આ 7 રોગોમાં લીંબુ પાણી ન પીવું જોઈએ, જાણો તેનાથી કેવી તકલીફ થાય છે

અમુક રોગોમાં લીંબુપાણી ન પીવું જોઈએ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 26, 2018, 01:14 PM
Know Who can not drink lemon water

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો લીંબુનું પાણી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. લીંબુ પાણીમાં એલ્કાલાઈન ગુણ હોય છે. જે બોડીના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે. આમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ, ફાયબર્સ હોવાની સાથે બીમારી સામે લડવાની તાકાત પણ હોય છે. પરંતુ કેટલાક રોગોમાં તે નુકસાનકારક સાબિત થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે કઈ 7 તકલીફો લીંબુ પાણી ન પીવું જોઈએ.

આગળ વાંચો કયા 7 રોગોમાં લીંબુ પાણી પીવાનું અવોઈડ કરવું જોઈએ.

Know Who can not drink lemon water

1 લિવર અને કિડનીમાં તકલીફ હોય તો
 
લીંબુપાણીમાં રહેલ ઑક્સલેટ્સ ક્રિસ્ટલ તરીકે જામી જઈને કેલ્શિયમ અબ્ઝાર્પશનને અસર કરીને કિડની સ્ટોન બનાવી શકે છે. 


2 જેને હાડકાંને લગતી સમસ્યા હોય તેઓએ

 

લીંબુપાણી પીવાથી વધુ યુરિન આવે છે. યુરિન સાથે બૉડીનું કેલ્શિયમ બહાર નીકળે છે, જેને કારણે હાડકાં નબળાં થઈ જાય છે.

 

3 એસિડિટી હોય તેમણે

 

લીંબુનું પાણી એસિડિક હોય છે, વધુ પીવાથી એસિડિટી, છાતીમાં બળતરા, એસિડ રિફ્લેક્સ જેવી તકલીફોમાં વધારો થઈ 
શકે છે. 


4 પેટનું અલ્સર

 

લીંબુનું પાણી એસિડિક ક્વોલિટી પેપ્ટિક અલ્સરમાં નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે પીડા અને બળતરા થઈ શકે છે. 


5 દાંતની તકલીફ હોય તો 

 

લીંબુનું પાણી વધુ પીવાથી દાંતનું ઇનેમલ નબળું પડી જાય છે. દાંત તૂટી શકે છે, દાંતની સેન્સિટિવિટી વધી શકે છે. 

 

6 જેમને મૂત્ર  સંબંધી તકલીફ હોય તેમને

 

લીંબુનું પાણી પીવાથી વારંવાર મૂત્રત્યાગ કરવા જવું પડે છે. મૂત્ર સંબંધિત સમસ્યા દરમિયાન પીવાથી તકલીફો વધી શકે છે. 

 

7 કફ-પિત્તની સમસ્યા હોય તેઓને

 

લીંબુનું પાણી પીવાથી કફ અને પિત્તમાં વધારો થાય છે. કફ કે પિત્ત સંબંધિત સમસ્યા હોય તો લીંબુપાણી પીવાથી તકલીફમાં વધારો થાય છે. 

X
Know Who can not drink lemon water
Know Who can not drink lemon water
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App