આ 5 સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને બનાવો જાડાં અને મજબૂત

Divyabhaskar.com

Jun 15, 2018, 10:00 AM IST
Magic Ingredients for Soft Silky Hair Without Oil

હેલ્થ ડેસ્કઃ વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવવા જોઈએ. આ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ હેલ્ધી બને છે. સાથે જ આ વસ્તુઓ સરળતાથી મળી પણ રહે છે અને તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર પડતી નથી.


ખાટું દહીં


2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરી લો. પછી તેને લગાવીને સ્કેલ્પમાં મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો.


ઈંડાનો સફેદ ભાગ


2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો રફેદ ભાગ મિક્સ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. એક કલાક બાદ વાળ ધોઈ લો.


મીઠો લીમડો


1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરી લો. આને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો.


એલોવેરા જેલ


રેગ્યુલર 1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. આનાથી ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.


બટાકા


2-3 બટાકાનો રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો.

X
Magic Ingredients for Soft Silky Hair Without Oil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી