ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» 19થી વધુ બીમારીનો શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો, જાણો કેટલો અને કેવી રીતે ખાવો | limestone benefits

  19 બીમારીઓનો શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો, જાણો કેટલો અને કેવી રીતે ખાવો

  divyabhaskar.com | Last Modified - Jun 18, 2018, 01:56 PM IST

  જે બીમારીમાં ડોક્ટરની દવા કામ નથી કરતી તેમાં કામ કરે છે ચૂનો
  • 19 બીમારીઓનો શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો, જાણો કેટલો અને કેવી રીતે ખાવો
   19 બીમારીઓનો શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો, જાણો કેટલો અને કેવી રીતે ખાવો

   યુટિલિટી ડેસ્ક: આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે તેની આજે વાત કરવી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે, ચૂનો 19થી વધારે બીમારીને ઠીક કરી દે છે. આ ચૂનાને કેટલો અને કેવી રીતી કોણે કોણે લેવો તે વિશે પણ અમે આજે અહીં જણાવીશું. રાજીવ દીક્ષિત ભારતભરમાં આયુર્વેદને અપનાવવા માટે અપીલ કરતા હતા. ચૂના સાથે જોડાયેલી રાજીવ દીક્ષિતે જણાવેલી વાતો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ.


   1). જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહીં, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો.


   2). જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને આ દર્દીને આપવો.


   3). જે બાળકોનું મગજ ઓછું ચાલે છે અથવા મંદબુદ્ધિના છે તે બાળકો માટે ચૂનો શ્રેષ્ઠ ઈલાજ છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં, દાળ કે ગરમ પાણીમાં મેળવીને આપો.


   4). જે મહિલાઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે, તેમનું માસિક ચક્ર બંધ થઈ જાય છે. માસિક ચક્ર બંધ થવા બાદ થતી બીમારીથી આવી મહીલાઓને આ ચૂનો બચાવે છે.


   5). માસિક ધર્મ અનિયમિત હોય તેવી સ્ત્રીઓ માટે પણ ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો ફાયદાકારક છે.


   6). ચૂનાને નપુંસકતાની શ્રેષ્ઠ દવા માનવમાં આવે છે. જેમના વીર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી છે તેઓ માટે રામબાણ ઈલાજ ચૂનો છે.


   7). જે સ્ત્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતું તેના માટે પણ ચૂનો ફાયદાકારક છે.


   8). ભાંગેલા હાંડકાને જોડવામાં ચૂનો સૌથી શ્રેષ્ઠ છે.


   9). પગની એડીમાં કે પગના પંજામાં દુખાવો હોય તો ચૂનો નિયમિત ખાવો.


   10). દાંતમાં દુખાવો થતો હોય, હલતા હોય, કે દાંતની બીજી સમસ્યા હોય તો તેમાં ચૂનો ઘણા ફાયદાકારણ સાબિત થશે.


   11). ગર્ભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અક્સીર ઈલાજ છે.

   12). ગર્ભવતી મહિલા છે તેમણે પણ નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો જોઈએ જેનાથી ગર્ભપાત થતો નથી અને બાળક સ્વસ્થ જન્મે છે. દાડમના રસમાં આ ચૂનાને મેળવીને ગર્ભવતી મહિલાઓએ લેવો. ચૂનામાં કેલ્શિયમ હોય છે અને દાડમના રસમાં આયર્ન હોય છે આ બંન્ને વસ્તુઓ બાળક માટે ફાયદાકારક છે. જેનાથી હેલ્થી બાળક જન્મે છે. ડિલિવરી પણ નોર્મલ થશે. બાળક બુદ્ધિશાળી થાય છે.


   13). કમરદર્દ, સાંધાના દુખાવાને ઠીક કરે છે ચૂનો


   14). સ્પોન્ડિલાઈટિસ નામની ભયંકર બીમારી પણ ઠીક કરે છે.

   15). મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે.


   16). મોઢામાં ચાંદા પડ્યા છે તો ચૂનાનું પાણી પીવું.


   17). શરીરમાં લોહીની ઊણપ થઈ જાય તો ચૂનો રામબાણ ઈલાજ છે. શેરડી, સંતરાના રસમાં કે દાડમના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને પીવો. સવારે ખાલી પેટ આ સેવન કરવું.


   18). ચૂનો લગાવીને પાન ખાવું, કાથો ન લગાવવો.


   19). ઘૂંટણના અસહ્ય દુખાવાને ઠીક કરે છે ચૂનો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 19થી વધુ બીમારીનો શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો, જાણો કેટલો અને કેવી રીતે ખાવો | limestone benefits
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `