નવું સંશોધન / સ્ટ્રોકના જોખમની આગોતરી બાતમી આપી દે તેવું સેન્સર શોધાયું, લોહીનાં બે ટીપાંથી જ ખતરો સૂંઘી લેશે

new sensor to predict brain stroke
X
new sensor to predict brain stroke

  • વોરવિક યુનિવર્સિટીના સંશોધકોએ શરીરમાં પ્યુરિનનું લેવલ કહી આપે તેવું સેન્સર વિકસાવ્યું.
  • શરીરમાં પ્યુરિનનું લેવલ વધે તો લોહી ગંઠાઈ જવાનું અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ ઊભું થાય છે.

DivyaBhaskar.com

Jan 02, 2019, 08:40 PM IST
હેલ્થ ડેસ્કઃ કોઈ વ્યક્તિને સ્ટ્રોક આવવાનું જોખમ કેવુંક છે તેની પણ હવે આગોતરી માહિતી મેળવી શકાય તેવું સંશોધન બ્રિટનમાં થયું છે. ત્યાંની વોરવિક યુનિવર્સિટીના સંશોધકોએ એવું સેન્સર વિકસાવ્યું છે જે મગજમાં લોહીની ગાંઠ થવાથી લઈને સ્ટ્રોક આવવા સુધીનાં જોખમનો ક્યાસ કાઢી લે છે. આ સેન્સરમાં બેસાડેલી પિનથી બ્લડ ટેસ્ટ કરી શકાય છે. તે લોહીની મદદથી વ્યક્તિના શરીરમાં પ્યુરિનનું લેવલ કેટલું છે તે માપીને ડિવાઈસ વ્યક્તિને ચેતવી દે છે. શરીરમાં પ્યુરિનનું લેવલ વધવાથી કેટલાંય જોખમ ઊભાં થઈ જાય છે.

રિસર્ચમાં બહાર આવેલી મહત્ત્વની બાબતો

શું છે પ્યુરિન?
1.

પ્યુરિન નામનું તત્ત્વ ખાણીપીણીની વસ્તુઓ મારફતે શરીરમાં દાખલ થાય છએ. લોહીમાં ભળીને તે કિડની સુધી પહોંચે છે. ત્યાંથી યુરિક એસિડમાં પરિવર્તિત થઈને તે શરીરની બહાર ફેંકાઈ જાય છે. ક્યારેક એવું નથી થતું અને શરીરમાં પ્યુરિન ભેગું થવા માંડે છે. આને કારણે પગ અને સાંધામાં દુખાવો, સોજા અને ધમનીઓમાં બ્લોકેજની પરિસ્થિતિ સર્જાય છે.

 


 

બ્લડ સેમ્પલથી જ સ્ટ્રોક સૂંઘી લે તેવું પહેલું રિસર્ચ
2.આ રિસર્સમાં મળેલી સફળતા બાદ 400 દર્દીઓનાં લોહીનું પરીક્ષણ કરીને ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. વ્યક્તિને સ્ટ્રોક આવ્યા પછી શરીરમાં ખરેખર કેવું અને કેટલું નુકસાન થાય છે તેનો ક્યાસ કાઢવાનો પ્રયાસ પણ આ રિસર્ચમાં થઈ રહ્યો છે. આ રિસર્ચના લીડ સાયન્ટિસ્ટ ડો. યાકુબ બટ્ટના કહેવા પ્રમાણે બ્લડ ટેસ્ટ કરવા માત્રથી સ્ટ્રોકની આગાહી કરી શકે તેવી કોઈ ટેકનિક અત્યારે ઉપલબ્ધ નથી. એટલે આ રિસર્ચ ભારે મદદરૂપ બનવાનું છે.
પ્યુરિનનું લેવલ માપી લેવાથી સ્ટ્રોક આવતાં પહેલાં રોકી શકાશે
3.ડો. બટ્ટના કહેવા પ્રમાણે આ રિસર્ચથી સ્ટ્રોક આવ્યા પછી લોહીમાં પ્યુરિનના લેવલની પણ માહિતી મળી શકશે. યાને કે સ્ટ્રોકના જોખમ હેઠળ રહેલા અને સ્ટ્રોક વેઠી ચૂકેલા એમ બંને પ્રકારના લોકોને આ રિસર્ચ ફાયદાકારક બનશે અને તેમનો સમયસર ઈલાજ કરી શકાશે.
મગજમાં બ્લડ ક્લોટથી સ્ટ્રોક આવવાનું પ્રમાણ 85 ટકા છે
4.બ્રિટનમાં દરવર્ષે સ્ટ્રોકના લગભગ 1  લાખ કેસ સામે આવે છે. તેમાં 85 ટકા કેસ ઈશ્ચિમિક નામના સ્ટ્રોક હોય છે. આ સ્ટ્રોકમાં મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં લોહી ગંઠાઈ જાય છે. સંશોધકોના કહેવા પ્રમાણે જો આવા દર્દીઓમાં અગાઉથી સ્થિતિની ભાળ મળી જાય તો તેમને લોહી પાતળું કરનારી દવાઓ આપીને તેમને સ્ટ્રોકના જોખમમાંથી ઉગારી શકાય છે. સ્ટ્રોકના દર્દીઓનાં લક્ષણોને ઘણી વાર માઈગ્રેન અને મગજમાં ઈન્ફેક્શન ધારી લેવામાં આવે છે. આથી સ્ટ્રોકનું નિદાન કરવું અઘરું બની જાય છે. આ સેન્સરની મદદથી માત્ર બે ટીપાં લોહી લઈને ગણતરીની મિનિટોમાં જ સ્ટ્રોકની પુષ્ટિ કરી શકાય છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી