• Home
  • Lifestyle
  • Health
  • ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India

અહીં છે ભારતનું મિની સ્વિત્ઝર્લેન્ડ, ટાઇટ બજેટમાં પણ થશે ફુલ એન્જોય

ભારતમાં આવી અનેક એવી જગ્યાઓ આવેલી છે જ્યાંની સુંદરતામાં વિદેશ કરતા ઓછી નથી. આવી જ એક જગ્યા છે કૌસાની.

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 04:45 PM
ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India

યૂટિલિટી ડેસ્કઃ ભારતમાં આવી અનેક એવી જગ્યાઓ આવેલી છે જ્યાંની સુંદરતામાં વિદેશ કરતા ઓછી નથી. આવી જ એક જગ્યા છે કૌસાની, જેને ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓએ એક વખત આ જગ્યાએ જરૂર જવું જોઈએ. આ સુંદર હિલ સ્ટેશન ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં 6.075 ફૂટની ઊંચાઈ પર વસેલું છે. મનમોહક દૃશ્યોના કારણે આ સ્થળ ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે. કેટલીક જગ્યાઓ પર તો તેને કુમાઉંનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. કૌસાની આવીને તમે હિમાલયના શિખર પર 350 કિલોમીટરમાં ફેલાયેલા એક સ્થળને જોવાનો મોકો મળશે.

રૂદ્રધારી ફોલ્સ

વણાંકવાળી પહાડી પર અનાજના ખેતર અને લીલાછમ ઊંચા-ઊંચા દેવદારના જંગલોની વચ્ચે આવેલું રૂદ્રધારી ફોલ્સ અદભુત સૌંદર્ય ધરાવે છે. પૌરાણિક કથાઓ મુજબ આ આદિ કૈલાસ છે. અહીં ભગવાન શિવ અને વિષ્ણુનો વાસ હતો. અહીં આવવા-જવાનો માર્ગ ખૂબ જ કઠિન છે. 12 કિલોમીટર ટ્રેકિંગ કરતા-કરતા પણ કૌસાની પહોંચી શકાય છે. ઊંચાઈથી પડતા ઠંડા પાણીના ઝરણાને જોવાનો આનંદ ખૂબ જ સુંદર છે.

આગળ વાંચો, આ મિની સ્વિત્ઝર્લેન્ડમાં ફરવાલાયક સ્થળો તથા ત્યાં કેવી રીતે પહોંચી શકશો...

ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India

અનાશક્તિ આશ્રમ

 

અનાશક્તિ આશ્રમને ગાંધી આશ્રમના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે 1929ની આસપાસ મહાત્મા ગાંધી આ આશ્રમમાં 2 અઠવાડિયા સુધી રોકાયા હતા. આ દરમિયાન તેમણે ‘અનાશક્તિ યોગ’ પર એક પુસ્તક લખી હતી. આશ્રમના એક ભાગમાં મ્યુઝિયમ પણ છે.

 

ભીની ખુશ્બૂઓની સાથે પ્રકૃતિની મજા

 

કૌસાનીની સુંદરતા જોવા ઈચ્છતા હોવ તો અહીં આવેલા ટી એસ્ટેટની એક મુલાકાત જરૂર લેજો. અહીં લોકો સ્વયંને પ્રકૃતિની એકદમ નજીક મહેસુસ કરે છે. અહીં આવેલા ચાના બગાન આશરે 210 હેક્ટેયર એરિયામાં ફેલાયેલા છે. આ ચા પીવાના શોખીનો માટે કમાલની જગ્યા છે. અહીં જાત-જાતની ચા વાવવામાં આવે છે. ચાની બેસ્ટ વેરાઇટી ‘ગિરિયાસ ટી’ની ખેતી પણ અહીં થાય છે. આ સિવાય ઓર્ગેનિક ટી પણ મળે છે. કેટલીક ચા તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કોરિયા એક્સપોર્ટ કરવામાં આવે છે.

ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India

આલુ ગૂટકા

 

ચાની સાથે ‘આલુ ગૂટકા’ખૂબ જ ખાવામાં આવે છે. બાફેલા બટાકામાં મીઠું અને મરચાંનો વઘાર કરીને બનતી આ વાનગી ત્યાં પ્રસિદ્ધ છે. કૌસાની અને તેની આજુબાજુ આવેલા પહાડી શહેરોમાં ‘બાલ કી મીઠાઈ’ પણ પ્રસિદ્ધ છે.

 

કેવી રીતે પહોંચશો અને ક્યાં રોકાશો?

 

દિલ્હી અને કૌસાની વચ્ચેનું રોગ માર્ગનું અંતર આશરે 410 કિલોમીટર છે. દિલ્હીથી કૌસાની પહોંચવામાં આશરે 9થી 10 કલાકનો સમય લાગે છે. નૈનીતાલ અને કૌસાની વચ્ચે 120 કિલોમીટરનું અંતર છે, જ્યારે અલ્મોડાથી તેનું અંતર માત્ર 50 કિમી. છે. કૌસાનીની નજીકનું એરપોર્ટ પંત નગર છે. જોકે, એરપોર્ટ પણ આશરે 150 કિલોમીટરના અંતર પર આવેલું છે. નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે, જ્યાંથી અલ્મોડા થઈને કૌસાનીનું અંતર 140 કિલોમીટરની આસપાસ છે. માર્ચથી જૂનની વચ્ચેનો સમય કૌસાની ફરવા માટે બેસ્ટ સીઝન છે. પછી સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો સમય પણ સારો છે. અહીં રહેવા માટે એક સારી 3 સ્ટાર હોટલ સરળતાથી મળે જશે, જેનું એક દિવસનું ભાડુ આશરે 2,500થી 4.500 સુધી છે.

X
ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India
ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India
ભારતનું મિની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે કૌસાની | Kausani Uttarakhand - Mini Switzerland of India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App