રિસર્ચ / નવી શોધાયેલી વેક્સીનની મદદથી ટાઇફોઇડનો ખાત્મો થઇ શકે છે

new vaccine for typhoids

  • 20 વર્ષ પહેલાંની રસી હવે બાળકો પર અસર નથી કરતી 
  • ગેટ્સ ફાઉન્ડેશને નવી વેક્સિન પર સંશોધન હાથ ધર્યું
  • નવી વેક્સિન 90 ટકા સુધી અક્સીર

DivyaBhaskar.com

Feb 09, 2019, 12:09 PM IST

હેલ્થ ડેસ્કઃ દૂષિત ખાન-પાન અને ગંદા પાણીને કારણે થનારી ટાઇફૉઇડની બીમારી અમીર દેશોમાંથી તો વિદાય થઇ ગઇ છે, પણ તે ગરીબ દેશોમાં કેર વરસાવી રહી છે. આજકાલ ટાઇફૉઇડથી દર વર્ષે એક કરોડ 60 લાખ થી બે કરોડ લોકો બીમાર પડે છે. તેમાંથી એક લાખ 60 હજારનાં નિધન થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેમાં મોટા ભાગનાં બાળકો હોય છે.


ટાઇફૉઇડના તાવની સારવાર એન્ટિબાયોટિક્સથી થઇ શકે છે, પણ દવા પ્રતિરોધક બેક્ટેરિયા ઝડપથી ફેલાવાને કારણે બચાવની આ રીત પણ હવે અસરકારક રહી નથી. પાકિસ્તાનમાં તો સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. વર્તમાનમાં વેક્સિનથી પુખ્ત વર્ગના લોકોને માત્ર અસ્થાયી સુરક્ષા મળે છે અને તે બાળકો માટે અસરકારક નથી. નવી અને સારી વેક્સિનની જરૂર અનુભવાઇ રહી છે. બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રયાસોથી એવી જ એક વેક્સિન હવે ઉપલબ્ધ થઈ છે.

મૂળ વેક્સિન ટાઈપબાર-ટીસીવીને અમેરિકા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના શોધકર્તાઓએ 20 વર્ષ પહેલાં તૈયાર કરી હતી. તેના ઉત્પાદનનું લાઇસન્સ માત્ર ભારત બાયોટેક હૈદરાબાદને ભારતમાં ઉપયોગ માટે અપાયું હતું. કોઇએ પણ વેક્સિન પર આગળ રિસર્ચ નહોતું કર્યું. હવે ગેટ્સ ફાઉન્ડેશને ટાઈપબાર-ટીસીવી પર રિસર્ચ કર્યું છે. વેક્સિનનો ઉપયોગ તમામ સ્થળોએ કરવા માટે ટેસ્ટ કરાયા છે. 2017માં પહેલું પરીક્ષણ બ્રિટનમાં એક રિસર્ચ સંસ્થા ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપ (ઓવીજી)એ કર્યું. 100 પુખ્તોને વેક્સિન લગાવીને તેમને ટાઇફૉઇડ ફેલાવનાર બેક્ટેરિયા સાલમોનેલા ટાઈફી સભર પીણું અપાયું હતું. તેમાંના મોટાભાગનાને ટાઇફૉઇડ નહોતો થયો. તે બાદ અન્ય પ્રયોગોથી ખબર પડી કે રસી 90 ટકા અસરકારક છે અને છ મહિના સુધીનાં બાળકો માટે સુરક્ષિત છે.


ગેટ્સ ફાઉન્ડેશને ટાઈપબાર-ટીસીવીના બે લાખ ડોઝ પાકિસ્તાન મોકલ્યા છે. આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંગઠન ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશને ટાઈપબાર-ટીસીવી પર 8 કરોડ 50 લાખ ડૉલર ખર્ચ કરવાનો વાયદો કર્યો છે. તે ઝિમ્બાબ્વેમાં જલદી જ વેક્સિનેશન શરૂ કરશે. આ નવી વેક્સિનનો ઉપયોગ ભારત, બાંગ્લાદેશ, ઘાના, નેપાળ, નાઇજીરિયા અને યુગાન્ડામાં થઇ શકે છે.

X
new vaccine for typhoids
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી