દાંતનો સડો, પેઢાંના રોગ તમને ન થાય તે માટે ધ્યાનમાં રાખજો આટલી બાબતો

દાંતનો સડો, પેઢાંના રોગથી બચવા આવી સાવધાની રાખજો, નહીં તો થશે દાંતના રોગો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 04:19 PM
Precautions for tooth decay and gum disease


હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વ્યક્તિને પ્રભાવિત કરવા માટે સારું વ્યક્તિત્વ જોઇએ અને સારા વ્યક્તિત્વ માટે સારાં, સફેદ, ચમકતાં અને અકબંધ દાંત જોઇએ. આપને જાણ હશે કે આપણું મોં એ આરોગ્યનું દ્વાર છે અને દાંત એ દ્વાર પરનાં રક્ષકની ભૂમિકા ભજવે છે, તેથી જ એની સંભાળ અને નિયમિત સારવાર ખૂબ જરૂરી છે, તેના વિશે ડૉ. દર્શિની વિક્રમ શાહ (ડાયરેક્ટર શેલ્બી હોસ્પિટલ, કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ્રી અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજી)એ નીચે મુજબ ની માહિતી આપી છે.


દાંતનાં સામાન્ય રોગો:-


દાંતનો સડો:-

આપણે જે ખોરાક ખાઈએ છીએ તે બે દાંતની વચ્ચે અને દાંતના પોલાણમાં ભરાઈ જાય છે અને જો તેને અમુક સમય સુધીમાં દુર ન કરીએ તો તેમાં સડો થાય છે, જે મોટું સ્વરૂપ લઈને પૂરા દાંત તથા મૂળિયાને અસર કરે છે

દાંતના સડાથી બચવા માટે ડોક્ટરની સલાહ મુજબ દિવસમાં બે વખત બ્રશ કરવાનો આગ્રહ રાખવો તથા જ્યારે પણ ખોરાક લીધો હોય ત્યારે કોગળા કરીને દાંતમાં ભરાયેલો ખોરાક દુર કરવો જોઇએ. ખાંડ, ચોકલેટ, કોલ્ડ્રિંક્સ તથા મીઠાઈ જેવા પદાર્થો વધુ પડતા લેવાથી દાંતનો સડો વેગ પકડી શકે છે. આપણે જોયું છે કે બાળકો દાંતની પૂરતી કાળજી લઈ શકતા નથી તેના ઉપાય માટે તેમનાં દાંતના પોલાણમાં Pit and Fissure Sealantનું ફીલિંગ કરાવવું જોઇઍ જે ખુબ જ અસરકારક અને ઓછું ખર્ચાળ છે.


આગળ વાંચો મોઢાની દુર્ગંધ, પેઢાંના રોગો અને દાંત ઈમ્પ્લાન્ટ વિશે.

Precautions for tooth decay and gum disease

મોઢાની દુર્ગંધ:- 


એવુ જાણવા મળ્યું છે કે 85% વ્યક્તિમાં મોઢાની દુર્ગંધનું કારણ દાંતનો સડો અથવા દાંતના અન્ય રોગો હોય છે. સામાન્ય રીતે આપણે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે માઊથવોશનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જો કાયમ માટે આ સમસ્યા રહેતી હોય તો દાંતની તપાસ કરાવી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઇએ.
 

પેઢાંના રોગો:- 


દાંતનાં પેઢાંમાંથી નીકળતા પરૂને લોકો સાદી ભાષામાં પાયોરિયા કહે છે જેમાં સામાન્ય રીતે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે. 


(1) પેઢાં વધુ પડતા લાલ થઈ જવા 
(2) મોમાં ચીકાશ રહેવી 
(3) મોમાંથી વાસ આવવી 
(4) બ્રશ કરતા લોહી નીકળવું 


જો સમયસર પાયોરિયાની સારવાર ન કરવામાં આવે તો દાંતના હાડકાનાં મૂળ ખવાતા જાય છે અને દાંત હલવા લાગે છે અને અંતે દાંત પડી જાય છે અથવા કઢાવી નાખવા પડે છે. પેઢાંના રોગોથી બચવા સમયાંતરે દાંતની સફાઈ-સ્કેલિંગ કરાવવી જોઇએ અને જો વધુ પડતી અસર થઈ હોય તો પેઢાંની શસ્ત્રક્રિયા (ફ્લૅપ ઑપરેશન) કરાવી તેને કાબુમાં લાવી શકાય છે. 


આગળ વાંચો દાંતનું ચોકઠું તથા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે. 

Precautions for tooth decay and gum disease

દાંતનું ચોકઠું તથા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ:-

 
પડી ગયેલા દાંતની અવેજીમાં ચોકઠું બનાવવામાં આવે છે જેમાં મોટેભાગે ઍક્રેલિકના દાંત હોય છે. ચોકઠું પહરેનારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી કે, મોનો આકાર બદલાઈ જાય છે, બોલવામાં તકલીફ પડે છે, ખાવામાં તકલીફ પડે છે, દાંત કુદરતી લાગતા નથી તદઉપરાંત તેમાં અન્ય સગવડ અને સ્વચ્છતા જળવાતી નથી.


હવે દંત વિદ્યામાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સનું મહત્વ વધતું જાય છે, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ ટાઇટેનિયમ નામની ધાતુમાંથી બનાવવામાં આવે છે, ઇમ્પ્લાન્ટ ને   એકવાર બેસાડ્યા પછી તેની ઉપર કુદરતી દાંત જેવા જ ક્રાઉન બેસાડી દેવામાં આવે છે જે કુદરતી દાંત જેવું જ કામ કરે છે. ઇમ્પ્લાન્ટ કરેલા દાંત વડે ગમે તેવી કઠણ ચીજ ખાઈ શકાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઘણું ખરું એક કે બે સીટિંગમાં બેસાડી દેવામાં આવે છે 
 

દાંત ની સંભાળ અને સારવારમાં કચાસ રાખવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે માટે દાંતની દરકાર કરવી જરૂરી છે તદુપરાંત દાંતની સારવાર એવા ડેન્ટલ ક્લિનિકમાં કરાવવી જોઈએ જ્યાં સાધનો અને વપરાતી દરેક ચીજો સ્વચ્છ અને જંતુ રહિત (સ્ટરીલાઇસ) કરવામાં આવતી હોય જેથી એક દર્દીનો ચેપ બીજા દર્દી ને ન લાગે.

X
Precautions for tooth decay and gum disease
Precautions for tooth decay and gum disease
Precautions for tooth decay and gum disease
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App