Divya Bhaskar

Home » Lifestyle » Health » પ્રેગ્નન્સી ટિપ્સ, Never Take Aspirin or Paracetamol in Pregnancy

પ્રેગ્નન્સીમાં ભૂલ ન કરવી આ લાઇફ સેવિંગ ટેબ્લેટ લેવાની, થશે ગંભીર નુકશાન

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 10:18 AM

ડૉક્ટરની સલાહ વગર કોઇ પણ દવા લેવી માતા અને બાળક બંન્ને માટે જોખમી નીવડી શકે છે

  • પ્રેગ્નન્સી ટિપ્સ, Never Take Aspirin or Paracetamol in Pregnancy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એસ્પિરિન એ લાઇફ સેવિંગ ટેબ્લેટ તરીકે ઓળખાય છે

    યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વગર કોઇ પણ દવા લેવી માતા અને બાળક બંન્ને માટે જોખમી નીવડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન કરેલી એક નાનકડી ભૂલ પણા ઘણીવાર આવનાર બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી જ એક દવા વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં. આવી જ એક દવા વિશે જણાવી રહ્યા છીએ અમે આજે અહીં.


    આમ તો એસ્પિરિન એ લાઇફ સેવિંગ ટેબ્લેટ તરીકે ઓળખાય છે. લોહી પાતળું કરવા માટે તે ખૂબજ અસરકારક પણ છે. ડૉક્ટર્સ ઘરની મેડિકલ કીટમાં એસ્પિરિન અચૂક રાખવાની સલાહ પણ આપતા હોય છે. પણ આ જ બહુ ઉપયોગી એવી ટેબ્લેટ ગર્ભાવસ્થા માટે ખૂબજ જોખમી નીવડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સેસ્પિરિન લેવાથી બાળકને સેરિબ્રલ પોલ્સી જેવા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થવાની શક્યતા છે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, ગર્ભાવસ્થામાં આ દવાઓ લેવાથી શું-શું નુકશાન થઈ શકે છે.....

    સૂતાં પહેલાં ધ્યાનમાં રાખો માત્ર 5 વાતો, ફટાફટ ઘટાડશે વજન

  • પ્રેગ્નન્સી ટિપ્સ, Never Take Aspirin or Paracetamol in Pregnancy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ન લેવી આવી દવાઓ

    ન લેવી આવી દવાઓ:

     

    ગર્ભાવસ્થા દરમિયાન ન્યુરોલોજિકલ ગડબડ થાય તો બાળકની સ્પીચ, શારીરિક હલન-ચલન, દ્રષ્ટિ અને શીખવાની ક્ષમતા પર સીધી અસર થાય છે. જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન એસ્પિરિન લે છે, તેમનાં બાળકોમાં સેરિબ્રલ પોલ્ઝી જેવા જ્યુરોલોજિકલ ડિસઓર્ડરની શક્યતા અઢીગણી વધી જાય છે. પેરાસિટામોલ અને એસ્પિરિન જેવી દવાઓ બાળકના વિકસતા મગજ પર માઠી અસર કરે છે.

  • પ્રેગ્નન્સી ટિપ્સ, Never Take Aspirin or Paracetamol in Pregnancy
    વિકાસના તબક્કામાં કરશે ગંભીર નુકસાન:

    વિકાસના તબક્કામાં કરશે ગંભીર નુકસાન:

     

    વિકાસના મહત્વના તબક્કાઓ દરમિયાન મગજમાં અપદ્રવ્ય પેદા થયું હોય તો તેની અસરથી ચેતાતંતુઓની કામગીરી ખોરવાઇ જાય છે. પ્રેગ્નન્સીના ચોથા, પાંચમા અને છઠ્ઠા મહિના દરમિયાન એસ્પિરિન, પેરાસિટામોલ અને અન્ય પેઇનકિલર્સ મગજના વિકાસ પર ગંભીર અસર કરે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending