‘દાળની રાણી’, મગની દાળનું પાણી શરીરમાંથી કચરો દૂર કરશે, વજન ઓછું કરશે

ખરેખર જ્યારે શરીરમાં ગંદકી અથવા ટોક્સિન જમા થવાથી શરીરનું વજન વધે છે

divyabhaskar.com | Updated - Jul 07, 2018, 09:34 PM
Mung dal water will remove the garbage from the body

હેલ્થ ડેસ્ક: મગની દાળના પાણીને જો નિયમિત ખોરાકમાં લેવામાં આવે તો કેટલાંય પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. ખરેખર જ્યારે શરીરમાં ગંદકી અથવા ટોક્સિન જમા થવાથી શરીરનું વજન વધે છે. મગની દાળ ટોક્સિનને બ્રેક ડાઉન કરીને તેને શરીરની બહાર નિકાળે છે અને વજનને સંતુલિત કરે છે. એવું તો શું છે આમાં ? આમાં પ્રોટીન, ક્ષાર અને ફ્લોવોનોઇડ્સ છે. તે પોષણ જ નથી આપતું, પરંતુ શરીરમાં બાઇન્ડિંગની પ્રક્રિયા કરીને શરીરમાંથી પારા અને સીસા જેવા હેવી મેટલ્સને નિકાળીને બહાર કરે છે.

શું શું સાફ કરશે ?


આનાથી લિવર સાફ થશે, ગોલ બ્લેડર, લોહી સાફ થશે. કોઇ ટોક્સિન જો જમા છે તો તે તેને સાફ કરીને શરીરને ઊર્જા આપશે.

અને શું કરશે ? તે શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખશે. બફારાના કારણે થવાવાળી બેચેની પણ થવા દેતું નથી. જેનાથી એનર્જી લૂઝ થવાનો ડર રહેતો નથી અને જે બીમાર થવાથી બચાવે છે.

એવું તો શું હોય છે આ મગમાં

મગની ખાસિયત એ છે કે તે ટિશૂઝને પોષિત કરે છે. પરસેવાના કારણે ઇમ્યૂન સિસ્ટમ બગડે છે, એ આવું થવા દેતી નથી. જોકે મગ હલકા હોય છે, આ કારણે તે સરળતાથી પચાવી શકાય છે. મગનો પ્રભવ ખૂબ સાત્વિક રહે છે.

આ ઉપરાંત શરીર અને મગજ પર આની સારી અસર થાય છે. આયુર્વેદમાં આને ‘દાળની રાણી’ કહેવામાં આવે છે. હલકી હોવાના કારણે તે શરીરમાં ગેસનો વધારો થવા દેતાં નથી.

મેડિકલ સાયન્સના હિસાબે જોઇએ તો મગ આલ્કલાઇન (ક્ષારીય) ફૂડ છે. અને તે કોઇ પ્રકારનું નુકશાન કરતાં નથી. સાથે તે શરીરને સાફ કરે છે અને પાચનમાં હલકાં હોય છે.

મેડિકલ સાયન્સના હિસાબે જોઇએ તો મગ ક્ષારીય ફૂડ છે.


મગ ક્ષારીય ફૂડ કેમ છે ?

કારણ કે આમાં મોટા પ્રમાણમાં આલ્કલાઇન મિનરલ જેવાં કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. એમાં સારા પ્રમાણમાં વિટામીન સી હોય છે. સાથે આમાં કાર્બ્સપ્રોટીનની સાથે ડાયટરી ફાઇબર પણ છે. આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ જ ઓછો હોય છે. એક લિટર પાણીમાં જો મુઠ્ઠી મગની દાળ ઓગાળીને રાખી છે તો તે બીજા દિવસે ભરપૂર એનર્જી આપશે. સાવધાની એ વાતની રાખો કે દાળની સાથે દૂધ, દહીં, ચીઝનું ના ખાવા. તે એકમાત્ર એવી દાળ છે. જે ફ્રીજમાં રાખશો રાખશો તો સ્વાસ્થય પ્રભાવ વધી જશે.

X
Mung dal water will remove the garbage from the body
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App