મલાઈનું નામ સાંભળીને ગભરાવ છો? વર્કઆઉટની પહેલાં ખાવ એક વાટકી, મળશે ભરપૂર પ્રોટીન, નહીં વધે વજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલાઈ: ન્યૂટ્રીશન 


100 ગ્રામ મલાઈ
કેલેરી 300 
ફેટ 30 ગ્રામ 
કાર્બ્સ 4 ગ્રામ  
પ્રોટીન 4 ગ્રામ

 

હેલ્થ ડેસ્કઃ મલાઈનું નામ સાંભળીને લોકો ગભરાય જાય છે કે તેનાથી કોલેસ્ટ્રોલ થઇ જશે. બાળક જો દૂધમાં મલાઈની ફરિયાદ કરે તો માતા તેને દૂધમાંથી કાઢી દે છે. જેથી મલાઈથી બાળકોનો મૂડ ખરાબ ન થઇ જાય, પરંતુ મલાઈ મૂડને યોગ્ય કરે છે અને અનેકગણો ફાયદો કરે છે. અનેકભ્રમોથી ઘેરાયેલી મલાઈના ફાયદા વિશે જાણો.મુંબઈના હોમિયોપેથ અને ન્યુટ્રીશનિસ્ટ, ડૉ. શ્રીલેખા હાડા પાસે.

 

મોટાભાગના લોકો મલાઈ ખાવાના નામ પર જ ગભરાય જાય છે. કેમ? શું તે વજન વધારે છે? શું તે બીમાર કરશે? શું તે સ્વાસ્થ્ય માટે ખરાબ છે? અનેક પ્રકારના ભ્રમ મલાઈ વિશે છે. ફેટી ફૂડ જેવા કે ચીઝ, માખણ અને મલાઈને હૃદય રોગ માટે જવાબદાર માનવામાં આવે છે. પરંતુ હાલમાં જ થયેલાં એક સંશોધનને કારણે વાત ધ્યાનમાં આવી છે કે જે ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે, તે વાસ્તવમાં લાભ પહોંચાડે છે. દરરોજ દૂધમાં 2થી 3 ચમચી મલાઈ લઈને જોજો, તેના પોતાના ફાયદા છે, વજન વધશે નહિ.

 

મલાઈના ફાયદાઓ

 

- મલાઈ પ્રાકૃતિક પ્રોબાયોટિક છે, જે પાચન માટે સારી છે. આનાથી આંતરડાંનું સ્વાસ્થ્ય સારું રહે છે.

 

- પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાની સાથે તે રોગને નજીક આવવા દેતો નથી.

 

- જે પ્રકારે આ ચામડી પર લાગવાની સાથે ચમક આપે છે, તે જ પ્રકારે શરીરના અંદર જવાથી તે અંદર રહેલી ગંદકીને ખતમ કરવાનું કામ કરશે.

 

- સાંધાનો દુ:ખાવો છે તો મલાઈથી સારું લુબ્રિકેન્ટ હોય શકતું નથી. આને ખોરાકમાં લેવાથી સાંધાનો દુખાવો ઓછો થશે અને સાંધાને સરળતાથી ચલાવી શકાશે.

 

- વર્કઆઉટની પહેલાં જો કાંઇ ખાવા માંગો છો તો એક વાટકી મલાઈ ખાઇ લો. તે પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

 

માત્ર 50 ગ્રામ મલાઈમાં ઘણું

- વધુ કેલ્શિયમ હોય છે, જે માત્ર હાડકાં માટે સારું છે, અને નખને પણ સ્વસ્થ રાખે છે.

 

- પુરુષો સ્વાસ્થ્ય માટે શાકર અને મલાઈ ભેળવીને ઉત્તમ ખાવાનું માનવામાં આવે છે.

 

- જો રાતે ઉંઘતાં સમય બે ચમચી મલાઈનો ખોરાકમાં લેવામાં આવે તો તે એસિડ રિફ્લક્સની તકલીફથી મુક્ત કરી શકે છે.

 

 

આ પણ વાંચોઃ- તજ-મેથીનું સેવન મહિલાઓના અનિયમિત થયેલા હોર્મોનને બેલેન્સ કરી પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમથી બચાવે છે