7 જ દિવસમાં 3 કિલો વજન ઘટાડી શકે છે આ 1 ડ્રિંક, સાથે જ મળશે આ ફાયદા

આ ડ્રિંક મેટાબોલિઝ્મ વધારી કબજિયાત અને અલ્સરની પ્રોબ્લેમમાં પણ લાભદાયી છે

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 04:53 PM
Lose Weight In 7 Days With This best Detox Drink

હેલ્થ ડેસ્ક: ભોપાલના આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલ્તાની એવી ડ્રિંક વિશે જણાવી રહ્યાં છે જેની મદદથી તમે 7 દિવસમાં 3 કિલો સુધી વજન ઘટાડી શકો છો. આ ડ્રિંકને તમે ઘરે જ બનાવી શકો છો. તેના માટે ઘરમાં જ રહેલી વસ્તુઓની જરૂર પડશે.


આટલી વસ્તુઓ જોઈશે


1 કાકડી, 1 ચમચી છીણેલું આદુ, 1 લીંબુનો રસ અને 20 ગ્રામ ફુદીનાના પાન. હવે આ બધી સામગ્રીને 1 ગ્લાસ પાણીમાં નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને જ્યૂસ બનાવી લો. હવે આ મિશ્રણને લગભગ 7 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને આખી રાત ઢાંકીને રાખી દો.


સવારે જાગીને આ જ પાણી પીવું તેની સાથે જ જ્યારે પણ તરસ લાગે ત્યારે આ જ પાણી પીવું. આનો ટેસ્ટ પણ સારો છે. ખતમ થઈ જાય પછી પણ આવી રીતે પાણી તૈયાર કરીને 7 દિવસ આવું પાણી પીવું.


વજન ઓછું કરવાની સાથે આ ફાયદા પણ મળશે


આ પાણી તમારી બોડીને ડિટોક્સ કરશે, ફેટ ડિસોલ્વ કરશે, મેટાબોલિઝ્મને વધારશે, ડાઈજેશન સુધારશે, કબજિયાતમાં રાહત આપશે. સાથે જ વજન પણ ઘટાડશે.


આ લોકોએ ન પીવી


પેટમાં અલ્સર, નસકોરીની પ્રોબ્લેમ, પાઈલ્સની સમસ્યામાં આ ડ્રિંક ન પીવી. પ્રેગ્નેન્સીમાં પણ આ ડ્રિંક અવોઈડ કરવી.

X
Lose Weight In 7 Days With This best Detox Drink
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App