Home » Lifestyle » Health » Myths and Facts About Shock Therapy

માત્ર આ 1 ટ્રીટમેન્ટથી સ્ટ્રેસ, ટેન્શન, એંગ્ઝાઇટી અને ડિપ્રેશન દૂર કરી શકાય છે

Divyabhaskar.com | Updated - Jan 13, 2018, 11:00 AM

ઇલેક્ટ્રિક શોક થેરપીથી ડિપ્રેશન અને સ્ટ્રેસની સારવાર વિશે જાણો સંભવ છે

  • Myths and Facts About Shock Therapy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લોકોમાં ધારણા છે કે મેન્ટલ અને સાઇકોલોજિકલ પ્રોબ્લેમ્સને ઠીક કરવામાં ઇલેક્ટ્રિક શોક જરૂરી છે, પરંતુ એવું નથી. સ્ટ્રેસમાંથી સાજા થવા માટે આ ટ્રીટમેન્ટ ઉપયોગી થઈ શકે છે. બોમ્બે હોસ્પિટલના ન્યુરો સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અભય જૈન આ થેરપી વિશે માહિતી આપી રહ્યા છે.

    ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરપી શું છે?

    વીજળીના આંચકા આપતી ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરપી (ઇસીટી) સુરક્ષિત થેરપી છે. માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની સારવારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ થેરપીમાં વીજળીનો નિયંત્રિત કરંટ વ્યક્તિની મસ્તિષ્ક કોશિકાઓને એક્ટિવેટ કરવા માટે માથામાં આપવામાં આવે છે. જેને એનેસ્થેસિયામાં આપવામાં આવે છે. પંદરથી વીસ મિનિટ પછી ભાન આવી જાય છે. બ્રેન સ્ટિમ્યુલેટ થવાથી સ્ટ્રેસ, ટેન્શન, એંગ્ઝાઇટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ થેરપીથી આજ સુધી કોઈનું મૃત્યુ થયું નથી.

    આગળ વાંચો ઇલેક્ટ્રિક શોક થેરપીથી ડિપ્રેશન અને સ્ટ્રેસની સારવાર કઈ રીતે થઈ શકે છે.

  • Myths and Facts About Shock Therapy

    કેટલી સુરક્ષિત છે?

     

    ઇલેક્ટ્રિક શોક થેરપી સુરક્ષિત ટ્રીટમેન્ટ છે. જે દવાઓથી વધુ અસરદાયક છે. આ સારવારથી કોઈનું અવસાન થયું નથી. 

     

    કેટલા વોલ્ટનો કરંટ આપવામાં આવે છે?

     

    ઘરેલુ કરંટથી ખાસ્સો ઓછો એટલે કે 70થી 120 વોલ્ટનો કરંટ આપવામાં આવે છે.

     

    ગેરમાન્યતાઓ

     

    સામાન્ય ધારણા હોય છે કે ગાંડા લોકોને કરંટના ઊંચા આંચકા આપવામાં આવે છે, પરંતુ તે સાચું નથી.

     

    કેટલી વાર લગાવવાનું હોય છે?

     

    એક વખત કે બહુ જરૂરી હોય તો બીજી વખત શોક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. 

     

    આ સારવારના ફાયદા

     

    આ સારવારથી સ્ટ્રેસ, ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થ જેવી તકલીફોમાં રાહત થાય છે. મગજ સક્રિય થાય છે. 

     

    કેટલો સમય શોક અપાય છે?

     

    સેકન્ડના ત્રીસમા ભાગથી ઓછા સમય માટે શોક આપવામાં આવે છે, જે 0.3થી લઈને 1 સેકન્ડ સુધીનો હોય છે. 

     

    સાઇડ ઇફેક્ટ છે?

     

    કેટલાક લોકોને શોક ટ્રીટમેન્ટ બાદ એક બે દિવસ માટે યાદશક્તિ ચાલી જતી હોય છે.
     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ