મહિલાઓમાં વધતું વજન અને અનિયમિત પીરિયડ્સ બની શકે છે PCOSનું કારણ, બચવા અજમાવો તજ-મેથીના ઘરેલૂ નુસખા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 

 

હેલ્થ ડેસ્કઃ આધુનિક જીવનશૈલીના કારણે ઉત્પન્ન થતી હેલ્થ પ્રોબ્લેમ્સની સૌથી વધુ અસર મહિલાઓ પર જોવા મળે છે. મહિલાઓ વર્કિંગ હોવાના કારણે ખુદનું યોગ્ય ધ્યાન નથી રાખી શકતી. તેના કારણે યુવાવસ્થામાં જ તેમને અનેક હેલ્થ પ્રોબ્લેમ પરેશાન કરે છે. PCOS આવી જ સમસ્યાઓમાંથી એક છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મયુર પટેલ જણાવી રહ્યા PCOS વિશે.

 

શું છે PCOS અથવા PCOD?


‘પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ’, ‘પોલીસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર’ આ એક મેડિકલ કંડીશન છે, જે મહિલાઓની અંતઃસ્ત્રાવ ગ્રંથિ સાથે જોડાયેલી સમસ્યા છે. આપણાં શરીરમાં રહેલી અંતઃસ્ત્રાવ ગ્રંથિઓથી અનેક પ્રકારના હોર્મોન્સ રિલિઝ થતા હોય છે. સ્ત્રીઓના શરીરમાં મુખ્યત્વે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના 2 હોર્મોન સક્રિય હોય છે. આ સિવાય મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરો પણ આંશિક રૂપથી રિલિઝ થાય છે. ઘણી વખત આ હોર્મોન વધુ પ્રમાણમાં રિલિઝ થવા લાગે છે. તેના કારણે ઓવરીમાં એગ્સ બનવા અને તેના બહાર આવવાની પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન થાય છે. આ સ્થિતિમાં કેટલાક એગ્સ ગાંઠ જેવો રૂપ લઈ લે છે, જેની અંદર તરલ પદાર્થ ભરેલો હોય છે. આ સ્થિતિને PCOS અથવા PCOD કહેવામાં આવે છે. આ બીમારીને શરૂઆતમાં ઓળખી નથી શકાતી. લગ્ન પછી જગ્યાએ યુવતીઓ પારિવારિક જીવનની શરૂઆત નથી કરી શકતી ત્યારે ગાઇનેક ચેકઅપ કરાવ્યાં પછી તેમને આ સમસ્યાની જાણ થાય છે.

 

શું છે PCOS અથવા PCODના સંકેત?


- વજન વધવું
- અનિયમિત પીરિયડ્સ
- શરીર અને ચહેરા પર એક્સ્ટ્રા હેર ગ્રોથ
- વાળ ખરવા
- પિંપલ્સ અને ઓઇલી સ્કિનની સમસ્યા
- પેલ્વિક (પેડુ) એરિયામાં દુખાવો
- હાઇ બ્લડ પ્રેશર
- ડાયબિટીસ
- અન્ય હોર્મોન્સમાં અસંતુલન
- ડિપ્રેશન અને ચીડિયાપણું
- અનિદ્રા

 

PCOS અથવા PCOD થવા પર શું કરવું?


જો ઉપર જણાવેલા લક્ષણ દેખાય તો તરત કોઈ સારા ગાઇનેક ડોક્ટરનો સંપર્ક કરો. આ સિવાય ડાયબિટીસ તથા થાઇરોઇડ ટેસ્ટ કરાવવા જરૂરી છે કારણ કે, જે પણ મહિલાઓ PCOS અથવા PCODથી પીડાય છે તેમનામાં ડાયબિટીસ થવાના ચાન્સિસ વધી જાય છે. હાઇ ઇન્સ્યૂલિન લેવલના કારણે ઓવરીઝ વધુ મેલ હોર્મોન બનાવવા લાગે છે અને તેના કારણે હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ તથા હાર્ટ સંબંધી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

 

PCOS અથવા PCOD દૂર કરવાના ઘરેલૂ ઉપાય

 

તજ - આ તમારા અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તજમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ, એન્ટિ-ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે ઇન્સ્યૂલિન લેવલ કંટ્રોલ કરે છે. એક ટીસ્પૂન તજનો પાઉડર ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. તમે ઈચ્છો તો તેને તમારા ઓટમીલ અથવા દહીં કે ચામાં પણ મિક્સ કરીને લઈ શકો છો. આ પાઉડરનું સેવન રોજ કરો જ્યાં સુધી તમને રિઝલ્ટ ન મળે.

 

અળસી - આ શરીરમાં મેલ હોર્મોનનું લેવલ ઘટાડવાની સાથે જ કોલેસ્ટ્રોલ, બીપી ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેમજ હાર્ટ ડિસીઝને થતા અટકાવે છે. રોજ 1થી 2 ટેબલસ્પૂન વાટેલી અળસીને પાણીમાં મિક્સ કરીને પીવો.

 

મેથી - આ હોર્મોન્સને સંતુલિત કરવા તથા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે સાથે જ વજન ઘટાડવા માટે પણ કારગર હોય છે. 3 ટીસ્પૂન મેથીના દાણાને પાણીમાં 7થી 8 કલાક પલાળી લો. પછી સવારે ખાલી પેટ એક ટીસ્પૂન પલાળેલી મેથીને મધની સાથે ખાઓ. આવી જ રીતે એક-એક ટીસ્પૂન લંચ તથા ડિનરના 10 મિનિટ પહેલા ખાઓ.

 

એપલ સાઇડર વિનેગર - આ PCOS અથવા PCODની સમસ્યામાં ખૂબ અસરકારક હોય છે કારણ કે આ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, જેનાથી ઇન્સ્યૂલિન ઓછું બને છે અને હોર્મોનલ ઇમબેલેન્સ નથી થતું. આ સિવાય વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. 2 ટીસ્પૂન એપલ સાઇડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સવારે ખાવી પેટ તથા લંચ અને ડિનર પહેલા પીવો.

 

કોઈ પણ નુસખો અજમાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

 

આ પણ વાંચોઃ- ઓઇલી સ્કિનને કારણે પણ ચહેરા પર પડી શકે છે છિદ્રો, એલોવેરા મસાજ અને ઓટ્સ ફેસપેકથી સ્કિન બનશે ક્લિન એન્ડ ક્લીયર