Divya Bhaskar

Home » Lifestyle » Health » Never eat this 7 food in blood pressure

જીવનભર માટે બ્લડપ્રેશરના રોગી બનીને ન રહેવું હોય તો, છોડી દો આ 7 વસ્તુઓ

Divyabhaskar.com | Updated - Jan 20, 2018, 05:11 PM

બ્લડપ્રેશરથી બચવા ન ખાતાં આ 7 ફૂડ્સ

  • Never eat this 7 food in blood pressure
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હાઈ બ્લડપ્રેશર એક ઘાતક બીમારી છે. જે લોકો વધુ પડતા તણાવમાં રહે છે, પોતાના ખાન-પાન, રહેણી-કરેણી પ્રત્યે સાવ બેદરકાર હોય છે, મોટાભાગે આવા લોકો જ બ્લડપ્રેશરના શિકાર બને છે.

    બ્લડપ્રેશરના પ્રમુખ લક્ષણો

    આ બીમારીના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી, પરંતુ ધીરે-ધીરે સામે આવે છે. બ્લડપ્રેશરના પ્રમુખ લક્ષણોમાં છે થાક લાગવો, ચક્કર આવવા અને શરીરમાં દુઃખાવો થવો. જો તમે પણ હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો આ 7 ખાદ્ય પદાર્થોને કાયમ માટે ત્યજી દો. જેથી તમે બ્લડપ્રેશરથી છુટકારો મેળવી શકો.


    દૂધ

    ડેરી પ્રોડક્ટ્સમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. પરંતુ આ પદાર્થોમાં જરૂરથી વધારે ફેટ પણ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. એક કપ દૂધમાં 8 ગ્રામ ફેટ હોય છે. જેમાંથી 5 ગ્રામ સેચુરેટેડ ફેટ હોય છે. જે હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે નુકસાનકારક હોય છે. જેથી બ્લડપ્રેશરના રોગીઓએ ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી બચવું જોઈએ.

    આગળ વાંચો અન્ય 6 એવા ખાદ્ય પદાર્થો વિશે જે બ્લડપ્રેશરના દર્દીઓએ આરોગવા જોઈએ.

  • Never eat this 7 food in blood pressure
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    અથાણું

     

    ભારતની શાન સમા અથાણાંનો ચટકારો નાના-મોટા સૌને ભાવે છે. એમાંય તેમાં ભરપૂર તેલ મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. પરંતુ બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. અથાણાંમાં બહુ વધુ માત્રામાં કેલરી હોય છે અને સોડિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે. જેથી સોડિયમ હાઈબ્લડપ્રેશરના રોગીઓ માટે હાનિકારક માનવામાં આવે છે.  જેથી બ્લડપ્રેશરના દર્દીઓએ અથાણાંના સેવનથી બચવું જોઈએ અને સામાન્ય રીતે પણ વધારે પ્રમાણમાં અથાણાં ન ખાવા જોઈએ, તેનાથી બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે. 

  • Never eat this 7 food in blood pressure
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ફાસ્ટફૂડ

     

    હાર્ટ એટેક અને અન્ય બીમારીઓને આમંત્રણ આપવામાં જંકફૂડ મહત્વની ભૂમિકા ભજવે છે. જંકફૂડના તત્વો ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે. જંકફૂડ ખાનાર લોકોમાં હાર્ટ એટેક માટે જવાબદાર ધમનીઓ બ્લોક થઈ જાય છે. ફાસ્ટફૂડ શરીરમાં સારાં કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલની માત્રા ઘટાડે છે અને નુકસાનકારક કોલેસ્ટ્રોલ એલડીએલની માત્રા વધારે છે. ઉપરાંત ટ્રાંસ ફેટ, મેદસ્વીતા અને ડાયાબિટીસનું પણ મોટું કારણ માનવામાં આવે છે. આ સિવાય ફાસ્ટફૂડમાં ફેટ ફ્રી ઓઈલ હોવાને કારણે તે બ્લડપ્રેશરના દર્દીઓ માટે નુકસાનકારક હોય છે. જેથી બ્લડપ્રેશરના દર્દીઓએ બ્લડપ્રેશરથી છુટકારો જોઈતો હોય તો જંકફૂડ ખાવાની ટેવને ત્યજી દેવામાં જ ભલાઈ છે.

  • Never eat this 7 food in blood pressure
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મીઠું

     

    રિસર્ચરોનું કહેવું છે કે રોજ ભોજનમાં વધુ પડતાં મીઠાનો ઉપયોગ લોહીમાં યુરિક એસિડ અને એલ્બ્યુમિન (એક જાતનું પ્રોટીન)નું પ્રમાણ વધારે છે અને આ તત્વોનું પ્રમાણ લોહીમાં જેટલું વધારે એટલું હાઇપરટેન્શનનું રિસ્ક વધારે.  ભોજનમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ કરવાથી લોહીની નળીઓ ડેમેજ થાય છે અને હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વધી જાય છે . વધુ પડતું મીઠું ખાવાથી પેટની દીવાલને નુકસાન થાય છે અને પેટના કેન્સરનું રિસ્ક વધી જાય છે. જેથી બ્લડપ્રેશરના દર્દીઓએ બહુ જ ઓછી માત્રામાં મીઠાનું સેવન કરવું જોઈએ અને સપ્તાહમાં એકવાર મીઠા વિનાના ખોરાક ખાવું જોઈએ. 

  • Never eat this 7 food in blood pressure
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આલ્કોહોલ
     
    આલ્કોહોલનું સેવન કરવાથી સ્વાસ્થ્યને બહુ જ નુકસાન થાય છે આ વાત તો બધાં જાણે જ છે. પરંતુ શું તમે જાણો છો કે જો બ્લડપ્રેશરનાં દર્દીઓ આલ્કોહોલનું સેવન કરે તો તેને બ્લડપ્રેશર ક્યારેય મટી શકતું નથી. વધુ પ્રમાણમાં આલ્કોહોલ પીવાથી બ્લડપ્રેશર વધી જાય છે. જેના કારણે હ્રાટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક પણ વધે છે. સાથે જ દારૂ હૃદયના મસલ્સને નબળાં બનાવે છે. જેના કારણે ફેફસાંને નુકસાન પહોંચે છે. જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા લોકો માટે તો દારૂ શ્રાપ સમાન છે. હાઈ બ્લડપ્રેશરથી પીડિત વ્યક્તિ જો દારૂનું સેવન કરે તો અનેક અન્ય બીમારીઓ પણ તેના શરીરમાં પગ પેસારો કરે છે. જેથી આવા રોગીઓએ દારૂથી દૂર જ રહેવું જોઈએ.

     

  • Never eat this 7 food in blood pressure
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    શુગર

     

    આજકાલ અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શુગરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય છે. કેટલાક ડ્રિંક્સમાં પણ શુગરની માત્રા વધુ હોય છે. તેને લીધે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે. વધારે પડતી શુગર વજનને વધારે છે. જેથી વધેલું વજન શરીર પર વધુ ખરાબ પ્રભાવ નાખે છે. શુગરના વધુ સેવનથી લીવરમાં વધુ યૂરિક એસિડ બને છે અને આ કારણે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વધે છે. આ હૃદય સંબંધી સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. જેથી બ્લડપ્રેશરના દર્દીઓએ વધુ શુગરવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. 

  • Never eat this 7 food in blood pressure

    રેડ મીટ

     

    વધુ પડતાં ફેટવાળા ખાદ્ય પદાર્થોથી બ્લડપ્રેશરના દર્દીઓએ દૂર રહેવું જોઈએ. રેડ મીટમાં ફેટની માત્રા વધારે હોય છે. સાથે જ હાઈડ્રોજેનેટેડ ઓઈલમાં બનેલા ખાદ્ય પદાર્થો પણ ન ખાવા જોઈએ. રેડ મીટમાં સેચુરેટેડ ફેટ વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે અને હૃદય સંબંધી રોગો થવાનો ખતરો વધી શકે છે અને બ્લડ સેલ્સ માટે પણ સારું નથી. ડાયાબિટીસ અને હૃદય રોગીઓએ મીટ ન ખાવું જોઈએ કારણ કે તેમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે. વધારે પ્રમાણમાં રેડ મીટ અને પ્રોસેસ્ડ રેડ મીટનું સેવન કરવાથી આંતરડાનું કેન્સર થવાનું રિસ્ક પણ વધી શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending