Home » Lifestyle » Health » One best home remedy for quick weight loss

માત્ર આ 1 નુસખો 15 દિવસમાં પેટની ચરબી ઓછી કરી શકે છે, ટ્રાય કરશો તો માનશો

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 11:49 AM

રોજ ખાલી પેટ આ 1 ઉપાય કરો, દડા જેવું ફૂલેલું પેટ પણ બની જશે સપાટ

  • One best home remedy for quick weight loss
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અત્યારે મોટાભાગના લોકો મેદસ્વિતા અને પેટ ફૂલવાની પ્રોબ્લેમથી પરેશાન છે. જેનાથી છૂટકારો મેળવવા લોકો બધું કરવા તૈયાર થઈ જાય છે. મેદસ્વિતા ન માત્ર તમારા શરીરનો શેપ બગાડે છે અને સાથે જ અનેક રોગો પણ નોતરે છે. તો આ સમસ્યાથી બચવા યોગ અને એક્સરસાઈઝની સાથે અહીં જણાવેલો 1 ઉપાય તમે શરૂ કરી દેશો તો તમને ઝડપથી અસર દેખાશે. આ સિવાય આ ઉપાય રોજ કરશો તો તમને ડાયાબિટીસ અને હાર્ટ સંબંધી તકલીફોથી પણ છૂટકારો મળશે. તો જાણી લો આ ઉપાય વિશે.


    આગળ વાંચો મેદસ્વિતા, ડાયાબિટીસ અને હાર્ટના રોગોમાં અતિકારગર ઉપાય વિશે.

  • One best home remedy for quick weight loss
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સામગ્રી


    જીરું
    કલૌંજી
    વરિયાળી
    છીણેલું આદુ


    જાણો કઈ રીતે ફાયદાકારક છે આ ડ્રિંક


    જીરાંમાં એવા ગુણ હોય છે જે કેલરી બર્ન કરી મેટાબોલિઝ્મને તેજ કરે છે. સાથે જ પાચન સંબંધી સમસ્યાઓથી પણ બચાવે છે. આદુ પણ મેટાબોલિઝ્મને તેજ કરે છે, જેથી ફેટ બર્ન કરવાની પ્રોસેસ ઝડપી બને છે. કલૌંજીમાં એવા ગુણ હોય છે જે શરીરમાં રહેલાં એક્સ્ટ્રા ફેટને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળી પણ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે. જેનાથી ફેટ જલ્દી દૂર થવા લાગે છે. 

     

    આગળ વાંચો કઈ રીતે આ મેજિકલ ફેટ બર્નિંગ ડ્રિંક બનાવશો તેના વિશે.

  • One best home remedy for quick weight loss

    આ રીતે બનાવો આ હેલ્ધી ડ્રિંક

     

    સૌથી પહેલાં 1 કપ પાણીમાં 1 ચમચી જીરું નાખીને 5 મિનિટ ઉકાળો, પછી તેમાં 1 ચમચી કલૌંજી નાખીને 2 મિનિટ ઉકાળો, પછી તેમાં 1 ચમચી વરિયાળી નાખીને 2 મિનિટ ઉકાળો, ત્યારબાદ છેલ્લે 1 નાનો ટુકડો આદુ છીણીને તેમાં નાખો અને બરાબર બધું મિક્ષ કરી 5 મિનિટ ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી 5 મિનિટ મિશ્રણને ઠંડુ થવા દો. પછી ગરણીમાં તેને ગાળી લો. હવે રોજ સવારે બ્રેકફાસ્ટ પહેલાં અને રાતે સૂતા પહેલાં આ ડ્રિંક પીવો. આ ડ્રિંક જ્યારે પીવી હોય ત્યારે જ બનાવીને પીવી. 15 દિવસ સતત આ ઉપાય કરશો તો તમારા પેટ સહિત આખા શરીરનો ફેટ દૂર થવા લાગશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending