ઘરે જ બનાવી શકો છો એપલ સાઇડર વિનેગર, વજન ઘટાડવાથી લોહી પાતળું કરવા સુધી છે અનેક ફાયદા

એક્સપર્ટના મુજબ એપલ સાઇડર વિનેગરને અનેક રોગોમાંથી આરામ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે.

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 09:40 PM
Benefits Of Apple Cider Vinegar And How To Make Apple Cider Vinegar

હેલ્થ ડેસ્કઃ મોટાભાગના લોકો કન્ફ્યૂઝ રહેતા હોય છે કે એપલ સાઇડર વિનેગર અને એપલ જ્યૂસમાંથી વધુ ફાયદાકાર શું છે? એક્સપર્ટના મુજબ એપલ સાઇડર વિનેગરને અનેક રોગોમાંથી આરામ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેને ઘર પર સરળતાથી બનાવી શકાય છે. ડાયાટિશિયન સુરભિ પારીખ પાસે જાણો તેના ફાયદા.

આ રીતે બનાવો ઘરે

- એક પહોળા મોવાળી કાચની જાર લો, તેમાં એપલના નાના-નાના ટુકડા સમારીને નાખી દો.
- ચેક કરી લો જો એપલની છાલ પર મીણની લેયર ન હોય તો છાલ સહિત જ સમારીને નાખી શકો છો નહીં તો છાલ કાઢીને નાખો.
- ટુકડાને જારમાં નાખો. ઉપરથી થોડી ખાંડ નાખો. હવે જારમાં પાણી નાખો. ધ્યાન રાખો તેને ઉપર સુધી ન ભરો.
- તેમાં એપલ વિનેગર બેક્ટેરિયા નાખો, આ માર્કેટમાં ઉપલબ્ધ છે. હવે તેને લાકડાની ચમચીથી મિક્સ કરો.
- ધ્યાન રાખો કે તેને 360 ડિગ્રી નથી ચલાવવાનું. મિક્સ કરવા માટે ઉપરથી નીચે સફરજનના ટુકડાને ધક્કો મારતા મિક્સ કરો.
- જાર પર સૂતરાઉ કપડું બાંધીને અંધારામાં રાખી દો. આશરે 3 મહિના લાગશે તેને તૈયાર થવામાં. દર 7 દિવસના અંતર પર તેને ચમચીથી મિક્સ કરો.
- 3 મહિના પછી આ તૈયાર થવા પર સહેજ પીળું દેખાશે. તેને ગાળીને ઉપયોગ કરી શકો છો.

આ રીતે કરો ઉપયોગ

વાળમાં ઇન્ફેક્શન હોય તો


જો માથામાં ફંગલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. પા કપ પાણીમાં 2 ચમચી એપલ સાઇડર વિનેગરને મિક્સ કરો. શેમ્પૂ કર્યા પછી તેને સ્કાલ્પ પર લગાવો. માથાને ટોવેલથી કવર કરો અને 20 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો. વાળમાં ચમકની સાથે પીએચ લેવલ પણ મેન્ટેન થશે.

પિંપલ્સ અને ડાઘને દૂર કરે છે
જો ચહેરા પર ડાઘ, પિંપલ્સની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. તેને રૂની મદદથી પ્રભાવિત એરિયામાં લગાવો. 10 મિનિટ પછી ધોઇ લો. તેને દિવસમાં 2 વખત ઉપયોગ કરો.

વજન ઘટાડે છે
જો વજન વધી રહ્યું હોય તો તેને ડેલી રૂટિનમાં સામેલ કરો. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગરને જમ્યાં પછી 45 મિનિટ પછી પીવો. તેનાથી વજન ઓછું થવાની સાથે જ મેટાબોલિઝ્મ તેજ થાય છે. સાથે જ આ બ્લડ શુગર લેવલ અને ભૂખ બંનેને કંટ્રોલમાં રાખે છે.

બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી લોહી પાતળું કરે છે
અનેક શોધમાં પણ સામે આવ્યું છે કે આ શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડના લેવલને ઓછું કરે છે. સાથે જ લોહીને પણ પાતળું કરે છે. જેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો થાય છે.

આ વાતો ધ્યાન રાખો
- ક્યારેય પણ તેને વધુ માત્રામાં ન લો નહીં તો આ નુકસાન પહોંચાડી શકે છે.
- જો વિનેગર તૈયાર કરી રહ્યા છો તો કાંચના જાર અને લાકડાની ચમચીનો જ ઉપયોગ કરો.
- પાણીને મિક્સ કરવાની રીત યાદ રાખો નહીં તો ફર્મેંટેશન સરખી રીતે નહીં થાય.
- જાર એવી જગ્યાએ જરાય ન રાખો જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય.

આ પણ વાંચોઃ 'તારક મહેતા'ના 'ડૉ હાથી'નું મોતઃ હાર્ટ એટેક આવ્યો હોય તેવું લાગે તો પાણી પીવાની ભૂલ ન કરવી, જીભ નીચે સોરબિટ્રેટની એક ગોળી રાખવી

X
Benefits Of Apple Cider Vinegar And How To Make Apple Cider Vinegar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App