Divya Bhaskar

Home » Lifestyle » Health » Natural Remedies for Headaches

માથાના દુખાવાથી થઇ રહ્યા છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ

Divyabhaskar.com | Updated - Jan 26, 2018, 03:35 AM

માથાનો દુખાવો થવાનું કારણ તમારું ડાયટ, રૂટિન અને જનરલ લાઇફ સ્ટાઇલમાં બદલાવ કરવાના સંકેત છે

  • Natural Remedies for Headaches
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ જ્યારે પણ આપણને માથાનો દુખાવો થાય છે ત્યારે આપણે પેઇન કિલર લેવાનો આગ્રહ રાખીએ છીએ. પેઇન કિલર માથાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ સતત આમ કરવાથી તે સ્ટમક પ્રોબ્લેમ ઉભા કરે છે. માથાનો દુખાવો થવાનું કારણ તમારું ડાયટ, રૂટિન અને જનરલ લાઇફ સ્ટાઇલમાં બદલાવ કરવાના સંકેત છે. આજે અમે અહી કેટલીક હેલ્પફુલ ટિપ્સ આપી રહ્યાં છીએ જે માથાના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ થાય છે.

    માથાનો દુખાવો થતો હોય ત્યારે શું કરવું જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • Natural Remedies for Headaches
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    પાણી પીવો

    માથાનો દુખાવો થવાનું પ્રારંભિક કારણ ડિહાઇડ્રેશન છે. પાણી ઓછું હોવાથી શરીર બ્લડ વોલ્યુમ રિડ્યૂસ કરે છે, જેના કારણે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જેના કારણે બ્રેઇનને જોઇએ તે માત્રામાં ઓક્સિજન મળતું નથી અને માથાનો દુખાવો થાય છે. તેથી પાણી પીવાથી ડિહાઇડ્રેશન લેવલમાં આવે છે અને માથાના દુખાવામાં રાહત મળી શકે છે. 

  • Natural Remedies for Headaches
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સારી ઉઁઘ લેવી

    યોગ્ય રીતે કાર્ય કરવા માટે શરીરને ઉંઘની જરૂર રહે છે. ટોક્સિન રિમૂવ કરવા, કોમ્યુનિકેશન ચેનલને મેઇન્ટેન કરવા અને બ્રેઇન ફંક્શનને પ્રોપર કરવા માટે આ મહત્વનું છે. ઓછી ઉંઘ થવાથી માત્ર માથાનો દુખાવો જ નથી થતો પરંતુ આખા શરીરની સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે. 

  • Natural Remedies for Headaches
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ડાયટ બદલવું

    અચાનક ખાવાનું બદલવામાં આવે તો પણ માથાનો દુખાવો થાય છે, કેટલાક એવા ફૂડ લેવાથી ઇમ્યૂન સિસ્ટમ તેને હેન્ડલ કરી શકતી નથી. તેવામાં શરીર અનુરુપ યોગ્ય ડાયટ પસંદ કરવું જોઇએ. 

  • Natural Remedies for Headaches

    મેગ્નેશિયમ ધરાવતું ફૂડ ખાવું

    શરીરમાં મેગ્નેશિયમ ઘટી જાય તો પણ માથાનો દુખાવો થાય છે. ઘઉં, પીનટ્સ અને બદામ જેવા ફૂડમાં ઉચ્ચ માત્રામાં મેગ્નેશિયમ હોય છે જેને ખાવાથી માથાનો દુખાવો ઘટે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending