MRI ટેસ્ટ કરાવવા જાવ છો? તો જાણી લો કઈ બાબતોનું રાખવું ધ્યાન

કોઈ વ્યક્તિ બીમાર હોય પણ તેના રોગની ઓળખ ન થઈ શકતી હોય, એવી સ્થિતિમાં તેને એમઆરઆઈ કરાવવાની સલાહ આપવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 01:04 PM
How to prepare for a Magnetic Resonance Imaging, MRI

યૂટિલિટી ડેસ્કઃ હાલમાં જ મુંબઈમાં એક હોસ્પિટલના એમઆરઆઈ રૂમમાં લિક્વિડ ઓક્સીજન સિલેન્ડરની સાથે પહોંચેલા વ્યક્તિ રાજેશ મારુની મૃત્યુ થઈ ગઈ કારણ કે એમઆરઆઈ મશીને તેને સિલેન્ડર સહિત ખેંચી લીધો અને સિલેન્ડરમાંથી લીક થતી ગેસ તેના શ્વાસ નળીમાં જતી રહી. આ પહેલા પણ એમઆરઆઈ મશીનમાં તપાસ કરાવા ગયા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. એવામાં તમારે એ જાણવું જરૂરી છે કે એમઆરઆઈ કરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કોઈ પ્રકારના અકસ્માતને અટકાવી શકાય.

શું છે એમઆરઆઈ?

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય પણ તેના રોગની ઓળખ ન થઈ શકતી હોય, એવી સ્થિતિમાં તેને એમઆરઆઈ કરાવવાની સલાહ આપવામાં આવે છે. એમઆરઆઈ એટલે મેગ્નેટિક રિસોનેન્સ ઈમેજિંગ. આ એક આધુનિક ઈમેજિંગ ટેસ્ટ છે, જેમાં મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ શરીરના કોઈ પણ ભાગની ઈમેજ લેવા માટે કરવામાં આવે છે. એમઆરઆઈમાં વ્યક્તિને ઈલેક્ટ્રો મેગ્નેટિક દ્વારા તૈયાર કરાયેલા મેગ્નેટ ક્ષેત્ર પર સૂવાનું હોય છે. તેના પછી કમ્પ્યૂટર સ્ક્રીન પર ઈમેજ તૈયાર થાય છે. તેમાં સામાન્ય રીતે 30થી 40 મિનિટ લાગે છે. એમઆરઆઈમાં વ્યક્તિને ક્લાસ્ટોફોબિયાથી પસાર થવું પડી શકે છે. કારણ કે તેમાં લાંબા સમય સુધી શક્તિશાળી મેગ્નેટની સુરંગમાં રહેવું પડે છે.

આગળ વાંચો, એમઆરઆઈ કરાવતી વખતે શું ધ્યાનમાં રાખવું...

How to prepare for a Magnetic Resonance Imaging, MRI

સમય પહેલા પહોંચો

 

તમારે નક્કી થયેલા સમય પહેલા પહોંચવાનું છે, જેથી તમે ડોક્ટર સાથે વાત કરી શકો. તમારી પરેશાનીઓ, બીમારીઓ, ડર અથવા દવાઓ વિશે ડોક્ટર સાથે વાત કરી શકો.

 

ધાતુની વસ્તુઓ ન લઈને જાવ

 

એમઆરઆઈ દરમિયાન 2 લોકોનું મોત થયું છે જેનું કારણ ધાતુ જ બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં એમઆરઆઈ મશીનથી ધાતુની વસ્તુઓ ચોંટી જાય છે. એવામાં તમારે કોઈ પણ ધાતુની વસ્તુઓ જેમ કે તમામ પ્રકારની જ્વેલરી, મોબાઇલ, આઇ ગ્લાસેસ, હેરપિન, વોચ, હિયરિંગ એડ, વિગ, અંડરવાયર બ્રા, બ્રેસેસ અથવા કોઈ પણ એવી વસ્તુ જે તમે આર્ટિફિશિયલી લગાવી હોય લઈને ન જવી. ત્યાં સુધી કે મેટલ ઈમ્પ્લાન્ટ વિશે પણ ડોક્ટરને જણાવો.

 

મેડિકલ હિસ્ટ્રી વિશે જણાવો

 

એમઆરઆઈ કરાવતા પહેલા તમારી પાસે કેટલાક પેપર વર્ક પણ કરાવવામાં આવે છે, જેમાં ડોક્ટર તમારું નામ અને ઉંમરના સિવાય તમારેથી મેડિકલ હિસ્ટ્રી અને દવાઓ વિશે પૂછે છે. આ ડોક્યૂમેન્ટ્સને સરખી રીતે વાંચીને જવાબ આપવો જોઈએ. જો તમને કંઈ સમજમાં ન આવે તો ડોક્ટરને પૂછી લો.

How to prepare for a Magnetic Resonance Imaging, MRI

ડોક્ટરના સૂચનોનું પાલન કરો

 

જ્યારે પેપરવર્ક કમ્પ્લીટ થઈ જાય તો ડોક્ટર ડ્રેસ ચેન્જ કરાવવાથી લઈને એમઆરઆઈ મશીનના સમય અને અન્ય વસ્તુઓ વિશે જણાવે છે. તમારે ધ્યાનથી ડોક્ટરના તમામ સૂચનોનું પાલન કરવું જોઈએ.

 

પ્રેગ્નેન્સી વિશે જણાવો

 

જો તમે પ્રેગ્નેન્ટ છો તો એમઆરઆઈ પહેલા ડોક્ટરને જરૂર જણાવો. એટલું જ નહીં, ગર્ભવતી થવા પર એમઆરઆઈ કરાવતી વ્યક્તિની સાથે પણ અંદર ન જવું. એવી જ રીતે કિડની પ્રોબ્લેમ, ડાયબિટીસની હિસ્ટ્રી અને આયોડીનથી થતી એલર્જી વિશે પણ ચોક્કસથી જણાવો.

 

એમઆરઆઈ મશીન

 

એમઆરઆઈ એક મોટી ટ્યૂબ હોય છે જેના સેન્ટરમાં મોટુ હોલ હોય છે. વ્યક્તિને એક મૂવિંગ ટેબલ પર સૂવડાવવામાં આવે છે જે ટ્યૂબની અંદર સરળતાથી સ્લાઇડ કરી શકે. બીજા રૂમમાં ટેક્નોલોજિસ્ટ તમને મોનિટર કરે છે. મેગ્નેટિક ફીલ્ડ અને રેડિયો વેવ્સ તમારા શરીરની અંદરની રીડિંગ મોનિટર પર દર્શાવે છે. એમઆરઆઈ સામાન્ય રીતે બ્રેન ટ્યૂમર, જૂની સ્થિતિઓ અને અન્ય અસમાનતાઓ જેવી વસ્તુઓ વિશે જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં દુઃખાવો નથી થતો. એમઆરઆઈ મશીન પ્રક્રિયા દરમિયાન ખૂબ અવાજ થાય છે એટલે દર્દીની સાથે આવેલા લોકોને અંદર ન આવવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ દર્દીને ઈયરપ્લગ લાવવાની સલાહ આપવામાં આવે છે. એમઆરઆઈ આશરે 1 કલાક સુધી થાય છે. કેટલીક સ્થિતિમાં આ સમયમાં વધારો કે ઘટાડો પણ થઈ શકે છે.

X
How to prepare for a Magnetic Resonance Imaging, MRI
How to prepare for a Magnetic Resonance Imaging, MRI
How to prepare for a Magnetic Resonance Imaging, MRI
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App