તાવ, પાઈલ્સ, ડાયાબિટીસ સહિત 8 રોગોમાં શું ખાવું અને શું નહીં?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની ફાસ્ટફૂડવાળી લાઈફમાં લોકો ખાવા પ્રત્યે બેદરકાર બનતાં જઈ રહ્યાં છે. જેની ખરાબ અસર તેમને આગળ જતાં ભોગવવી પડે છે. જેથી આજે અમે તમને કેટલીક બીમારીઓ અને રોગોમાં શું ખાવું અને શું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું. જેથી તમને રોગોને વધતાં રોકી શકો. આયુર્વેદિક ડો. અવધેશ મિશ્રા જણાવી રહ્યાં છે કેટલીક બીમારીઓમાં ખાવાપીવામાં શું ધ્યાન રાખવું તેના વિશે. 


તાવ-શું ખાવું
ગરમ પાણી, કારેલાં, ફળો, ઇંડા, દળિયા, મગ દાળની ખિચડી, ઘી વિનાની રોટલી
શું ન ખાવું
આઇલી ફૂડ્સ, વધુ પ્રમાણમાં ચા-કોફી, વધુ મીઠાવાળી વસ્તુઓ, ઠંડુ પાણી, અડદની દાળ


કમળો-શું ખાવું
આમળા, કેરી, હળદર, કેળા, શેરડીનો રસ, મૂળા, ટામેટાં, પનીર, માવો, ઓટમીલ
શું ન ખાવું
મેદો,ઓઈલી ફૂ઼ડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ચા-કોફી, મિઠાઈઓ, અથાણું સોસ, બીન્સ


ડાયબિટીસ-શું ખાવું
ઓટમીલ, કારેલાં મેથી, દહી, લીલાં પાનવાળી, શાકભાજી, શેકેલા ચણા, ફણગાવેલું અનાજ, આમળા, જાબું, છાશ
શું ન ખાવું
હાઈકેલરી ફૂડ, ગળ્યાં ફૂડ, આઇસક્રીમ કેરી, કેળા, દ્રાક્ષ, આઈલી ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ


નબળાઈ અને લોહીની કમી-શું ખાવું
ગરમ તાસીરવાળા હાઈ કેલરી ફૂડ, દૂધ, ઘી, ખજૂર, ડાયફ્રૂટ્સ, પાલક, કોબીજ, ચણા-ગોળ કિશમિશ
શું ન ખાવું
ઠંડી પ્રકૃતિવાળા લો કેલરી ફૂડ, મેદો આઈલી ફૂડ, રિફાઈન્ડ ફૂડ્સ


સ્થૂળતા-શું ખાવું
લો કેલરી ફૂડ, પનીર, ગ્રીન વેજિટેબલ, ઓટમીલ, ફાઈબર રિચ ફૂડ્સ, આમળા, લીંબુ, ફણગાવેલાં અનાજ, ચણા, ઇંડા
શું ન ખાવું
હાઈ કેલરી ફૂડ, વધુ ગળ્યું, કાર્બોહાઈડ્રેટવાળા ફૂડ્સ,આઈલી ફૂડ્સ, પ્રોસેસ્ડ ફૂડ, મલાઈવાળું દૂધ, આઈસક્રીમ


કેન્સર-શું ખાવું
હળદર, લસણ, આમળા, સાબૂત અનાજ, ફ્રૂટ્સ-વેજિટેબલ્સ, ગ્રીન ટી, સોયાબીન, જુવારનો રસ
શું ન ખાવું
મિલ્ક પ્રોડક્ટ, આઇલી ફૂડ, મરચાં મસાલાવાળો ખોરાક, તંદૂરી ફૂડ, રેડ મીટ, રિફાઈન્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ


પાઇલ્સ-શું ખાવું
ઓટમીલ, દહીં, જ્યૂસ, છાશ, ખિચડી, ફ્રૂટ, ગ્રીન વેજિટેબલ્સ, ચોકરયુક્ત લોટની રોટલી, કારેલાં, કોથમીર, જીરૂં, અજમો
શું ન ખાવું
અડદની દાળ, પ્રોસેસ્ડ ફૂડ, વધુ મરચાં-મસાલાવાળો ખોરાક, ગરમ તાસીરવાળા ખોરાક, મેદો, રિફાઈન્ડ ફૂડ, વાસી ખોરાક


હાર્ટ ડિસીઝ-શું ખાવું
ગરમ પાણી, ચણા, ઓટમીલ, આમળા, લસણ, ઇસબગોલ, મેથી, સોયાબીન, ગ્રીન વેજિટેબલ્સ
શું ન ખાવું
ઓઈલી ફૂ઼ડ, ગળ્યાં ફૂડ, વધુ કાર્બોહાઈડ્રેટ્સવાળા અને પ્રોસેસ્ડ ફૂડ, કાર્બોનેટેડ ડ્રિંક, અથાણું, સોસ, ફાસ્ટ ફૂડ