen remedies for Constipation
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ત્રિફળા પાઉડર-
   
  ત્રિફળા પાઉડર આંબળા, હરડે અને બહેડા જેવી ઔષધિઓના ચૂર્ણમાંથી બને છે. આના સેવનથી પાચન ક્રિયા સંતુલિત રહે છે અને કબજીયાત જેવી પરેશાનીઓમાંથી રાહત મળે છે. તમે એક નાની ચમચી ત્રિફળા પાઉડરને હૂંફાળા પાણીમાં ભેળવીને લઈ શકો છો. આ મિશ્રણને રાતે સૂતા પહેલા અથવા તો સવારે ખાલી પેટે લેવાથી કબજીયાતમાં તરત જ રાહત મળે છે. આ ચૂર્ણ સપૂંર્ણ રીતે ઔષધિઓમાંથી બનેલું હોય છે, આથી તે એન્ટિબાયોટિક દવાઓ કરતા વધારે સારૂં ગણાય છે. આ સિવાય રાત્રે સૂતી વખતે એકથી દોઢ ચમચી ત્રિફળા ચૂર્ણ દૂધ સાથે લેવાથી મળ પ્રવૃત્તિ સાફ આવે છે. લાંબા સમયની સખત કબજિયાતમાં ત્રિફળા ચૂર્ણ, ત્રિફળા ક્વાથ અથવા ત્રિફળા અવલેહનું હંમેશાં સેવન કરવું જોઈએ.

   

  કિસમિસ-
   
  કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે અને તે નેચરલ જુલાબની જેમ કામ કરે છે. મુઠ્ઠી ભરીને કિસમિસ રાતે પાણીમાં પલાળીને રાખી દો. અને સવારે તેને ખાલી પેટે ખાઈ લો. ગર્ભવતી સ્ત્રીઓમાં થનારી કબજીયાત માટે આ કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગરની દવા છે. કિસમિસ એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. આથી તે કોઈ પણ પ્રકારની એનર્જી ડ્રિંક્સ કરતા વધારે સારૂં ગણાય છે.

 • Reasons of Constipation and kitchen remedies for Constipation
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  જામફળ-
   

  જામફળના ગર અને બીજમાં સારી માત્રામાં ફાયબર હોય છે. આના સેવનથી ભોજન ઝડપથી પચી જાય છે. અને એસિડિટીથી રાહત મળે છે. સાથે જ પેટ પણ સાફ થઈ જાય છે. જામફળ પેટની સાથે-સાથે શરીરની ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. જેનાથી રોગો સામે પ્રતિકાર કરવાની ક્ષમતા વધે છે.

   

  લીંબુનો રસ-
   
  હંમેશા વૈદ્યો કબજીયાતથી તરત રાહત મેળવવા માટે લીંબુના રસનું સેવન કરવાની સલાહ આપે છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ અને મીઠું મેળવીને સવારે ખાલી પેટે પી જવુ. આનાથી આંતરડામાં રહેલાં ખરાબ તત્વો શરીરમાંથી બહાર નિકળી જાય છે. આના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક નાની ચમચી લીંબુનો રસ મેળવી લો. અને એક ચપટી ભરીને મીઠું ભેળવીને તેને જ્યૂસની જેમ સવારે બ્રશ કર્યા વગર પી જાઓ. આનાથી શરીરમાં રહેલાં ટોક્સિન પણ બહાર નીકળી જશે.

 • Reasons of Constipation and kitchen remedies for Constipation
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દીવેલ-
   
  એરંડિયાનાં તેલને સદીઓથી કબજીયાતથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કબજીયાત ખતમ કરવાની સાથે જ તે પેટના કૃમિને પણ નષ્ટ કરે છે. ખાલી એરંડિયાનું તેલ તમે રાતે સૂતા પહેલા દૂધમાં એક ચમચી ભેળવીને પી જાવો. પછી જુઓ સવારે તમારું પેટ કેવું સાફ આવે છે. હા એ વાતનું ધ્યાન રાખવું કે, એક ચમચીથી વધારે માત્રામાં દીવેલનું સેવન ન કરવું. નહીં તો વધારે જુલાબ થવાની સમસ્યા થઈ શકે છે. બાળકોને પણ કેટલાક ટિપા દીવેલ નાખેલું ગરમ દૂધ રાતે આપી શકાય છે. જેથી બાળકોમાં કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. 

   

  પાલક-
   
  પાલકમાં વિટામિન Q-a Q-b Q-c અને Q સિવાય પ્રોટીન, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, થાયામિન, ફાઈબર, રાઈબોફ્લેવિન અને લોહતત્વ વગેરે  હોય છે. ખાસ કરીને પાલકમાં ફાયબરની સારી માત્રા હોય છે. જેથી પાલક પેટ સાફ કરનારા હાનિકારક ટોક્સિનને આંતરડામાંથી બહાર કરવામાં મદદ કરે છે. આથી લગભગ 100 મિલી પાલકનો જ્યૂસ બરાબર માત્રામાં પાણી સાથે ભેળવીને દિવસમાં બે વાર પીવું જોઈએ. આ એક ઘરેલૂં ઉપાય ગમે તેવી જૂની કબજીયાતને પણ દૂર કરી શકે છે.

 • Reasons of Constipation and kitchen remedies for Constipation
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નારંગી-
   
  નારંગી માત્ર વિટામિન સીનું મુખ્ય સ્ત્રોત જ છે, એવું નથી પરંતુ તેમાં ફાયબર પણ ભરપૂર માત્રામાં હોય છે. રોજ સવારે અને સાંજે એક-એક નારંગી ખાવાથી અથવા તો સાંજે એક ગ્લાસ તેનું જ્યૂસ પીવાથી સવારે પેટ એકદમ સાફ આવે છે અને કબજીયાત જેવી બિમારીમાં રાહત મળતી હોય છે.

   

  બીજનું મિશ્રણ-
   
  બેથી ત્રણ સૂરજમુખીના બીજ, અળસીના બીજ, અથવા તો તલ અને બદામની કતરણ સાથે ભેળવીને પાવડર બનાવી લો. ત્યાર બાદ એક અઠવાડિયા સુધી રોજ એક મોટી ચમચી આ મિશ્રણને ખાઓ. આ મિશ્રણ માત્ર કબજીયાતની બિમારીને જ દૂર નથી કરતું, પરંતુ આંતરડાંને પણ સાફ રાખે છે. 
   
  કબજીયાત દૂર કરવા માટે પોતાની ડાયેટમાં તમે સુધારા કરી શકો છો એના વિશે આગળ વાંચો.

 • Reasons of Constipation and kitchen remedies for Constipation

  કબજીયાતના રોગને દૂર કરવા માટેની ડાયેટ ટિપ્સ-
   
  કબજીયાતની બિમારી હંમેશા માટે દૂર કરવા માટે તમારે તમારા ડાયેટમાં કેટલાક બદલાવ કરવાની જરૂર હોય છે. કેટલીક જૂની આદતો છોડીને નવી આદતો તમારા રોજિંદા જીવનમાં અનુસરો, જેમ કે-
   
  -મેંદો, વ્હાઈટ શુગર અને બીજા પ્રોસેસ્ડ ફૂડને પોતાના ડાયેટમાંથી દૂર કરો.
   
  -રાતના સમયે હળવું ભોજન જ કરો અને એક વાત હંમેશા ધ્યાન રાખો નિયમિત ભોજન કરવું. ભોજન અને સૂવાની વચ્ચે 3 થી 4 કલાકનો ગેપ રાખો. નિયમિત રૂપથી ભોજન કરવાથી કબજીયાત દૂર રહે છે. સાથે જ શરીરનું મેટાબોલિઝ્મ પણ વધે છે.
   
  -પોતાના ડાયેટમાં શાકભાજી અને ફળોને ચોક્કસથી સામેલ કરો.
   
  -મસાલાઓમાં જીરૂં, હળદર અને અજમાને તમારા ભોજનમાં ચોક્કસથી સામેલ કરો. આ વસ્તુઓનો ઉપયોગ વઘારમાં અથવા તો ચટણી બનાવવામાં ચોક્કસથી કરી શકો છો. આનાથી શરીરની પાચન ક્રિયા સુધરે છે.
   
  -રોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી ચોક્કસથી પીવો. ધ્યાન રાખો, રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ગરમ પાણી ચોક્કસથી પીવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ