ફર્ટિલિટી / રસ્તા પર વધુ સમય વિતાવતા પુરુષોને ફર્ટિલિટીની સમસ્યા થઇ શકે છે: સ્ટડી

divyabhaskar.com | Updated - Feb 08, 2019, 06:16 PM
Men who spend more time on the road can have fertility problems: Study

હોંગકોંગ: બીએમજે જર્નલ ઓક્યુપેશનલ એન્ડ એન્વાયરમેન્ટલ મેડિસિનમાં પ્રકાશિત થયેલ સ્ટડી મુજબ, રસ્તા પર વધુ સમય વિતાવતા પુરુષોને ફર્ટિલિટીની સમસ્યા થઇ શકે છે. અન્ય પુરુષોની સરખામણીમાં આ પુરુષોને ઈરેક્શનમાં વધારે તકલીફ થાય છે. એર પોલ્યુશનનો વધુ પ્રભાવ જોવા મળે છે. તેઓ સંભોગ દરમિયાન જલ્દી થાકી જાય છે. ઉપરાંત ધુમાડાને કારણે તેમના ફેફસાની ક્ષમતા પણ ઘટી જાય છે. પોલ્યુશનને કારણે જનનાંગોમાં બ્લડ ફ્લો ઓછો થઇ જાય છે. એર પોલ્યુશન પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.

આ સ્ટડી ચાઈનીઝ યુનિવર્સિટી દ્વારા થયો હતો. જેમાં ઉંદરના ચાર જૂથ બનાવવામાં આવ્યા. એક જૂથને 2 કલાક માટે, બીજા જૂથને 4 કલાક માટે, ત્રીજા જૂથને 6 કલાક માટે ત્રણ મહિના સુધી રોજ પોલ્યુશનમાં રાખવામાં આવ્યા, જ્યારે ચોથા જૂથને પોલ્યુશનથી દૂર રાખવામાં આવ્યા. દરેક જૂથની સેક્સ્યૂઅલ એક્ટિવિટિ પર રિસર્ચ કરાયું.

રિસર્ચના મુખ્ય સંશોધક ડોક્ટર શાનકૂને જણાવ્યું કે, આ પહેલું રિસર્ચ છે જે રસ્તા પર સમય વિતાવવાને, પોલ્યુશનમાં રહેવાને અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન વચ્ચે સીધો સંબંધ જણાવે છે. સ્ટડી મુજબ, જે પુરુષો વધારે પોલ્યુશનવાળા વિસ્તારમાં રહે છે, તેમનામાં સ્પર્મ સંબંધી ઘણા પ્રકારની સમસ્યા જોવા મળે છે.

X
Men who spend more time on the road can have fertility problems: Study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App