Home » Lifestyle » Health » આ ડાયટ પ્લાન અને વર્કઆઉટ ફોલો કરી ફેટમાંથી ફિટ થયો બોબી દેઓલ । Bobby Deol Did Make Over His Look For Race 3

રેસ 3 માટે બોબી દેઓલે ફોલો કરેલો વર્કઆઉટ અને ડાયટ પ્લાન

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 09:30 PM

આ ડાયટ પ્લાન અને વર્કઆઉટ ફોલો કરી ફેટમાંથી ફિટ થયો બોબી દેઓલ

 • આ ડાયટ પ્લાન અને વર્કઆઉટ ફોલો કરી ફેટમાંથી ફિટ થયો બોબી દેઓલ । Bobby Deol Did Make Over His Look For Race 3

  હેલ્થ ડેસ્કઃ રેસ 3થી બોલિવૂડ એક્ટર બોબી દેઓલ બીજી ઈનિંગની શરૂઆત કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે ખૂબ મહેનત કરી છે. એક્ટિંગથી લઈને બોડી સુધી તેમાં ગજબનું ટ્રાંસફોર્મેશન જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા તેણે પોતાની એક તસવીર શેર કરી હતી જેમાં તે બોડીની કમાલ બતાવી રહ્યો છે. તેણે આ બોડીનું ક્રેડિટ સલમાન ખાનને આપ્યું છે. સલમાને જ તેને ફિટનેસ માટે અવેર કર્યો હતો. તેણે ખૂબ મહેનત કરીને પોતાની બોડીને આવો લુક આપ્યો છે. ચાલો જાણીએ રેસ 3 માટે તેનું વર્કઆઉટ અને ડાયટ પ્લાન કેવો હતો.

  પહેલી વખત ગયો જિમ

  બિગબોસ 11ની લાસ્ટ નાઇટમાં સલમાન ખાને રેસ 3ની સ્ટારકાસ્ટને બોલાવી હતી. અહીં બોબી દેઓલે એક ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તે ફિટનેસને લઈને જરાય અવેર ન હતો. રેસ 3 માટે તેણે પહેલી વખત જિમ જવાનું શરૂ કર્યું. સલમાને પણ આ વાતને સાચી જણાવતા કહ્યું કે ધર્મેન્દ્ર અને સની દેઓલ સારી ફિઝિક માટે જાણીતા છે, પરંતુ બોબીએ લાઇફમાં ક્યારેય વર્કઆઉટ નથી કર્યું.

  ત્રણ વીકમાં શેપમાં આવી બોડી

  બોબીએ જણાવ્યું કે જિમ ગયા પછી તેની બોડી 3 વીકમાં જ શેપમાં આવી ગઈ હતી, પરંતુ આ પ્રકારની પરફેક્ટ બોડી માટે 2 મહિના કરતા પણ વધુ સમય લાગ્યો.

  આવો હતો વર્કઆઉટ

  - મીડિયા રિપોર્ટ્સ મુજબ બોબી દેઓલને જિમ જવું પસંદ નથી, પરંતુ રેસ 3 માટે તે જિમ જઈને કલાકો પરસેવો પાડતો હતો.

  - તેના માટે તેણે સ્ટ્રેન્થ ટ્રેનિંગની સાથે જ ફંક્શન ફિટનેસ એક્સરસાઇઝ બંને પર ધ્યાન આપ્યું હતું.

  - તે વેટ ટ્રેનિંગની સાથે જ ફુલ બોડી એક્સરસાઇઝ કરતો હતો.

  - 15 મિનિટ કાર્ડિયો એક્સરસાઇઝમાં તે જોગિંગ, સાઇક્લિંગ અને રનિંગ કરતો હતો.

  - એબડોમિનલ મસલ્સને ટોન કરવા માટે તે સ્ટમક ક્રન્ચેસ લગાવતો હતો.

  - બોબીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે મસલ્સ બનાવવા માટે તે સપ્લિમેન્ટ્સનો સહારો જરાય નથી લેતો. તે ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી જ ન્યૂટ્રિશન લેવામાં વિશ્વાસ કરે છે.

  - જ્યારે તે જિમ નથી જતો ત્યારે બાસ્કેટબોલ રમે છે.

  આવો હતો ડાયટ પ્લાન

  બ્રેકફાસ્ટ - સવારે ઊઠીને તે ખૂબ પાણી પીવે છે. તેના પછી ઇંડાનો સફેદ ભાગ અને બ્રાઉન બ્રેડ ખાતો હતો.

  લંચ - ગ્રિલ્ડ ચિકન અને ફિશ, ચિકન સેન્ડવિચ, સલાડ, ફ્રૂટ્સ, ઓટમીલ અને શાકભાજી લેતો હતો.

  સ્નેક્સ - વચ્ચે ભૂખ લાગવા પર તે સ્વીટ પોટેટો અને ઇંડાનો વ્હાઇટ ભાગનો આમેલટ ખાતો હતો.

  ડિનર - ડિનરમાં બ્રાઉન રાઇસ, સલાડ, કોર્ન, ગ્રીન બીન્સ અને કેપ્સિકમ ખાતો હતો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ