Home » Lifestyle » Health » Know What Is Obsessive-Compulsive Disorder?

આ 10 હરકતો તમે કરતાં હોવ તો સમજો તમને છે આ 1 ગંભીર બીમારી, જાણો શું કરવું

Divyabhaskar.com | Updated - May 19, 2018, 12:00 PM

ઓબ્સેસિવ કંપાલ્સિવ ડિસઓર્ડર છે ગંભીર બીમારી, આ 10 લક્ષણો સમજીને ઓળખો તેના ખતરાને

 • Know What Is Obsessive-Compulsive Disorder?
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: કોઇ વાત પ્રત્યે વધારે સજાગ રહેવું અથવા તેને ગાંડપણની હદ સુધી કરવું તે ઓબ્સેસિવ કંપાલ્સિવ ડિસઓર્ડર (ઓસીડી)નું પ્રમુખ લક્ષણ છે. જેમાં વ્યક્તિને સફાઈથી લઇને પરફેક્શન સુધી કોઇપણ કાર્યની લત લાગી શકે છે. આજે અમે તમને આ બીમારી સાથે જોડાયેલી જાણકારીઓ આપી રહ્યા છીએ, જેનાથી તમને જાણ થઇ શકે કે, આ બીમારી તમને કે તમારા સગા-સંબંધીઓને તો નથી ને.

  શું છે ઓસીડી?

  ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર બીમારીમાં પીડિત વ્યક્તિ કોઇ વાતની જરૂર કરતા વધારે ચિંતા કરે છે. એક જ જેવા બિનજરૂરી વિચારો તેને સતત આવ્યા જ કરે છે અને એક જ કામને સતત પુનરાવર્તન કરવા ઇચ્છે છે. આવા લોકની આ લતને કારણ આ લોકો પોતાના વ્યવહાર પર નિયંત્રણ રાખી શકતા નથી. આ દર્દીઓ પોતાને રોકી શકતા નથી અને બીજા કામ પ્રત્યેની ચિંતાઓ પણ છોડી શકતા નથી. આ દર્દીઓનું મગજ એક જ વાત પર અડીગ રહી જાય છે. ઉદાહરણ તરીકે જો તમે ગાડીને લોક કરી છે છતાં પણ તમે સતત ગાડીનું હેન્ડલ એ ચેક કરવા હલાવો છો કે, ગાડી લોક થઇ છે કે, નહીં તો સમજી લેવું જોઇએ કે તમને ઓસીડી છે.


  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ બીમારી સાથે જોડાયેલી વધુ જાણકારી અને આ બીમારીને દૂર કરવા શું કરવું તેના વિશે પણ.

 • Know What Is Obsessive-Compulsive Disorder?

  ઓસીડીના 2 પ્રકાર
   
   
  ઓબ્સેસિવ ખ્યાલઃ


  1- ધર્મ અથવા નૈતિક વિચારો પર પાગલપનની હદ સુધી ધ્યાન આપવું
   

  2- ક્રમ અને સમાનતાને લઇને એ વિચારવુ કે બધું ઠીક થઇ જશે
   

  3- કીટાણુઓ, ગંદગી વગેરેના સંપર્કમાં આવવાથી અથવા બીજાને દૂષિત કરવાનો ભય
   

  4- કોઇ બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો ભય
   

  5- કોઇ વસ્તુને ભાગ્યશાળી અથવા દુર્ભાગ્યશાળી માનવાનો અંધવિશ્વાસ
   
   
  કંપલ્સિવ વ્યવહાર
   

  1- બિનજરૂરી વસ્તુઓને ક્રમમાં રાખવી અથવા તેને ગોઠવવી
   

  2- જરૂર કરતા વધારે પ્રાર્થના કરવી અથવા એવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહેવુ, જેનાથી ધર્મ પ્રત્યે ભયની ભાવના ઝલકતી રહે
   

  3- બેકાર વસ્તુઓ ભેગી કરવી, જેમ કે, જુના ન્યૂઝપેપર અથવા ભોજનના ખાલી ડબ્બા
   

  4- વસ્તુઓને વિના કારણે વારં-વાર તપાસ કરવી, જેમ કે તાળા, સ્વીચ વગેરે
   

  5- ગણતરી કરવી, ટેપ કરવી, થોડા ખાસ શબ્દોનો વારં-વાર પુનરાવર્તન કરતા રહેવું અથવા બેચેની દૂર કરવા માટે બિનજરૂરી કાર્ય કરતા રહેવું


  અવોઇડ કરવુઃ
   

  જો તમારા મનમાં સતત બિન જરૂરી કાર્ય કરવાના વિચાર આવી રહ્યા છે, તો તેમને અવોઇડ કરવાનું શરૂ કરી દેવું. શરૂઆતમાં મુશ્કેલી તો આવશે, પરંતુ ધીરે-ધીરે તમારું ઓબ્સેશન ઓછું થતું જશે. જેનાથી તમે આ બીમારીમાંથી બહાર આવી શકશો.
   

  બાળપણમાં જ રોકવીઃ
   

  થોડાં બાળકોને બાળપણથી જ આ સમસ્યા જોવા મળે છે. જો તે કોઇ વાતને સતત બોલતા રહે છે, તો તેને આવું કરવાથી રોકવું. જો તેને રોકવામાં નહીં આવે તો આ આદત વધતી જશે.
   

  ક્યારે ખતરોઃ
   

  જ્યારે કોઇપણ આદત, વ્યવહાર અથવા વિચાર તમારા દૈનિક જીવનને પ્રભાવિત કરવા લાગે તો સમજી લેવું કે તમારે સારવારની જરૂર છે. જોકે, ઓસીડીમાં વ્યક્તિ વિતેલાં સમય અને આવનાર સમયમાં જીવવાનું શરૂ કરી દે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ