Divya Bhaskar

Home » Lifestyle » Health » New blood test help early detection of 8 cancers

આ નવા બ્લડ ટેસ્ટથી વહેલી તકે જાણી શકાશે 8 પ્રકારના કેન્સર

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 01:11 PM

દર્દીઓમાં જોખમ વધારે કે પછી ફેલાય તે પહેલાં તેની જાણકારી આપી દેશે

  • New blood test help early detection of 8 cancers
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ કેન્સર એક ઘાતક બીમારી છે, જેની યોગ્ય સમયે જાણ ન થતાં મોત પણ નીપજે છે. જોકે ઓસ્ટ્રેલિયાના સંશોધકો દ્વારા એક એવા બ્લડ ટેસ્ટની શોધ કરવામાં આવી છે, જેના કારણે આઠ પ્રકારના કોમન કેન્સરની જાણ પ્રારંભિક સમયમાં થઇ જશે જે દર્દીઓમાં જોખમ વધારે કે પછી ફેલાય તે પહેલાં તેની જાણકારી આપી દેશે. આ નવો બ્લડ ટેસ્ટ કરાવવાથી ઓવરી, લિવર, સ્ટમક, પેનક્રિઆઝ, ઓએસ્ફોગસ, બોવેલ, લંગ અને બ્રેસ્ટ કેન્સરની જાણકારી વહેલી મેળવી શકાશે.

    ઓસ્ટ્રેલિયન સંશોધક અને વોલ્ટર એન્ડ એલિઝા હોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચના એસોસિએટ પ્રોફેસર જેન્ને ટાઇનું કહેવું છેકે, માનવ જાતિમાં જોવા મળતા મોટાભાગના ટ્યૂમર ટાઇપને વન સ્ટોપ, સેફ સ્ક્રિન ટેસ્ટ કરવાની ક્ષમતા આ નવા બ્લડ ટેસ્ટમાં છે. પહેલીવાર એવું બન્યું છેકે સ્ક્રિનિંગ ટેસ્ટથી આપણે આ પ્રકારના ટ્યૂમર અંગે વહેલાં જાણી શકીશું અને તેની સારવાર કરી શકીશું. આ એવા ટ્યૂમર છે, જે કેન્સરને પ્રભાવિત કરે છે અને તેના કારણે લોકોના મોત પણ થાય છે.

    કેન્સર સર્વાઇવલ રેટ્સ દર્દીની તપાસ દરમિયાન કેટલું એડ્વાન્સ રીતે આ રોગને જાણી શકીએ છીએ તેની સાથે જોડાયેલું છે. કેટલીકવાર એવું બને છેકે કેન્સરના લક્ષણો હોવાની જાણ મોડી થાય છે અને તેના કારણે તાત્કાલિક સારવાર લેવી પડે છે અને તેમાં દર્દીની જાન બચશે કે નહીં તે પણ કહી શકાતું નથી પરંતુ આ બ્લડ ટેસ્ટ દર્દી બીમાર થયો હોય ત્યારે જ કેન્સરના લક્ષણોને ડિટેક્ટ કરી લે છે. જોકે આ ટેસ્ટ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે હાલ એ સ્ટેજ વન કેન્સરને 40 ટકા ડિટેક્ટ કરી શકે છે તેમજ સ્ટેજ વન-ટૂને એકસાથે 60 ટકા ડિટેક્ટ કરી શકે છે. હાલ ટેસ્ટને સચોટ બનાવવાના પ્રયોગો ચાલી રહ્યા છે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય ટેસ્ટથી અલગ છે આ ટેસ્ટ

  • New blood test help early detection of 8 cancers
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    અન્ય ટેસ્ટથી અલગ છે આ ટેસ્ટ
     

    આ નવા બ્લડ ટેસ્ટને કેન્સરસીક ટેસ્ટ કહેવામાં આવી રહ્યું છે, જેના પણ હજી કામ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં આ કેન્સરને ડિટેક્ટ કરવા માટે આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવી શકે છે. જોકે અત્યાર સુધી થયેલા બ્લડ ટેસ્ટ કરતા આ ટેસ્ટ અલગ છે. શરૂઆતમાં શોધાયેલા ટેસ્ટને લિક્વિડ બાયોપ્સી ટેસ્ટ કહેવામાં આવતા હતા. જેમાં બ્લડમાં કેન્સરના માર્કરને જોવામાં આવતા હતા. જોકે આ ટેસ્ટમાં જેન્સ અને પ્રોટિન્સ એમ બે ટાઇપના ઇન્ડિકેટરને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેનાથી સચોટ જાણકારી મળી શકે. 
     

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • New blood test help early detection of 8 cancers

    નવા બ્લડ ટેસ્ટમાં આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમનો ઉપયોગ જેન્સ અને પ્રોટિન બાયોમાર્કરના કોમ્બિનેશનને બ્લડમાં શોધવાનું અને એનલાઇઝ કરવા માટે થાય છે. જેનાથી એ જાણી શકાય છેકે કયા પ્રકારના કેન્સરના લક્ષણો છે. આ જનરલ પ્રેક્ટિશનર માટે ખાસ ઉપયોગી છે, કારણ કે આ ટેસ્ટ થકી તેઓ કેન્સરના લક્ષણને જાણી લીધા બાદ વધુ ટેસ્ટ અને દર્દીને કેન્સર છેકે નહીં તે માટે અન્ય ટેસ્ટ માટે મોકલી શકે છે, જેથી દર્દીને કેન્સર છે કે નહીં તે વહેલું જાણી શકાય અને યોગ્ય નિદાન લઇ શકાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending