એલર્ટઃ ભૂલથી પણ ઇંડાને સ્ટોર ન કરો ફ્રિઝમાં, થશે આ સમસ્યાઓ

ઇંડા સ્ટોર કરો છો ત્યારે તે તમને ઉપરથી તો સારા જ દેખાય છે પણ તેમાં કયા ફેરફાર આવે છે તે તમે સમજી શકતા નથી

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 12:05 AM
Never put eggs in fridge for good health

યુટિલિટી ડેસ્કઃ ઇંડું હેલ્થ માટે લાભદાયી છે. તેને નાસ્તામાં કે લંચની સાથે કે પછી ડિનરમાં પણ ખાઇ શકાય છે. તે પૌષ્ટિક હોય છે અને સાથે જ તમારી ભૂખને પણ શાંત કરે છે. ઇંડાને સ્ટોર કરવાનું મુશ્કેલ છે. જ્યારે તમે ઇંડા સ્ટોર કરો છો ત્યારે તે તમને ઉપરથી તો સારા જ દેખાય છે પણ તેમાં કયા ફેરફાર આવે છે તે તમે સમજી શકતા નથી.

ઇંડાને લાંબો સમય ફ્રિઝમાં સ્ટોર કરવાથી તેમાંના પ્રોટીન, કેલ્શિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ ફ્રિઝમાં ખતમ થઇ જાય છે. હાલના રિસર્ચમાં જોવા મળ્યું છે કે ઇંડા ફ્રિઝમાં રાખવાથી તે ખરાબ થાય છે. શક્ય હોય ત્યાં સુધી જ્યારે જરૂર હોય ત્યારે જ ઇંડા ખરીદીને લાવો તે યોગ્ય છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ફ્રિઝમાં સ્ટોર કરેલા ઇંડાનો યૂઝ કરવાથી થાય છે કઇ કઇ સમસ્યાઓ..

શક્ય છે કે તમે જે ઇંડાને હેલ્ધી સમજીને ખાઓ છો તે તમને નુકસાન કરી શકે છે.
શક્ય છે કે તમે જે ઇંડાને હેલ્ધી સમજીને ખાઓ છો તે તમને નુકસાન કરી શકે છે.

ઇંડા જ્યારે ફ્રિઝમાં રાખવામાં આવે છે ત્યારે તે ફ્રેશ રહે છે પણ તેના પોષક તત્વો ખતમ થઇ જાય છે. તેની સાથે તેનો સ્વાદ પણ ખતમ થાય છે. ફ્રિઝમાં ઇંડા રાખવાથી તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. તે ઇંડામાં પણ જઇ શકે છે અને તેનાથી અન્ય સામાનમાં પણ તે જઇ શકે છે. શક્ય છે કે તમે જે ઇંડાને હેલ્ધી સમજીને ખાઓ છો તે તમને નુકસાન કરી શકે છે. આ સિવાય તે તમારા માટે અનેક બીમારીઓનું કારણ બની શકે છે. 

ફ્રિઝમાં રાખેલા ઇંડાનો ઉપયોગ કરતાં પહેલાં જાણો આ વાતો
ફ્રિઝમાં રાખેલા ઇંડાનો ઉપયોગ કરતાં પહેલાં જાણો આ વાતો

- ફ્રિઝમાં રાખેલા ઇંડા તરત વાપરશો તો તેને બોઇલ કરતી સમયે તેના તૂટી જવાનો ડર રહે છે. જ્યારે તમે તે ઇંડાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે તેને થોડી વાર પહેલાં રૂમ ટેમ્પ્રેચર પર રાખીને યૂઝ કરવા. 


- જો તે આ ઇંડાનો ઉપયોગ કેક બનાવવા કરો છો તો આ ઇંડાને ફેંટવાનું કામ મુશ્કેલ બને છે. તેના સ્વાદ અને રંગમાં પણ ફરક જોવા મળે છે. યમી કેક બનાવવા ઇચ્છો છો તો જૂના અને ફ્રિઝના ઠંડા ઇંડાનો ઉપયોગ ટાળો એ જરૂરી છે. 

X
Never put eggs in fridge for good health
શક્ય છે કે તમે જે ઇંડાને હેલ્ધી સમજીને ખાઓ છો તે તમને નુકસાન કરી શકે છે.શક્ય છે કે તમે જે ઇંડાને હેલ્ધી સમજીને ખાઓ છો તે તમને નુકસાન કરી શકે છે.
ફ્રિઝમાં રાખેલા ઇંડાનો ઉપયોગ કરતાં પહેલાં જાણો આ વાતોફ્રિઝમાં રાખેલા ઇંડાનો ઉપયોગ કરતાં પહેલાં જાણો આ વાતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App