ગર્ભાવસ્થામાં દરમિયાન વાળ કલર ન કરો, બાળકને થાઇ શકે છે આ રોગ

આ દરમિયાન નાની-નાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 01:28 PM
ગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે
ગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે

યુટિલિટી ડેસ્કઃ ગર્ભાવસ્થાનો સમય મહિલાઓના જીવનમાં સૌથી મહત્વની પળ હોય છે અને આ દરમિયાન નાની-નાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાવા-પીવાનું હોય કે પછી મેકઅપની વસ્તુઓ વગેરેમાં જો થોડીક પણ નિષ્કાળજી રાખવામાં આવે તો મોટી કિંમત ચૂકવવી પડે છે. આજના સમયમાં બજારમાં મળતી તમામ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સમાં અનેક એવા હાનિકારક કેમિકલ હોય છે, જે સગર્ભાની સાથે તેના બાળક માટે પણ નુક્સાનકારક હોય છે. આવી જ એક પ્રોડક્ટ છે હેર ડાઇ. જેનો ઉપયોગ મોટાભાગે મહિલાઓ કરીત હોય છે, પરંતુ તેનો ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ કરવો એ સારું છે કે ખરાબ તેની તેમને માહિતી હોતી નથી.

તમને જણાવી દઇએ કે જો ગર્ભાવસ્થા દરમિયાન પાર્લર જઇને હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇ કરવાનું વિચારી રહ્યા છો તો એ વિચાર ટાળી દો, કારણ કે એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો બાળકોને થઇ શકે છે આ રોગ

હેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું
હેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું

લ્યૂકેમિયા

જર્નલ કેમિકો બાયોલોજિકલ ઇન્ટરેક્શને વર્ષ 2013માં પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યું છે કે 1997થી 2007 સુધીમાં અનેક સગર્ભાઓ પર સંશોધન કરવામાં આવ્યું અને તેમના નિરીક્ષણથી જાણવા મળ્યું કે એવી મહિલાઓ કે જેમણે ગર્ભાવસ્થા દરમિયાન હેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું. 

ન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે.
ન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે.

ગર્ભાવસ્થામાં હેર ડાઇ કરવાથી ન્યૂરોબ્લાસટોમા

વર્ષ 2015માં જર્નલ કેન્સરમાં પ્રકાશિત અન્ય એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઇ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન હેર ડાઇ કરાવે છે તો તેમના બાળકોને ન્યૂરોબ્લાસટોમા અથવા કેન્સર થવાનું જોખમ રહે છે. ન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે. એટલે સુધી ખે આ સંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કેટલીક મહિલાઓ ટેમ્પરરી હેર ડાઇનો ઉપયોગ કરે છે તેમનામાં આ ખતરો વધારે રહેલો છે. 

 

X
ગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છેગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે
હેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતુંહેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું
ન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે.ન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App