ભૂલથી પણ ના કરતાં આ પાંચ ભૂલો, હેલ્ધી ડાયટ માટે છે નુકસાનકારક

હેલ્ધી ડાયટ માટે દરેક બાબતનુ ધ્યાન રાખવામાં ન આવે તો એ આપણા માટે નુક્સાનકારક સાબિત થઇ શકે છે.

divyabhaskar.com | Updated - Feb 01, 2018, 02:14 PM
never make this 5 mistakes during healthy diet

યુટિલિટી ડેસ્કઃ પાતળા દેખાવા કે પછી હેલ્ધી રહેવા માટે જીમની સાથે સાથે ડાયટ પ્લાનનું આયોજન આપણે કરતા હોઇએ છીએ, જેથી સ્વાસ્થ્ય સંબંધી કોઇ સમસ્યા ઉભી ન થાય પરંતુ ઘણીવાર એવું બને છેકે આપણે આપણા ડાયટમાં એવા ફૂડ ઉમેરી દઇએ છીએ અથવા તો એવી ભુલો કરીએ છીએ, જેના કારણે આપણું વજન ઉતરવાના બદલે તેની અવળી અસર આપણા શરીર પર પડે છે. જો હેલ્ધી ડાયટ માટે દરેક બાબતનુ ધ્યાન રાખવામાં ન આવે તો એ આપણા માટે નુક્સાનકારક સાબિત થઇ શકે છે. આજે અમે એ વાતને ધ્યાનમાં રાખીને પાંચ એવી ભુલો અંગે જણાવી રહ્યાં છીએ, જે હેલ્ધી ડાયટ લેતી વખત ન કરવી જોઇએ.

હેલ્ધી ડાયટમાં ન કરવી જોઇએ પાંચ ભુલો

વધારે પડતું સ્ટ્રિક્ટ ડાયટ

ક્યારેક એવું બને છે કે આપણે ડાયટ પ્લાન કરતી વખતે કેટલીક વસ્તું અચાનક અયોગ્ય રીતે ખાવાની બંધ કરી દઇએ છીએ. જેમ કે તમે અચાનક સ્વિટ ખાવાનું બંધ કરી દો તો બની શકે કે એ ખાવાની તલપ તમને પહેલા કરતા વઘારે લાગશો. જો તમે કોઇ વસ્તું ખાવા પર અચાનક પ્રતિબંધ જ મૂકી દેશો તો તેવું તમે લાંબા સમય સુધી નહીં કરી શકો અને તમે તમારા હેલ્ધી ગોલને એચિવ નહીં કરી શકો, પરંતુ તેમ નહીં કરીને તમે અમુક માત્રામાં એ વસ્તું ખાઇ શકો છો. તેથી હેલ્ધી રહેવા માટે ઇટિંગ પ્લાન એવો બનાવવો જોઇએ કે જેને લાઇફલોંગ ફોલો કરી શકાય.

આગળની સ્લાઇડ્સમાં વાંચો....હેલ્ધી ડાયટમાં ન કરવી જોઇએ પાંચ ભુલો

never make this 5 mistakes during healthy diet

હેલ્ધી ફૂડ

કેટલીકવાર આપણે હેલ્ધી ફૂડને ખાવાનું એવોઇડ કરીએ છીએ જેની આપણા સ્વાસ્થ્ય પર અવળી અસર પડે છે. તેના બદલે હેલ્ધી રહેવા માટે આર્ટિફિસિયલ ટ્રાન્સ ફેટને ખાવાનું ટાળવું,  સેચ્યુરેટેડ ફૂડ(જેમ કે બટર અને રેડ મીટ) લિમિટમાં ખાવું અને પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડથી દૂર રહેવું જોઇએ. હેલ્ધી ફૂડ ખાવું જોઇએ કારણ કે તેમાં કેલરીની માત્રામાં પ્રોટિન અને કાર્બોહાઇડ્રેડ વધારે હોય છે, તેમજ અનસેચ્યુરેટેડ ફૂડ કાર્ડિયોવેક્યુલર હેલ્થ માટે સારું માનવામાં આવે છે. 

never make this 5 mistakes during healthy diet

રાત્રે ભોજન લેવું

રાત્રે ભોજન લેવું ઘણી સમસ્યા સર્જી શકે છે. ટીવી જોતા જોતા ખાવાની આદત હોય તો ત્યારે જરૂર કરતા વઘારે જમી લેવાય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. આપણને કેલરીની જરૂર દિવસ દરમિયાન રહેતી હોય છે કારણ કે ત્યારે આપણી એનર્જી વધુ માત્રામાં વપરાય છે, પરંતુ આપણે દિવસમાં જેટલું જમવાની જરૂર રહે છે તેટલું ખાતા નથી તેના કારણે રાત્રે વધારે ભુખ લાગે છે અને આપણે વધુ માત્રામાં જમી લઇએ છીએ. તેમજ રાત્રે ઉંઘતા પહેલાં જો જમવામાં આવે તો તેના કારણે રાત્રે સારી ઉંઘ પણ આવતી નથી. તેવામાં જો રાત્રે તમને ભુખ લાગે તો ભરપેટ જમવાના બદલે નાસ્તો કરવો જોઇએ, જેથી તમારી કેલરીનો ગોલ તમે જાળવી શકો.

never make this 5 mistakes during healthy diet

ખાવાની માત્રાને ટ્રેક ન કરવી
 

સંશોધનમાં જોવા મળ્યું છે કે જે લોકો પાતની ખાવાની માત્રાને ટ્રેક કરે છે, વજન ઉતારવા માટે અથવા તો ડાયટમાં સોડિયમને મોનિટર કરે છે, તેઓ હેલ્ધી રહેવામાં વધારે સફળ રહ્યાં છે. આપણે શું ખાઇએ છીએ તેને ટ્રેક કરવામાં આવે તો જાણી શકાય છે કે આપણે દિવસ દરમિયાન શું ખાધું અને કેટલી માત્રામાં ખાધું તેમજ તમે જે ખાઓ છો એ ખરેખર તમારા શરીર માટે અને તમારા હેલ્ધી ગોલ માટે યોગ્ય છે કે નહીં તે પણ જાણી શકાય છે. 

never make this 5 mistakes during healthy diet

અનહેલ્ધી ફૂડ નજીક રાખવું
 

જો અનહેલ્ધી ફૂડ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી પોતાની જાતને દૂર રાખવી ઘણું જ અઘરું છે. પછી ભલેને તેને આપણે ખાસ દિવસો ભલેને ખાતા હોઇએ. જો અનહેલ્ધી ફૂડ ઘરમા રાખ્યા હશે તો બની શકે કે નાસ્તો કરતી વખતે અથવા ભુખ લાગી હોય ત્યારે હેલ્ધી ફૂડના બદલે તમે અનહેલ્ધી ફૂડનું સેવન કરી લેશો, જે તમારા હેલ્ધી રહેવાના ગોલને નુક્સાન પહોંચાડી શકે છે. આમ કરવાના બદલે આ પ્રકારના અનહેલ્ધી ફૂડને ઘરમાં સંગ્રહિત કરવાના બદલે જ્યારે ખાવાની ઇચ્છા થાય ત્યારે બહાર જઇને ક્યારેક ખાઇ લેવા જોઇએ. 

X
never make this 5 mistakes during healthy diet
never make this 5 mistakes during healthy diet
never make this 5 mistakes during healthy diet
never make this 5 mistakes during healthy diet
never make this 5 mistakes during healthy diet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App