રોજ 1 મુઠ્ઠી કાળા ચણા ખાવાથી હાર્ટ, કિડનીના રોગો રહેશે દૂર, વજન પણ ઉતરશે

રોજ 1 મુઠ્ઠી પાણીમાં પલાળેલા ચણા ખાવાથી કોલેસ્ટ્રોલ નહીં વધે અને કિડનીના રોગો નહીં થાય

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 03:50 PM
Multiple Health Benefits Of Black Chickpea

હેલ્થ ડેસ્ક: ચણા હેલ્થની દ્રષ્ટિએ ઘણાં જ ફાયદાકારક છે. તેમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવામાં મદદ કરે છે. દરરોજ સવારે નાસ્તામાં 50 ગ્રામ (1 મુઠ્ઠી) ચણા રાતે પલાળી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને રોગો સામે રક્ષણ મળે છે. આ શરીર માટે ટોનિકનું કામ કરે છે. આ સિવાય તમે ફણગાવેલાં ચણા પણ ખાઈને ફાયદા મેળવી શકો છો.

કઈ રીતે ચણા ફણગાવવાં અને ખાવાં?
સવારે 1 મુઠ્ઠી દેશી ચણાને ધોઈને સાફ પાણીમાં પલાળી દો. રાતે સૂતી વખતે તેનું પાણી કાઢી ચણાને એક ભીના સૂતરાઉ કપડાંમાં લપેટીને હવામાં ટીંગાડીને બાંધી દો. બીજા દિવસે સવાર સુધી ચણા ફણગી જશે. ડાયરેક્ટ ફણગાવેલાં ચણા ન ખાવા. તેને થોડાં તેલમાં ફ્રાય કરીને ખાવા. ઈચ્છો તો બારીક કાપેલાં ડુંગળી, ટામેટાં પણ મિક્સ કરી શકો છો. પછી તેને સારી રીતે ચાવી-ચાવીને ખાવા. આ સિવાય તમે રાતે સાફ પાણીમાં ચણા પલાળી સવારે એમ જ ખાઈ શકો.


રાતે પલાળેલા ચણા અથવા ફણગાવેલાં ચણા ખાવાના ફાયદા
-ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
-ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું સ્તર નીચું હોય છે. તેમાં રહેલું ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.
-ચણામાં રહેલું આયર્ન એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
-ચણામાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે.
-ચણામાં રહેલાં એમિનો એસિડ્સ, tryptophan and serotonin સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, ટેન્શન અને સ્ટ્રેસને દૂર રાખે છે.
-ચણામાંથી દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ મળી રહે છે, જે હાડકાંને હેલ્ધી રાખે છે.
-ચણામાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનના લેવલને વધારે છે અને કિડનીમાંથી એક્સ્ટ્રા ક્ષાર બહાર કાઢે છે.
-ચણામાં રહેલા આયર્ન, પ્રોટીન સહિતના મિનરલ્સથી શરીરને એનર્જી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જે નબળાઈથી બચાવે છે.

X
Multiple Health Benefits Of Black Chickpea
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App