ગર્ભાવસ્થા દરમિયાન રાખો આટલું ધ્યાન, ન ખાવા જોઇએ આ 3 ફળ

આ એવા ફળો છે જેને ગર્ભાવસ્થા દરમિયાન ખાવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે

divyabhaskar.com | Updated - Feb 15, 2018, 04:16 PM
પહેલીવાર માતૃત્વ ધારણ કરવામાં આવે છે ત્યારે એ જાણ નથી હોતી કે કઇ કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ
પહેલીવાર માતૃત્વ ધારણ કરવામાં આવે છે ત્યારે એ જાણ નથી હોતી કે કઇ કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ

યુટિલિટી ડેસ્કઃ માતૃત્વ ધારણ કરવું એ એક સુખદ અનુભવ હોય છે. જ્યારે પહેલીવાર માતૃત્વ ધારણ કરવામાં આવે છે ત્યારે એ જાણ નથી હોતી કે કઇ કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. રોજિંદા ખોરાકમાં કેવા પ્રકારનો બદલાવ કરવો જોઇએ. જોકે આ તમામ બાબતો એવી છે જેને દરેક માતાએ જાણવી જરૂરી છે. આજે અમે ગર્ભાવસ્થા દરમિયાન કયા ફળોનો આહાર તરીકે ઉપયોગ ન કરવો જોઇએ તે અંગે જણાવી રહ્યાં છીએ. આ એવા ફળો છે જેને ગર્ભાવસ્થા દરમિયાન ખાવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તો ચાલો આ ફળો વિશે જાણીએ.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ન ખાવા જોઇએ આ ફળો

કાચું પપૈયું
કાચું પપૈયું

કાચું પપૈયું

ગર્ભાવસ્થા દરમિયાન કાચું પપૈયું ખાવું ન જોઇએ. કાચુ પપૈયુ ખાવાથી પ્રસવ જલદી થવાની શક્યતા રહે છે. 

દ્રાક્ષ
દ્રાક્ષ

દ્રાક્ષ

ડોક્ટર પણ ગર્ભવતી મહિલાઓને તેમના ગર્ભાવસ્થાના અંતિમ ત્રણ મહિના દ્રાક્ષ ખાવાની ના પાડે છે, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. તેથી વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવામાં આવે તો પ્રસવ પીડા થઇ શકે છે. 

અનાનસ
અનાનસ

અનાનસ

ગર્ભાવસ્થા દરમિયાન અનાનસ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેના સેવનથી પણ જલદી પ્રસવ થવાની શક્યતા વધી જાય છે. 

લીલી શાકભાજી
લીલી શાકભાજી

ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઇએ

પનીરયુક્ત ખાદ્ય પદાર્થ, પૌષ્ટિક દાળ, નિયમિત ફળયુક્ત શાકભાજી, ચોખા અને મોટા અનાજમાંથી બનેલું ખાવાનું, લીલી શાકભાજીનું સેવન કરવું જોઇએ. પ્રોટિન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન અને ફોલિક એસિડ જેવા તત્વો ધરાવતા વ્યંજનો, ભરપૂર કેલરી લેવી જોઇએ. 

X
પહેલીવાર માતૃત્વ ધારણ કરવામાં આવે છે ત્યારે એ જાણ નથી હોતી કે કઇ કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએપહેલીવાર માતૃત્વ ધારણ કરવામાં આવે છે ત્યારે એ જાણ નથી હોતી કે કઇ કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ
કાચું પપૈયુંકાચું પપૈયું
દ્રાક્ષદ્રાક્ષ
અનાનસઅનાનસ
લીલી શાકભાજીલીલી શાકભાજી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App