ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» લો-કેલેરી અને ફાઇબરથી ભરપૂર ભીંડા વજન ઘટાડવામાં પણ છે અસરકારક । Health Benefits of Lady Finger

  વજન ઘટાડવું હોય કે ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય, અસરકારક છે ભીંડા

  Divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 07:23 PM IST

  જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ભીંડા ખાવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • વજન ઘટાડવું હોય કે ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય, અસરકારક છે ભીંડા
   વજન ઘટાડવું હોય કે ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય, અસરકારક છે ભીંડા

   હેલ્થ ડેસ્કઃ જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ભીંડા ખાવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ મુજબ ભીંડા ડાયાબિટીસ અને મેદસ્વિતા જેવી બીમારીઓને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં ભીંડો એક લો કેલેરી અને ફાઇબરથી ભરપૂર શાક છે, જે વજન ઘટાડવામાં અને ડાયાબિટીસ ખતમ કરવામાં મદદ કરે છે.

   5 પોઇન્ટ્સઃ શા માટે ડાયટમાં સામેલ કરવા જોઈએ ભીંડા

   - ડાયાબિટીસના દર્દીઓને થતા સ્ટ્રેસના કારણે શરીરમાં શુગર લેવલ વધે છે. ભીંડા ખાવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. તેમાં રહેલું યૂગેનોલ ફાઇબર લોહીમાં રહેલા શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ શુગર વધવાની પ્રક્રિયાને ધીમી કરી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.

   - ભીંડામાં રહેલું આયર્ન તત્વ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે લોહીમાં હીમોગ્લોબિનનું નિર્માણ કરે છે. ભીંડા કબજિયાતની સમસ્યાને પણ દૂર રાખે છે. ભીંડા ડાયટરી ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સોલ્યૂબલ ફાઇબર (જે સરળતાથી ઓગળી જાય) શરીરમાં રહેલા પાણીમાં ઓગળી જાય છે, જેનાથી પાચન ક્રિયા યોગ્ય રીતે કામ કરે છે.

   - કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ભીંડા ફાયદાકારક હોય છે. તેમાં રહેલું પેક્ટિન હાઇ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘણાઅંશે ઓછો થઈ જાય છે.

   - વાળમાં ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે ભીંડા ઉપયોગી છે. ભીંડાના નાના-નાના ટુકડા કરી તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળ ધોવાથી ડેન્ડ્રફની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે અને વાળ લાંબા સમય સુધી કાળા, ભરાવદાર, મજબૂત અને હેલ્ધી બન્યાં રહે છે.

   - તેમાં વિટામિન C હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શરીરને શરદી, ઉધરસ અને તાવ જેવા રોગોથી બચાવે છે. વિટામિન Cની સાથે જ તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નીજ જેવા અનેક પૌષ્ટિક તત્વો રહેલા હોવાના કારણે આ ખૂબ પૌષ્ટિક છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લો-કેલેરી અને ફાઇબરથી ભરપૂર ભીંડા વજન ઘટાડવામાં પણ છે અસરકારક । Health Benefits of Lady Finger
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `