• Home
  • Lifestyle
  • Health
  • ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે આ જીવલેણ વાયરસ । What Is Nipah Virus? Know The Symptoms Of NiV

ઝડપથી ફેલાય રહ્યો છે આ જીવલેણ વાયરસ, જાણો સંકેતો અને બચવાની ટિપ્સ

મલેશિયાના સુંગઈ નિપાહ ગામના લોકો સૌથી પહેલા આ વાયરસના શિકાર થયા હતા.

Divyabhaskar.com | Updated - May 22, 2018, 07:51 PM
ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે આ જીવલેણ વાયરસ । What Is Nipah Virus? Know The Symptoms Of NiV

યૂટિલિટી ડેસ્કઃ કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસથી 16 લોકોનું મોત થયું છે. કેટલાય લોકો પર તેનો ખતરો હજુ બનેલો છે, સારવાર ચાલુ છે. સરકારી હેલ્થ ડિપાર્ટમેન્ટે આ ખતરનાક વાયરસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હજુ આ વાયરસ કેરળમાં ફેલાયેલો છે. તેના વધવાની શક્યતાથી ઈન્કાર નથી કરી શકાતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2001 અને 2007માં પશ્ચિમ બંગાળમાં આ વાયરસે અટેક કર્યો હતો. આ દરમિયાન 50 લોકોનું મોત થયું હતું.

શું છે નિપાહ વાયરસ?

WHOના મુજબ 1998માં મલેશિયામાં પહેલી વખત નિપાહ વાયરસ વિશે જાણવા મળ્યું હતું. મલેશિયાના સુંગઈ નિપાહ ગામના લોકો સૌથી પહેલા આ વાયરસના શિકાર થયા હતા. આ ગામના નામ પર જ તેનું નામ નિપાહ પડ્યું. તે સમયે એવા ખેડુતો તેના શિકાર તયા હતા જે ભૂંડ પાળવાનું કામ કરતા હતા. મલેશિયાની રિપોર્ટ મુજબ પાળેલા જાનવરો જેમ કે કુતરા, બિલાડી, બકરી, ઘોડાથી પણ ઈન્ફેક્શન ફેલાવાની ઘટનાઓ સામે આવી હતી.

શું કહે છે ડોક્ટર્સ?

બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયલ ડો. મનીષ જૈન કહે છે કે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતો આ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી થોડા જ દિવસમાં વ્યક્તિનું મોત થઈ શકે છે. જ્યારે આ વાયરસ બોડીમાં જાય છે તો બોડી પર તેના કેટલાક સંકેત દેખાવા લાગે છે. જો યોગ્ય સમય પર આ સંકેતોને ઓળખીને ટ્રીટમેન્ટ લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. સાથે જ જે ક્ષેત્રમાં આ વાયરસનો ખતરો છે ત્યાંના લોકો કેટલીક સાવચેતીઓ રાખે તો આ બીમારીથી બચી શકાય છે.

આગળ જાણો, તેના સંકેતો અને કેવી રીતે મનુષ્યના શરીરમાં પહોંચે છે આ વાયરસ...

ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે આ જીવલેણ વાયરસ । What Is Nipah Virus? Know The Symptoms Of NiV

શું છે આ ખતરનાક બીમારીના સંકેતો?

 

- ઈન્ફેક્શનના શરૂઆતી સમયમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દર્દીમાં ન્યૂરોલોજિકલ સમસ્યાઓ પણ થવા લાગે છે. જેમ કે, મગજમાં બળતરા મહેસુસ થાય છે.

 

- તેના કારણે મગજમાં સોજા આવી જાય છે.

 

- તાવ આવવો, માથામાં દુઃખાવો થવો, આળસ આવવી, ભૂલી જવું પણ તેના શરૂઆતના લક્ષણ હોય શકે છે.

 

- વોમિટ અને ચક્કર આવવા પણ આ ઈન્ફેક્શનના લક્ષણ છે. બેભાન થવું ઉબકા આવવા, પેટમાં દુઃખાવો પણ તેના લક્ષણોમાં સામેલ છે.

 

- આવું સતત થઈ રહ્યું હોય તો ફિઝિશિયનનો સંપર્ક કરો. પોતાના મનથી કોઈ પણ દવાઓ ન લો.

 

- ડોક્ટરોના મુજબ, કેટલાક બનાવમાં 24થી 48 કલાકની અંદર લક્ષણ વધવા પર દર્દી કોમામાં જતો રહે છે.

 

કેવી રીતે ફેલાય છે?

 

એક્સપર્ટ્સ મુજબ, આ વાયરસ ચામાચીડિયાથી ફેલાય છે. તેને ફૂટ બેટ કહેવાય છે. જ્યારે આ ચામાચીડિયું કોઈ ફળને ખાઇ લે છે અને એ જ ફળ અથવા શાકભાજીને કોઈ વ્યક્તિ અથવા જાનવર ખાઈ છે તો ઈન્ફેક્શન થઈ જાય છે. નિપાહ વાયરસ મનુષ્યોના સિવાય જાનવરોને પણ પ્રભાવિત કરે છે. તેની શરૂઆત માથાના તેજ દુઃખાવા અને તાવથી થાય છે. તેનાથી ઈન્ફેક્ટેડ પર્સનનો ડેથ રેટ 74.5 ટકા હોય છે.

X
ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે આ જીવલેણ વાયરસ । What Is Nipah Virus? Know The Symptoms Of NiV
ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે આ જીવલેણ વાયરસ । What Is Nipah Virus? Know The Symptoms Of NiV
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App