Divya Bhaskar

Home » Lifestyle » Health » પગ હલાવવા મેગ્નેશિયમની ઉણપ | Magnesium deficiency causes restless leg syndrome

બેસીને સતત પગ હલાવ્યા કરો છો ? જાણો તેનું કારણ

Divyabhaskar.com | Updated - May 24, 2018, 04:30 PM

સતત બેસીને પગ હલાવવા પાછળ છુપાઇ હોઇ શકે છે બીમારી

  • પગ હલાવવા મેગ્નેશિયમની ઉણપ | Magnesium deficiency causes restless leg syndrome
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્કઃ બેઠા છો અને જો તમને પગ હલાવાવાની આદત છે તો બની શકે છે કે તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય. આને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ (આરએલએસ) કહે છે. મેગ્નેશિયમ શરીરની નળીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. તેનાથી નસો, સ્નાયુઓને પણ બળ મળે છે. મેગ્નેશિયમથી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. RLSની સમસ્યામાં મેગ્નેશિયમનો વૈકલ્પિક દવાના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

    એવા ઘણા ફૂડ્સ છે જે મેગ્નેશિયમથી ભરપૂર છે. દરેક વ્યક્તિએ 270 મિલિગ્રામ સુધીનું મેગ્નેશિયમ લેવું જોઇએ. ત્રણ વર્ષ સુધીના બાળકોએ 80 મિલિગ્રામ, 8 વર્ષ સુધીના બાળકે 130 મિલિગ્રામ અને 13 વર્ષ સુધીના બાળકે 250 મિલિગ્રામ મેગ્નેશિયમ લેવું જોઇએ.

    આગળ જાણો મેગ્નેશિયમ કેવી રીતે મળશે

  • પગ હલાવવા મેગ્નેશિયમની ઉણપ | Magnesium deficiency causes restless leg syndrome
    એવોકેડો

    કેટલું મેગ્નેશિયમ મળે


    30 ગ્રામમાં બદામમાંથી 80 મિગ્રા
     બે ચમચી સીંગદાણામાં 49 મિગ્રા 
    ઘઉંના પ્રતિ કપમાંથી 160 મિગ્રા 
    30 ગ્રામમાં કાજૂમાંથી 74 મિગ્રા  
    એક કપ ટોફૂમાંથી 37 મિગ્રા 
    એક કપ ક્વિનોઆમાંથી 118 મિગ્રા 
    એક કપ કાળી ચોળીમાંથી 60 મિગ્રા 
    બે કેળામાંથી 27 મિગ્રા 
    એવોકેડોના 100 ગ્રામમાંથી 29 મિગ્રા 
    પાલક અને અન્ય લીલી શાકભાજીના  એક કપ બાફેલાં શાકમાં 157 મિગ્રા 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending